________________
માનવમન.
[ ૯૭ ] પદ્માનું મન અસ્વસ્થ થયું, ત્યારે તેની માનસિક અસ્વસ્થતા તેના શરીર વ્યાપારમાં તત્કાળ પ્રતિષિચ્છિત થઇ. તે અનેક વખત પેાતાના આસન પરથી ઉભી થઇ. અનેક વખત તે ખારીમાં જઇને ઉભી રહી. જુલેખાને વિલખ શાથી થયા, એજ વિચાર તેના મનમાં એક સરખી રીતે ધુમવા લાગ્યા. અંતે તે કંટાળીને પેાતાના પલંગ પર જઈ પડી.
પરંતુ શય્યાના સ્પર્શ થતાંની સાથેજ તેના મનમાં એક ૪૫ના ઉદ્ભવી. તે તરતજ ચમકીને બેઠી થઇ. અને વિચારવા લાગી કે ખાદશાહ કદાચ કઈ જરૂરી કામમાં ગુંથાયા હશે, જેથી દિવાનખાનાના પહેરેગીરે જુલેખાને અંદર જવા દીધીજ નહિ હાય ! કદાચ તે દિવાનખાનાના દ્વાર પાસે રાહ જોઇને પણ એસી રહી કાં ન હેાય ! હવે તેણે પોતેજ બાદશાહ પાસે જવાને પાતાના મનમાં દૃઢ નિશ્ચય કર્યો.
અધીર મનુષ્યના મનમાં કઇ કલ્પના ઉદ્ભવતાની સાથે જ તે તેના અમલ કરે છે. તે પ્રમાણે ખાદશાહને જાતેજ જઇને મળવાના વિચાર ઉદ્ભવતાંની સાથેજ પન્ના પેાતાના વસ્ત્રો બદલીને બહાર નીકળી પડી.
""
પદ્મા ઉતાવળે પગે જનાનખાનાની બહાર નીકળી‘પડી. તેનુ મન અત્યારે બાદશાહુમાંજ મગ્ન થઇ ગયું હતું; પરં તુ પદ્મા ગ્રંથસ ંગ્રહાલયની પાછળ થઇને ખાસ દિવાનખાના તરફ જતી હતી, એટલામાં તેના કરૢ પર ધ્વનિ આવ્યે કે— “ એટલે ? પિતાશ્રી કુરાનની આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા નથી કે શું ? આ વાકય સાંભળતાંની સાથેજ પદ્માની ખાત્રી થઈ કે શાહજાદા સલીમ ગ્રંથસંગ્રહાલયમાં કાઇની સાથે વાતચિત ક રતા બેઠા છે. અકખરનુ વલણ કયા ધર્મ પ્રત્યે વિશેષ છે, હિંદુધર્મ પ્રત્યેની લાગણી તેની કેટલા અંશે સાચી છે, વગેરે પ્રશ્નો પદ્માના અંતમાં નિર ંતર એક · સરખી રીતે ગાળાતા હૈાવાથી “ એટલે ? પિતાશ્રી કુરાનની આજ્ઞા પ્રત્યે શ્રધ્ધા ધરાવતા નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com