SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃતાન્ત -- - -- -- લખતા હતા) એક દિવસ બંકિમબાબુને કહ્યું હતું કે “તમારામાં લેખનશક્તિ સારી છે; પણ તમે કવિતા ન લખતાં ગજ લખ્યા કરો.” - ઈશ્વરચંદ્ર બંકિમને કયારે એ ઉપદેશ આપ્યો હતો તેની ખબર નથી. ગમેતે વખતે આ હોય, પરંતુ બંકિમે તે માથે ચઢાવ્યા હતા. બંકિમચંદ્ર હમેશાં ઈશ્વરચંદ્ર ગુપ્તને ગુતુલ્ય ગણતા હતા. પિતાના મૃત્યુ પહેલાં બે ત્રણ વર્ષ ઉપર બંકિમ બાબુ ‘ કાંચરા પાડા ” ગામમાં ઈશ્વરબાબુને ઘેર ગયા હતા. ત્યાં ઈશ્વરચંદ્રનાં સગાંવહાલાં પાસે બેસીને તેમણે બહુ વાર સુધી આંસુ વહાવ્યાં હતાં. બંકિમ બાબુ બીજી વાર પણ કવિને તે આશ્રમ જેવા ગયા હતા. તે વખતે તેઓ ઇશ્વરચંદ્રગુપ્તનું જીવનચરિત્ર લખતા હતા. હુગલીમાં છેલ્લી પરીક્ષા આપ્યા પછી પણ બંકિમે હુગલી કોલેજ છોડી ન હતી. એ સમયે તેમની ઉંમર ૧૯ વર્ષની હતી. સમસ્ત ભારતવર્ષમાં એ સમયે અશાંતિ ફેલાઈ ચૂકી હતી. ૧૮૫૭ના બળવાની આગ બારકપુર અને બહેરામપુરમાં પણ સળગી ઉઠી હતી. મદ્રાસ અને અવધ એ આગમાં લાકડાં નાખતાં હતાં. દિલ્હી અને કાનપુર પણ એ આગળથી બચ્યાં ન હતાં. બંગાળીઓ એ આગ સળગાવીને દૂર ખસી ગયા હતા–આઘે ઉભા રહીને પશ્ચિમઆકાશમાં અગ્નિનું ભયાનક રક્તવણું ચિત્ર જોઈ રહ્યા હતા. મેગલેની આશા પુનઃ તાજી થઈ હતી; અને મરાઠા વેર વાળવાને મથી રહ્યા હતા. સિપાઈઓના બળવાની આગ આ પ્રમાણે ચારે બાજુ સળગી ઉઠી તે વખતે હુગલી પાસેના “ ચંચુડા” સ્થાનમાં માર્શલ લો ચાલુ કરવામાં આવ્યું. તે વખતે ચંચુડામાં એક હાઈલેડર–ગોરાઓની પલટણ રહેતી હતી. ત્યાં એક ઘાટ પણ છે. તેને બારિકને ઘાટ કહે છે. બંકિમચંદ્ર એક દિવસે સંધ્યાકાળ પહેલાં તેમના નાના ભાઈ પૂર્ણચંદ્રને લઈને એજ ઘાટમાં ઉતર્યા. તેઓ નાટક જેવા જતા હતા. ચંચુડાના એક ધનવાન પુરુષે એક નાટકશાળા ઉભી કરી હતી. બંકિમચંદ્ર સિવાય કટાલપાડાનાં અનેક માણસને પણ નાટક જેવા જવાનું આમંત્રણ મળ્યું હતુ. બધાય ભલા અને શિક્ષિત પુરુષો હતા. બંકિમ બાબુ તેમના નાના ભાઈને લઈને એક નાનકડી હોડીમાં ગયા હતા. પૂર્ણ બાબુ બંકિમ બાબુથી ત્રણચાર વર્ષ નાના હતા. બારિકના ઘાટથી તે ધનવાન પુરુષનું ઘર પાસે ન હતું. બીજા ઘાટ-ઘંટા ઘાટથી પાસે હતું. બંકિમચંદ્ર જરા ફરવાના ઇરાદાથી બારિકના ઘાટેજ ઉતર્યા. નજીકના “કાંટાલપાડાથી આવેલા બીજા લોકો બીજી હેડીમાં હતા. તેમની હેડી ઘંટાધાટ પાસે જઈને ઉભી રહી. બારિકના ઘાટથી તે ધનવાન પુરુષના ઘર સુધી જે રસ્તો ગંગાને કિનારે કિનારે અને હવે તેજ રમણીય માર્ગો બંકિમ બાબુ હેડીમાંથી ઉતરીને ચાલ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy