________________
વતિ હીરવિજ્યસૂરિ. [૫] અમદાવાદના આગેવાને આ નિર્ણયથી આનંદ દર્શાવતા સો વિદાય થયા.
પ્રકરણ ૭ મું.
ચતિ હિરવિજયસૂરિ. મારવાડમાં શ્રીમાલનગર એવું ધનાઢ્ય અને આબાદ શહેર હતું કે જ્યાં કેડસમૃદ્ધિ ધરાવનારજ નિવાસ કરી શકતે. પ્રત્યેક કટિધ્વજ પોતાના ગૃહમંદિર પર એક ધ્વજા રાખતે. હતું. આ નગરમાં કેટલાક સમય પૂર્વે હડ અને રાહડ નામના બે ભાઈઓ રહેતા હતા. બન્ને કેટિધ્વજ હતા, પરંતુ સમય જતાં હડ પાસે નવાણુલાખ રૂપિઆ રહ્યા. હવે તેના મનમાં ચિન્તા થવા લાગી કે નગર છેડીને બહાર રહેવા જવું પડશે અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચશે. આથી તેણે પોતાના મનમાં એવો નિશ્ચય કર્યો કે પિતાના બાઈ રેહડ પાસેથી એક લાખ રૂપિઆ ઉછીના તરીકે લઈ આવીને પણ પોતાની પ્રતિછાનું રક્ષણ કરવું. આ ઉપરથી હડ પોતાના ભાઈ રાહડ પાસે ગયો અને તેને જણાવ્યું કે જે તે તેને એક લાખ રૂપિઆ ઉછીના આપે તે પિતાની પ્રતિષ્ઠા સચવાય અને તેની સાથે નગરમાં પણ રહી શકાય. પરંતુ રાહડે ઓહડની માગણને અસ્વીકાર કર્યો અને તેને જણાવ્યું કે જો તે નગરમાં નહિ રહે તો શ્રીમાલનગર કંઈ પડી ભાંગવાનું નહોતું. પોતાના બંધુનાં આવા અપમાનકારક અને તિરસ્કારસૂચક શબ્દ સાંભળીને એહડને બહુ માઠું લાગ્યું. તે નિરાશ વદને પોતાની દુકાને પાછો ફર્યો અને હતાશ હૃદયે પિતાની વર્તમાન સ્થિતિ બદલ ચિન્તા કરવા લાગે.
વાત એમ બની કે જ્યારે એહડની આવી સ્થિતિ થઈ તેજ ક્ષણે શ્રીમાલનગરમાં પણ એક જાણવાજોગ બનાવ બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com