SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતત્વ લઈને, બીજું ઇન્દ્રિયાસક્તિને લીધે જે રામ કિંવા અસામર્થ અવશ્યમેવ આવવું જ જોઈએ તેને લઇને, અને બીજુ વયોવૃદ્ધિને લઈને. એક મનુષ્ય ઈન્દ્રિયસુખમાં ગમે તેટલો રચીપચી રહે તે પણ ઉક્ત ત્રણ પ્રકારમાંથી કોઈ એક પ્રકારે તેનું સુખસ્વમ ઉડી જવાનુ, એ વાત ચોક્કસ છે, અને તેથી ઈન્દ્રિયસુખો ક્ષણિક છે એમ કહેવામાં આવ્યું છે તે તદન યથાર્થ છે. શિષ્ય –ત્યારે જે વૃત્તિઓને ઉત્કૃષ્ટ વૃત્તિઓ કહેવામાં આવે છે તે વૃત્તિઓના અનુશીલનથી જે સુખ પ્રાપ્ત થાય તે સુખ શું આ જીવનમાં ચિરસ્થાયી રહી શકે ? ગુર–એમાં તે અણુમાત્ર સંદેહ નથી. એક સામાન્ય ઉદાહરણથી આ વાત તને સમજાવું. પ્રથમ દયાવૃત્તિને લઈએ. પરોપકારથી દયાવૃત્તિ ખીલી શકે છે. આ વૃત્તિમાં માત્ર એકજ દોષ છે, અને તે એજ કે જે મનુષ્ય પરોપકારવડે દયાવૃત્તિને રોગ્ય પ્રમાણમાં ખીલવી શકો નથી તે મનુષ્ય દયાવૃત્તિના અનુશીલનમાં કેવા પ્રકારનું ખાસ સુખ રહેલું છે તેને તે પિતે અનુભવ કરી શકતો નથી. જેઓએ દયાવૃત્તિનું અનુશીલન કર્યું છે તે સારી રીતે જાણે છે કે દયાના અનુશીલનમાં અથવા તે પરોપકારમાં એક પ્રકારનું એવું તીવ્ર સુખ રહેલું છે કે નિકૃષ્ટ વર્ગના મનુષ્ય તેની કલ્પના પણ કરી શકે નહિ. પરોપકાર કરવાથી હૃદયમાં જે સુખ થાય છે તે સુખ જગતની સર્વોત્તમ સુંદરીઓના સહવાસમાં પણ મળી શકતું નથી. વળી તેમાં બીજી ખૂબી એ છે કે એ દયાવૃત્તિને જેમ વિશેષ વિશેષ ખીલવતા જઈએ તેમ તેમ તેની સુખજનતા વધતી જાય છે. નિકૃષ્ટ વૃત્તિઓના અનુશીલનથી ગ્લાનિ ઉપજવાને જે ભય સ્વાભાવિક રીતે રહેલો હોય છે તેવો ભય તે આ દયાવૃત્તિના અનુશીલનમાં જરા સરખો પણ રહેતું નથી. તેજ પ્રમાણે અતિતૃપ્તિથી જે વિરાગ તથા દુર્બળતા ઉત્પન્ન થવાને ક્ય હોય છે તે પણ ઉષ્ટ વૃત્તિઓના અનુશીલનમાં રહેતો નથી; એટલું જ નહિ પણ ઉત્કૃષ્ટ વૃત્તિઓ જેમ જેમ વિશેષરૂપે ખીલતી જાય છે તેમ તેમ તેનું બળ અને સામર્થ વૃદ્ધિ પામતું જાય છે. તે સિવાય તેના નિયમિત અનુશીલનમાં પણ કઈ દિવસ વિન નડતું નથી. એક પેટભરો મનુષ્ય બહુ બહુ તે દિવસમાં બે વાર, ત્રણ વાર કે ચાર વાર ઠાંસી ઠાંસીને ખાઈ શકે. તેજ રીતે બીજા ઈન્દ્રિયલોલુપી મનુષ્યના ભાગની પણ અમુક હદ હોય છે; પરંતુ પોપકારી વૃત્તિ તો એવા પ્રકારની છે કે કલાકે ને કલાકે કિંવા ક્ષણે ક્ષણે તેનું અનુશીલન કરવામાં આવે તો પણ કોઈ દિવસ કંટાળે–વિરાગ કે રોગ ઉત્પન્ન થવાનો ભય રહે નહિ. જે કઈ ધારે તો છેવટે જીવનના અંતિમ સમયપર્યત તે વૃત્તિનું અનુશીલન નિભાવી શકે. અનેક મનુષ્યો મરતાં મરતાં પણ અમુક વાકથી કે અમુક ઈશારાથી લેક-કલ્યાણનાં કાર્યો કરતા જાય છે. એડીસને મરતાં મરતાં એક દુરાચારી યુવકને બેલાવીને કહ્યું હતું કે–“જે ધાર્મિક મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy