SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃત્તાન્ત ગોરાએ કહ્યું-“હું તમારું કહેવું સાચું માનું છું. તમે તરતજ ચાલ્યા જાઓ.” ગોરો રસ્તો છેડીને આઘો ખસી ગયો. ધ્રુજી રહેલા ગામના ભલા માણસો વંટોળીઆની પેઠે ગંગાતટ તરફ દેડિયા; પરંતુ ઘાટ પર પણ મહા વિપત્તિ દેખાઇ! ત્યાં હોડી મળે નહિ ! ગોરો તે “ચાલ્યા જાઓ” કહીને છૂટે થયો; પણે બધા હવે જાય કેવી રીતે ? તરીને જવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. જમીન ઉપર ગોરાઓનો ડર, અને પાણીમાં જળજંતુઓનો ભય ! કેાઈ કે એ તે જળનેજ વધારે સલામતીભર્યું ગણીને કપડાં સંકેલવા માંડયાં. ત્યારે બંકિમ તેમને એમ કરતા રોકીને પાસેના કોલેજ ઘાટમાં લઈ ગયા. બંકિમે તે ઘાટ ઉપરથી ચાંદનીમાં જોયું કે સામે રેતીમાં બે હેડીઓ બાધેલી છે. બૂમ પાડીને માછીઓને બોલાવવાની પણ કોઈનામાં, હિંમત રહી નહતી. બંકિમે માછીઓને બૂમ મારી. તેઓ આવ્યા અને બીધેલા તથા થાકેલા માણસને હેડીમાં બેસાડીને પેલે પાર લઈ ગયા. - બંકિમચંદ્ર કિશોર અવસ્થામાં અને જુવાનીની શરૂઆતમાં શરીરે દુબળ હતા; પરંતુ મને બળમાં સાહસિક હતા. નહેરકિનારાના જખમી રસ્તાઓમાં સંધ્યાકાળ પછી જવાનું કોઈ સાહસ કરી શકતું ન હતું; કેમકે ત્યાં સાપ, શિયાળ, વરૂ વગેરે બહુ હતાં; પણ કઈ કઈ દિવસ બંકિમચંદ્ર સંધ્યાકાળ થઈ ગયા પછી એકલા જ આ રસ્તેથી ઘેર આવતા. તે વખતે તેમના હૃદયમાં ભયનું નામનિશાન પણ નહતું જણાતું. પ્રૌઢાવસ્થામાં બહેરામપુરમાં રહેતા ત્યારે પણ બંકિમે પિતાના અપૂર્વ તેજનો પરિચય કરાવ્યો હતો. તેની હકીક્ત પણ નીચે પ્રમાણે છે. બંકિમને અને એક સાહેબને ઝગડો થયો હતો. સાહેબ પણ કઈ રેંજીપેંજી જે ન હતો. તેનું નામ કર્નલ ડમિન હતું. તે વખતે બહેરામપુરમાં લશ્કરની છાવણી હાઈને અનેક ગોરાઓ ત્યાં રહેતા હતા. કર્નલ સાહેબ તે સેનાના સંચાલક અર્થાત કમાન્ડીંગ ઑફિસર હતા. ઝગડા ભારે હોવા છતાં તેનું કારણ એટલું ભારે ન હતું. ગોરાઓ જે બરાકેમાં રહેતા હતા તેની સામે એક મેદાન હતું. તે મેદાન વચ્ચે થઈને એક નાનીશી પગદંડી જતી હતી. બંકિમ બાબુ એજ રસ્તે થઈને રોજ કચેરીમાં જતા આવતા હતા. કોઈ વાર ચાલતા જતા તો કોઈ વાર પાલખીમાં જતા હતા. બીજા લેકે ૫ણ આ રસ્તેથી આવજા કરતા હતા. બીજો પણ એક રસ્તો શહેરમાં જતો હતો; પણ ત્યાંથી બહુ ફરીને જવું પડતું તેથી તે બરાકે આગળ થઈને જ બધા લેકે આવજા કરતા હતા. આથી એ તરફની ગોરા લેકેને ચીડ થતી હતી. એક દિવસ ત્રીજે પહોરે બંકિમચંદ્ર પાલખીમાં બેસીને કચેરીમાંથી આ રસ્તે થઇને ઘેર આવતા હતા. ભાઈઓ આ રસ્તેથી ચાલ્યા. પાલખીનું એક બારણું બંધ હતું. પાલખી જ્યારે અરધે રસ્તે પહોંચી ત્યારે તેના બંધ બારણું ઉપર કોઈએ જેથી હાથ માર્યો. બંકિમ તરતજ પાલખીનું બારણું ઉઘાડીને બહાર કૂદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy