SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતવ છે તે ધર્મ અત્યારે જનસમાજના હૃદયમાં પ્રવેશ કરી શકતા નથી. જે ભય એક કાળે આપણું દેશમાં પ્રબળપણે વર્તતે હતો અને જે ભયને લીધે એક કાળે યૂપમાં પણ ધર્મના સંસ્કાર દાખલ થવા પામ્યા હતા તે પરભવને ભય આ “વીસમી સદી” એ વિજ્ઞાનનું બળ બતાવી દૂર કર્યો છે. ભેગ-વિલાસમાંજ જીવનની સાર્થકતા સમજાવનારી કાળા મુખવાળી આ વીશમી શતાબ્દિએ એક હાથમાં તપ-બંદુક અને બીજા હાથમાં કળ-કારખાનાંઓને ધારણ કરી સેંકડો શિક્ષિત-અર્ધશિક્ષિત તથા અશિક્ષિત હિંદી યુવકને ધર્મ સંસકારથી ભ્રષ્ટ કર્યો છે–પરકાળની માનીનતા એ કેવળ ભ્રમ છે એમ માનતા કરી દીધા છે. હું પણ આપણું ધર્મચર્ચામાં પરકાળને એક બાજુએજ મૂકી રાખીશ; કારણ કે જે વસ્તુ તમારા હૃદયક્ષેત્રમાં નથી તે વસ્તુ ઉપર ધર્મને પાયે નાખવામાં આવે તો તે બીલકુલ ટકી શકે નહિ. પરકાળને બાદ કરવાથી આપણું ધર્મચર્ચામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થવા પામે તેમ નથી; કેમકે આ કાળે પણ સુખને ઉપાય એકમાત્ર ધર્મ જ છે, અને પરકાળે પણ સુખનો ઉપાય ધર્મ જ છે. ટુંકામાં સુખને ઉપાય ધર્મ અને દુ:ખને ઉપાય અધર્મ એમ મેં જે કહ્યું તે જેમ આ કાળને માટે સત્ય છે તેવી જ રીતે પરકાળને માટે પણ અબાધિત સત્ય છે. આ કાળે દુઃખના નામમાત્રથી પણ સૌ કોઇ થરથરે છે, અને સુખને માટે તન-મન-ધનથી પ્રયત્ન કરે છે એટલા માટે આ કાળનાજ સુખ-દુઃખ ઉપર તારા હૃદયમાં ધર્મની સ્થાપના કરીશ તો તે સંપૂર્ણ દઢતાથી ચિરકાળને માટે ટકી રહેશે, એમાં શક નથી. આ બે કારણોને લઈને એટલે કે આ કાળ સર્વસંમત હોવાથી અને બીજું પરકાળ સર્વસંમત નહિ હોવાથી હું કેવળ આ કાળ ઉપરજ ધર્મને પાયો નાખવા માગું છું. પરંતુ “સ્થાયી સુખ કેને કહેવાય ?” એવો પ્રશ્ન જ્યારે રજુ કરવામાં આવે ત્યારે તે મારે કહેવું જોઈએ કે અનંતકાળપર્યત ટકી રહેનારું જે સુખ–આ કાળ અને પરકાળ ( શરીર પડ્યા પછી સમય) એમ ઉભયકાળમાં વ્યાપી રહેનારું જે સુખ તેજ “ સ્થાયી સુખ” કહેવાય. એ સિવાય એક બીજો ઉત્તર પણ છે. શિષ્ય –આપને બીજે ઉત્તર પાછળથી સાંભળીશ. અત્યારે એક વાતને નિર્ણય થઈ જવો જોઈએ. ક્ષણભરને માટે પરકાળને સ્વીકાર કરવામાં મને હરકત નથી; પરંતુ હું જાણવા માગું છું કે જે સુખ આ કાળે પ્રાપ્ત થાય તે જ સુખ શું પરકાળે પણ પ્રાપ્ત થઈ શકે ખરૂં ? તેવી જ રીતે જે દુઃખ આ કાળે પ્રાપ્ત થાય તેજ દુઃખ શું પરકાને પણ પ્રાપ્ત થઈ શકે ખરૂં? આપે કહ્યું કે “જે સુખ આ કાળ અને પરકાળ એમ ઉભયકાળ વ્યાપ્ત હોય તેજ સાચું સુખ કહેવાય.” એક * @િi દિ માનુ ઢો દ્રિવતિ ક્રમના-શ્રીમદ્દ ભગવદ્દગીતા ૪-૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034498
Book TitleDharmtattva
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy