________________
કાળજી રાખવામાં આવે છે, અને તેજ હેતુથી મી. રાવળ, જૈન સાહિત્યમાં પ્રથમ પ્રવેશ કરતા હોવાથી તેમણે વાંચેલા રાસાઓ કે તેવા કાવ્યથેના અલંકાને ઓપ ચઢાવાઈ જતે જોઈ નિરૂપાયે મારે કેટલેક સ્થળે તેવી સહરાગતને છોડી દેવા ફરજ પડી છે, અને જેમ બને તેમ વાસ્તવિક ઈતિહાસના આધારે વધારા-ઘટાર કરવા પડ્યા છે. મુળ લેખક તેમ કરવામાં મને સહમત થયા તે માટે આ સ્થળે સંતોષની નોંધ લઉં છું.
આચાર્યશ્રી હીરવિજયસૂરિના જીવનવૃત્ત સાથે કેટલાક અભૂત ચમત્કારના દાખલા જોડાયેલા સંભળાય છે; પરંતુ એક યોગી પુરૂષને ચમત્કારમાં રસ હોય તે વાત મને લાક્ષણકને બદલે પ્રેમભકિતના અલંકાર જેવી લાગે છે. એટલું ખરું છે કે એવા સમર્થ ત્યાગી પુરૂષના
ગબળ તપોબળજ્ઞાનબળ અને આત્મશક્તિના તેજમાં વચનસિદ્ધિ સામાન્ય હોય છે, એટલે આવા પ્રસંગે સ્વાભાવિક સિદ્ધિજન્ય હોવાની કલ્પના થઈ શકે. આટલા ઉપરથી બાદશાહના પ્રથમ સમાગમ સમયે સુરિજીથી અચાનક બાદશાહનું રક્ષણ થવાની ઘટનાને જાળવી રાખી છે. જોકે ઇતિહાસરસિ પાસેથી તેને માટે જોઈતા પ્રમાણે મળી શક્યાં નથી છતાં આ એક ગપ્રભાવનું સ્વાભાવિક ફળ હોય તે બનવાજોગ છે. કેમકે સૂરિજીના સ્વર્ગવાસ પછી તેમના અગ્નિસંસ્કારના સ્થાને કઋતુએ આંબા ફળ્યાની વાત મુરલીમ લેખકથી તેમજ સામાન્ય દેશના ઐતિહાસિક ગ્રંથોમાંથી પણ મળે છે, એટલે એવા સમર્થ યોગી પુરૂષની 'ચરણસિદ્ધિ કે વચનસિદ્ધિના પ્રસંગે આવી ઘટના બની જાય, તે છેક અસંભવિત કહી શકાય નહિ.
આ નવલકથા ચાર વર્ષ અગાઉ ભેટ માટે લખાવી રાખી હતી, પરંતુ અકબરના પૂર્વ જીવનને પ્રથમ પરિચય થાય તે દુરસ્ત ધારી તેના પ્રાથમિક જીવનમાં તેણે કરેલાં આક્રમણે અને તે સામે રાણા પ્રતાપે દર્શાવેલ અડગ શૌર્ય તથા જગડુશાની દેશભક્તિને ઇતિહાસ ગયા વર્ષે આપવા પછી આ ગ્રંથને બહાર મુકી શકાય છે. જોકે આ રીતે સ્વાભાવિક વિલંબ થવાથી તે દરમિયાન ઈતિહાસરસિક મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી તરફથી સૂરીશ્વર અને સમ્રાટને ગ્રંથ પ્રકટ થતાં ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com