________________
प्रस्तावना.
ik
બૌદ્ધ ધર્મના ઇતિહાસને અનુલક્ષી “ ચક્રવર્તી રોક ” મે પ્રકટ કર્યો ત્યારે મારા કેટલાક મિત્રોની પ્રેરણા તેવી જ એક જૈન ઇતિહાસને લગતી નવલકથા મારા હાથેલખાએલી જોવાની થઇ. જોકે અદ્યાપિ પર્યંત જૈન સાહિત્યમાં ઉંડા ઉતરવાની તક મ્હને મળી નહેાતી, પરંતુ મ્હારા મિત્રાના પ્રોત્સાહક પત્રાએ મ્યુને જૈન સાહિત્યમાં ઊંડા ઉતરવા માટે પ્રેર્યાં અને સુભાગ્યે તે જ અરસામાં ‘જૈનપત્ર’ ના તંત્રી શ્રીયુત્ દેવચંદભાના પરિચય પણ તે અનાયાસે પ્રાપ્ત થયા. તેના પરીણામે તિ હીરવિજયસૂરિજીના સંબંધમાં કેટલીક અગત્યની માહિતી મળતાં, અને ‘કૃપારસાપ’ ‘કાવ્યમહાદધિ’ વગેરે ગ્રંથા પ્રાપ્ત થતાં આ વાર્તા લખવાને મારૂં અંતઃકરણ પ્રેરાયું.
આ નવલકથા લખાઇને તૈયાર થયા પછી પશુ કેટલાક ખાસ કારણથી તેને ચાર વર્ષ સુધી પ્રસિદ્ધ કરવાનું ન બની શક્યું. સુભાગ્યે તેટલું મોડું થવાથી ફરીને એવાર આખુ લખાણ તપાસી જવાના મ્તને વખત મળ્યા. આમ થવાથી તે દરમિયાન મને વધારે અનુભવ મેળવવાની તક પ્રાપ્ત થતાં, મ્હને જે ગ્રંથકારા અને વિચારકાની મદદ મળી છે તે સર્વના આભાર માનવાની આ તક લઈ છું.
ખાશાહ અકબર ફતેહપુર સિક્રિમાં રહેતા હતા તે સમયને ઇતિહાસ આ નવલકથામાં લેવાયા છે. બાદશાહ અકબરના ખે શાહજાદા સિક્રિમાં જન્મ્યા હેવાથી સિગ્નિ તેને બહુ પ્રિય હતું. ઇ. સ. ૧૫૦૦ માં અકબરે સિક્રિની નજીકમાં એક નવું શહેર વસાવ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com