________________
યતિ હીરવિજયસૂરિ. [૫૧] બોરસદમાં હતા, ત્યારે કર્ણષિના ચેલા જગમાલવષિએ તેમની પાસે એવી ફરીઆદ કરી કે “મહારા ગુરૂ હને પિથી આપતા નથી તે તે અપાવે.' સૂરિજીએ કહ્યું. “ હારામાં લાયકાત નહિ હોય તેથી તે ત્વને પોથી નહિ આપતા હોય. તે માટે તકરાર કરવાથી શું ફાયદે?” આ પ્રમાણે હમજાવવા છતાં પણ જ્યારે તે નજ સમયે ત્યારે તેને ગચ્છ બહાર કરવામાં આવ્યું. જગમાલ પિતાના શિષ્ય લહુઆઋષિને લઈને પેટલાદના હાકેમ પાસે ગયા અને ત્યાં જઈને કેટલીક બનાવટી વાત કહી. હાકેમ ચિડાય અને તેને સૂરિજીને પકડી લાવવા માટે કેટલાક સિપાઈઓ જગમાલની સાથે મેકલ્યા. જેમને લઈને તે બોરસદ આવ્યું. પરંતુ કાર્યસિદ્ધિ ન થઈ. અર્થાત સૂરિજી તે ત્યાં હતાજ નહિ. પરંતુ જ્યારે ત્યાંના શ્રાવકને આ બાબતની ખબર પડી ત્યારે તેમણે તે સિપાઈએને દામ નીતિથી સમજાવ્યા એટલે તેઓ ફરી બેઠા ને જગમાલને મનમૂકીને તેમણે સહાય આપી નહિ. પિતાના હાયક બુટવાથી જગમાલનું કંઈ ચાલ્યું નહિ. તેને નિરાશા મળી. સૂરિજી ત્યારપછી ખંભાત ગયા અને ત્યાં પ્રગટપણે વિહાર કરવા લાગ્યા.
આવા આવા અનેક ઉપદ્ર આચાર્ય શ્રી હીરવિજયસૂરિજીએ અનુભવ્યા હતા. છતાં પણ તે કશાની લેશમાત્ર પણ પરવા નહિ કરતાં તેઓ પોતાનું ઉપદેશ આપવાનું કર્તવ્ય અળગું કરતા નહોતા. તેઓ સર્વત્ર ઉપદેશ આપતા અટન કરતા હતા. સં. ૧૯૩૭ માં સૂરિજી ખંભાતમાં આવ્યા હતા અને ત્યાં માસું રહ્યા હતા. અહિંના સંઘવી ઉદયકરણે સં. ૧૬૩૮ માં શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા પણ સૂરિજીના હાથેજ કરાવી હતી. અને હિથી સૂરિજી ગાંધાર ગયા હતા, જ્યાંથી તેમને પ્રવાસ તેહપુરને નિશ્ચિત થયું હતું તે અગાઉ જેવાઈ ગયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com