SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ * ધમતરવ શિષ્ય –હવે, ઈશ્વરને જાણવાનું શું સાધન છે? ગુર--હિંદુશાસ્ત્ર. ઉપનિષદ, દર્શનશાસ્ત્ર, પુરાણો, ઈતિહાસગ્રંથો તથા મુખ્યતઃ ગીતા. શિષ્ય --એટલે કે જગતમાં જે જે ગેય પદાર્થો છે તે સર્વ આપણે જાણવાં જોઈએ. આજપર્યત પૃથ્વીમાં જેટલા પ્રકારનું જ્ઞાન પ્રચલિત થયું છે તે સર્વે જ્ઞાન આપણે સંપાદિત કરવું જોઈએ. ત્યારે શું જ્ઞાન શબ્દને અહીં બહુ સાધારણ અર્થમાં વ્યવહાર થયે છે? :--હું પૂર્વે કહી ગયો છું તેનું પુનઃ સ્મરણ કર. મેં કહ્યું હતું કે જ્ઞાનાજેની વૃત્તિઓની બરાબર સ્મૃતિ તથા ઉન્નતિ થવી જોઈએ. જ્યાં સુધી સર્વ પ્રકારનાં જ્ઞાનની આપણે ચર્ચા ન કરીએ અથવા રસપૂર્વક તેમાં ભાગ ન લઈએ, ત્યાંસુધી જ્ઞાનાર્જની વૃત્તિઓનું સંપૂર્ણ અનુશીલન અથવા ખીલવણું થાય નહિ. હવે જ્ઞાનાર્જની વૃત્તિનું 5 સ્કરણ થયા પછી જે અનુશીલન-ધર્મની વ્યવસ્થાને અનુસરી તે જ્ઞાનાર્જની વૃત્તિઓ ભક્તિને આધીન થઈ ઈશ્વરમુખી થાય તેમજ તે ગીતાક્ત જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે. કર્મયોગ જેવી રીતે અનુશીલનધર્મમાં સમાઈ જાય છે તેવી જ રીતે જ્ઞાનયોગ પણ અનુશીલનધર્મમાંજ સમાઈ જાય છે. શિષ્ય:--અનુશીલનધર્મનું રહસ્ય હવે કાંઈક સમજાય છે. અત્યારસુધી અનુ. શીલનવાદને હું જૂદાજ રૂપમાં સમજ્યો હતે. ગુર --હમણું વિષયાંતરને રહેવા દે. આપણે આજે શાનાગ સમજવાને જ પ્રયત્ન કરવો જોઈએ. - શિષ્ય:--જ્ઞાનમાં જ ધર્મની સંપૂર્ણતા જે આવી જતી હોય તો તે પછી પંડિતને જ ધાર્મિક પુષો માની લેવા જોઈએ. ગુર--પાંડિત્યમાં અને જ્ઞાનમાં જમીન આસમાન જેટલું તફાવત છે એ વાત હું તને પૂર્વે કહી ગયો છું. જે વ્યક્તિ ઈશ્વરનું સ્વરૂપ સમજે છે તથા ઈશ્વર અને જગતની સાથે પિતાને કે સંબંધ છે તે જાણે છે, તે વ્યક્તિ કેવળ પંડિતજ નથી, પરતુ જ્ઞાની પણ છે. પાંડિત્ય વિના અનેક સપુર જ્ઞાનીનું પવિત્ર પદ શોભાવી ગયા છે. કેવળ જ્ઞાનવડે જ તેને પોતાને (ઈશ્વરને પામી શકાય છે, એમ શ્રીકૃષ્ણ પિતે પણ ક્યાંઈ કહ્યું નથી. તેઓ ખુલ્લી રીતે જાહેર કરે છે કે -- वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः । बहवो जानतपसा पूता मदावमागताः॥ અર્થાત-જેઓએ પિતાના ચિત્ત ઉપર સંયમ કર્યો છે, ઇશ્વરપરાયણ છે, તેઓ જ્ઞાનધારા પવિત્ર બનીને મારા ભાવને પ્રાપ્ત કરી શકે છે. મતલબ કે કેવળ જ્ઞાનદ્વારાજ તેની પ્રાપ્તિ થઈ શકે છે, એ કૃષ્ણકત ધર્મને મુદ્દલ આશય નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy