________________
[ ૮૬ ]
ધર્મ જાસુ અકબર. રાજપૂતાણું છું અને ભાગ્યવશાત્ બાદશાહ અકબરના જનાનખાનામાંની બેગમ બનવા પામી છું. હારા જેવું કંઈ પણ કામ, હેય તે ફાતમાને કહેશે એટલે તે હવે સત્વર સંદેશ પહોંચાડશે.”
બડુ સારૂં, પધારજો.” ચંપાએ વિવેક દર્શાવ્યું.
અલ્પ સમયમાં જ બેગમ આવી હતી તે રસ્તે થઈને ઝપાટાબંધ ચાલી ગઈ. દાદર પાસે પહોંચતાની સાથે જ બેગમે ધીમે સ્વરે બમ પાડી. “કાતમા ! ઓ ફાતમા !”
“જી હજૂર” કરતી ફાતમા અલ્પ સમયમાં જ બહાર આવી.
બેગમ અને ફાતમા ઝટઝટ દાદર ઊતરતાં પ્રવેશ દ્વાર પાસે આવી પહોંચ્યા પછી બેગમે ફાતમાના હાથમાં દસ સેનામેહરે મૂકતાં કહ્યું કે “જે, તે વણિક કન્યા હિન્દુ ધમી છે. તેના જેવી પવિત્ર સાધ્વીના શિર ઉપર અહીં કેઈ પણ પ્રકારનું સંકટ આવી ન પડે તેની ખાસ સંભાળ રાખજે.” એટલું કહીને બેગમ પ્રવેશદ્વારની બહાર નીકળી પડી. પ્રવેશ દ્વાર બંધ થયું.
પ્રકરણ ૧૨ મું,
એકાન્તવાસમાં આપતિ દર્શન भवान्त नम्रास्तरवः फलोद्गमैनवाम्बुभिभूरि विलम्बिनो घनाः। अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम्।।
મર્ચુરિ ભાવાર્થ-ફળ આવવાથી વૃક્ષો નમી જાય છે, નવાં જળથી મેઘ નમી જાય છે, તેમ સમૃદ્ધિથી સત્પષે પણ નમ્ર બને છે. કારણકે પરોપકારીઓને એ સ્વભાવ જ છે.
પદ્માના ગયા પછી ચંપા હામેની બારી પાસે ખુરસી પર બેઠી બેઠી કંઈક વિચાર કરવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com