SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પર ' ' ધર્મતત્વ છતાં કર્મને કર્તા બની શકે છે તે વાતનો સ્વીકાર કરવામાં તને કઠિનતા જેવું નહિ જણાય; કારણ કે ઇશ્વર પોતે જ સર્વર્તા અને સર્વસૃષ્ટા છે. પરલેકમાં જીવનની અવસ્થા જૂદા જ પ્રકારની હોય છે, તેથી તેમની જરૂરીઆત પણ જૂદા જ પ્રકારની હોય છે. ત્યાં તેમને ઇન્દ્રિયોની જરૂર ન પડતી હોય તે તે તદ્દન સ્વાભાવિક છે. શિષ્યઃ—કદાચ તેમ હોઈ શકે, પરંતુ એ સર્વ વાતો માત્ર અનુમાનવાળી છે. અનુમાન અથવા કપલક૯૫ના ઉપર મને વિશ્વાસ નથી. ગુર--પોલકલ્પના નહિં, પણ અનુમાનવાળી વાત છે, એમ તો હું પણ સ્વીકારું છું; પરંતુ તેનો તારે સ્વીકાર કરે કે નહિ તે તારી ઈચ્છાને આધીન છે. હું પરક પ્રત્યક્ષ જોઈ આવ્યો છું અને તેને તે સંબંધી વિશ્વાસ કરવાનું કહું છું, એમ તે કાંઈ જ નથી. એ સર્વ વાત એવી છે કે તેને માટે અનુમાન સિવાય બીજું એકકે પ્રમાણુ મળી આવતું નથી, તેમ છતાં અનુમાનવાળી વાતોને પણ કોઈ એક ખાસ પાયે અવશ્ય હોય છે. પાયા વગરનું અનુમાન ટકી શકતું નથી. હવે જે પરકાળ હોય અને તું “લે ઓફ કન્ટીન્યુઈટી”—અર્થાત માનસિક અવસ્થાને ક્રમાન્વય માનતે હે તે પરકાળ સંબંધી મેં જે અનુમાન કર્યું તે સિવાયનું બીજું કોઈપણ પ્રકારનું અનુમાન કરવું યોગ્ય નથી. મેં જે “લે એફ કન્ટીન્યુઈટી-કમાનુગત ભાવ સંબંધી ધસારો કર્યો તે ખાસ લક્ષમાં રાખવા જેવો છે. હિન્દુઓનું, ક્રિય અનેનું અને ઇસ્લામીનું સ્વર્ગ-નરક ઉકત નિયમથી વિરુદ્ધ છે. શિષ્યઃ–પરકાળને સ્વીકાર કરી ચૂક્યો છું તો પછી આપને એ નિયમ સ્વીકારવામાં બહુ આનાકાની કરવી એ વ્યર્થ છે. આખું કાળું ગળે ઉતારી જાય તેને એક સુદ બીજ ગળી જવું કાંઈજ મુશ્કેલ નથી; પણ હું જાણવા માગું છું કે એ પરકાળની રાજ્યની લગામ કોના હાથમાં હશે ? ગુર:--જેણે સ્વર્ગ-નરકની રચના કરી છે તેણેજ પરક ળરૂપી રાજ્યની લગામ પિતાના હાથમાં રાખી છે, મારા તારા જેવાથી એ રાજ્યની વ્યવસ્થા કે સ્થાપના થઈ શકે નહિ. હું તે માત્ર મનુષ્ય-જીવનની સમાલોચના કર્યા પછી ધર્મને જે સ્થળ મર્મ સમજી શક્યો છું તેજ તને સમજાવવાનો પ્રયત્ન કરું છું; છતાં એક વાત તને કહી રાખું છું. વિદ્યાથી પાઠશાળામાંથી બહાર પડ્યા પછી તુરતજ જે કે મહામહોપાધ્યાય બની શકતા નથી, પરંતુ કાળક્રમે તે એક મહાન પંડિત બની શકે એ સંભવ રાખીએ તે તે ખોટું નથી. એથી ઉલટી રીતે જોઈએ તે જે વિદ્યાથી પાઠશાળમાં ભણ્યા નથી, તેમજ જોન ટુઅર્ટ મીલની માફક પિતાના શિક્ષણ તળે પણ ઉછર્યો નથી એવો વિદ્યાથી વખત જતાં ધુરંધર પંડિત બની શકે એવી સંભાવના રહેતી નથી. આ લોકને હું એક પાઠશાળાની ઉપમા આપું છું. જે મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy