SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧૭ મે-ભક્તિ-ધ્યાન-વિજ્ઞાનાદિ ૧૦૯ તે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ભક્તિ સિવાય તેને પ્રાપ્ત કરવાને બીજે એક ઉત્તમ માર્ગ નથી. નવમા અધ્યાયમાં વિખ્યાત રાજગુહાગને સ્થાન આપવામાં આવ્યું છે. આ અધ્યાયમાં ઘણીખરી વાત અતિશય મનેહારિણી છે. અત્યારે પૂર્વે જગદીશ્વર એક અતિશય મનહર ઉપમા દ્વારા, જગતની સાથેને પિતાને સંબંધ દર્શાવી ચૂકયા છે. અર્થાત-એક સૂત્રના દેરામાં જેવી રીતે અનેક મણિઓ ગુંથાયેલા હોય છે, તેવી જ રીતે આ સમસ્ત વિશ્વ એક મારાવડેજ ગ્રથિત થયેલું છે એમ કહ્યું છે. પ્રસ્તુત નવમા અધ્યાયમાં એક બહુજ સુંદર ઉપમા આપવામાં આવી છે. જેમઃ સર્વ ભૂતમાત્રનું પાલન તથા ધારણ મારો આત્મા જ કરી રહ્યો છે. છતાં મારો આત્મા કાંઇ ભૂતેમાંજ આવી રહેતો નથી. જેમ મહાન અને સર્વત્ર ગતિ કરનારે વાયુ તેથી પણ મહાન એવા આકાશમાં નિત્ય રહેલ છે તે રીતે સર્વ ભૂતે. મારામાં સમાઈ રહેલાં છે, પણ હું ભૂતોમાં સમાઇ રહેલો નથી.” હર્બટ સ્પેન્સરની નદી ઉપરના પાણીના પરપોટાઓની ઉપમા કરતાં આ ઉપમા કેટલી બધી શ્રેષ્ઠ છે ? શિષ્ય: મારી આંખ ઉપરના પાટાઓ ધીમે ધીમે દૂર થતા જાય છે.નિગુણુવ્યભવાદ એક પ્રકારનો “પાર્થેઈઝ માત્ર છે, એવી મારી આજપર્યત માન્યતા હતી. હવે મારી એ માન્યતામાં મોટો ફેર પડી ગયો છે. ગુર–એકવાર અંગ્રેજી સંસ્કારે પ્રાપ્ત કર્યા, એટલે પછી આર્યશાસ્ત્રનું અવલેકન કરવા છતાં પણ યથાર્થ સત્યની પ્રાપ્તિ થતી નથી, એમ જે કહેવાય છે તે સત્ય છે, અને તારાં આ વાકયે પણ એજ વાતને સિદ્ધ કરે છે. આપણામાં અનેક માણસો એવાં મળી આવે તેમ છે કે જેઓને કાચના ગ્લાસમાં પાણી ભરીને ન આપીએ તે તેમને તે પાણી પીવાની ઈચછાજ ન થાય ! અત્યાર સુધરેલ. વર્ગ મલિન પાણી પણ કાચના ગલાસમાં ગટગટાવી જાય છે! તમે લેકે તે એમ માની બેઠા છે કે સામ્યવાદ અથવા સમાનભાવના સિદ્ધાંત બુદ્ધધર્મ કે ક્રિશ્ચિયન ધર્મ સિવાય બીજે ક્યાંઈ છે જ નહિ. ! એક માત્ર શાકયસિંહ કિંવા ઇસુખ્રિસ્તજ જગતના મનુષ્યોનો ઉદ્ધાર કરવાનેજ સમર્થ છે, એવું ભૂત તમારા મનમાં ભરાઈ પેઠું છે ! તમને એવા સંસ્કારે વળગી ગયા છે કે હિન્દુધર્મમાં વર્ણભેદ સિવાય બીજી કોઈ મહત્વની વાત જ નથી, અને એટલા માટે મૂર્ખ તથા જ્ઞાની, ધની તથા દરિદ્ર પુરણ તથા સ્ત્રી, અને વૃદ્ધ તથા બાળક વિગેરેને સમાનભાવે ઉદ્ધાર કરવાને બુદ્ધધર્મ કે ક્રિશ્ચિયન ધર્મ સિવાય હિંદુધર્મ કઈ રીતે ઉપકારક થઈ શકે નહિ, પરંતુ પ્રસ્તુત અધ્યાયના માત્ર બેજ લોનું શ્રવણ કર समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः। ये भजति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy