________________
[૧૯] ધર્મ જીજ્ઞાસુ અકબર. સામ્રાટના ધર્મપ્રેમને પિષવાને મારા શિષ્ય શાંતિચંદ્રજીને અહીં મુક્ત જઈશ, ને બનતા સુધી ગુજરાતમાં જવા પછી મારા ટધર શિષ્ય વિજયસેનસૂરિને પણ બનશે તે આ તરફ મોકલવાનું કરીશ” આટલો ખુલાસે અબુલફઝલને કરવા પછી આચાર્યશ્રીએ અકબરને કહ્યું. “રાજન, આ વાતથી આપને પણ સંતોષ થશે અને હાલ ત્રણ માસ એટલે વખત અત્રે રહેવાનું બનશે તે દરમિયાન વિશેષ ધર્મચર્ચા થશે, એટલે હવે આપ વિશેષ આગ્રહ છેડી દેશે તેમ ઈચ્છું છું.”
અકબરે આ ગઠવણથી સતિષ પામતાં અબુલફઝલને પૂછયું. “પણ વારૂ અબુલફઝલ, આવતી કાલે સૂરિ મહારાજને “જગદ ગુરૂ” નું પદ આપવાને દરબાર ભરવા માટે સઘળી તૈયારી થઈ છે કે ?”
“જી, હા. ગઈ રાત્રે રાજા માનસિંહ તેમજ બીરબલ મને મળ્યા હતા ત્યારે તેઓ તે માટે તૈયારીમાં છે તેમ કહેતા હતા.” અબુલફઝલે ખુલાસે કર્યો.
“મહારાજ, આવતી કાલે સવારના આપના અનેક ગુણાનો પ્રજાને પરીચય કરાવવા દરબાર ભરવાને છે, તેમાં આપના શિષ્યવૃંદ સાથે વેળાસર પધારવા કૃપા કરશે.” અકબરે સૂરિજીને આમંત્રણ કરતાં કહ્યું,
“ રાજન, તમે મારા પ્રત્યેના પ્રેમથી મને જે માન આપવા ધારે છે તે માટે હું લાયક નથી. જગત પ્રત્યે મૈત્રીભાવના રાખીને પ્રાણી માત્રનું હિત ઈચ્છવું તે અમારો કર્તવ્ય ધર્મ છે; પણ તેથી આપ જે માન આપવાની વાત કરે છો તે અમારી ફરજમાં અભિમાનનું બીજ રોપવા જેવું છે. આવા માનથી મેહ, મમત્વ અને હું પદ વધવાને સંભવ રહે છે; માટે આ વિચારને બંધ રાખવા મારો આગ્રહ છે.”
વિજયસૂરિએ દરબાર ભરવાની હકીકત જાણું કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com