SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાય ૧૯ મે-ઇશ્વરભક્તિ- વિષ્ણુપુરાણ ૧૧૯ તેવા દુઃખના પંજામાં સપડાવા છતાં તેણે સત્યને લેશમાત્ર પરિત્યાગ કર્યો નહિ. ગુરુ પાસેથી પ્રહાદને જ્યારે તેના પિતા-હિરણ્યકશિપુ પાસે લઈ જવામાં આવ્યો ત્યારે તેના પિતાએ તેને પૂછયું કેઃ “બોલ, તું અત્યારસુધીમાં શું શીખે? કહે જોઈએ ?” પ્રહાદે ઉત્તરમાં જણાવ્યું કેઃ “ હું જે કાંઈ શીખ્યો છું તેને સારાંશ એટલોજ છે કે જેને આદિ નથી, અંત નથી, મધ્ય નથી, વૃદ્ધિ નથી, અને ક્ષય નથી અર્થાત જે અયુત છે, જે મહાત્મા છે, અને જે સર્વકારણોનું પણ કારણ છે, તેને નમસ્કાર છે. ” આ શબ્દો પુત્રના મુખેથી સાંભળી હિરણ્યકશિપુ ક્રોધથી લાલચોળ જે બની ગયો. તેનાં નેત્રોમાંથી અગ્નિની ચીણુગારીઓ બહાર નીકળવા લાગી ! તેણે ધ્રુજતા અવાજે પ્રહાદના ગુરુને સખ્ત તિરસ્કાર કર્યો. ગુએ કહ્યું કેઃ “ એમાં મારો લેશ પણ દેષ નથી. મેં તેમની એક પણ વાત તેને શીખવી નથી. ” ત્યારબાદ હિરણ્યકશિપુએ પ્રહાદને પ્રશ્ન કર્યો કે –“તો પછી બોલ! અલ્લાદ! તને આ સર્વ વાતે કોણે શીખવી?” પ્રહાદ બોલી ઉઠે કેઃ “પિતા! જે વિષ્ણુ ભગવાન આ અનંત જગત ઉપર પિતાને અધિકાર વર્તાવી રહ્યા છે, અને જે મારા હૃદયને વિષે પણ વિરાજી રહ્યા છે તેના સિવાય બીજું કશું શીખવી શકે તેમ છે?” હિરણ્યકશિપુએ કહ્યું કે: “અરે બેવકુફ! આ જગત ઈશ્વર તે હુંજ છું ! વિષ્ણુ તે વળી કેણ ?” પ્રહાદે જવાબ આપ્યો કે “ જેના પરમપદને વ્યકત કરવાને વાણી અશકત બની રહે છે, યોગીઓ જેના પરમપદનું નિત્ય ધ્યાન કરે છે, જેનાવડે આ સમસ્ત વિશ્વ ઉત્પન થયું છે, અથવા જે તેિજ વિશ્વસ્વરૂપ છે, તે વિષ્ણુજ પરમેશ્વરના નામને યોગ્ય છે.” હિરણ્યકશિપુને ક્રોધ હવે અતિશય વેગથી વધવા લાગ્યો. તેણે કહ્યું કે: “પુનરપિ એજ વાત ! તારા માથા ઉપર તજ ભમતું જણાય છે! પરમેશ્વર કેને કહેવાય તે તું જાણે છે? મારી હયાતિમાં તારો પરમેશ્વર મારા સિવાય બીજે કેણુ હોઈ શકે?” પ્રહાદે નિડરતાપૂર્વક જણાવ્યું કેઃ “પિતા! તે શું કેવળ મારો એકલાનો જ પરમેશ્વર છે, એમ આપ માનો છો ? જગતનાં સર્વ પ્રાણીમાત્રનો તેજ એક પરમ ઈશ્વર છે. આપને પણ તેજ ઈશ્વર છે. ધાતા કહે, વિધાતા કહે, ગમે તે કહે; તે સર્વ એક માત્ર તે જ પરમેશ્વરમાં આવી જાય છે. પિતાછ ક્રોધ કરશે નહિ. પ્રસન્ન થાઓ! હિરણ્યકશિપુએ કહ્યું : “કઈ પાપાત્માએજ આ બેવકા બાળકના હદયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy