________________
અકબરની જીવદયા.
[૧૬] વળી ડામરના તળાવની હિંસા બંધ થાય તથા મારી હકુમતમાં લોકે જીવહિંસા ન કરે તેવા ફરમાન અત્યારે જ કાઢવાની જરૂર લાગે છે. માટે પહેલાં તે કામ તમે હાથમાં લે. મારી પ્રજાને અનાજની ખોટ નથી. એક રૂપીયામાં અગીયાર હજાર તોલા બાજરી અને સાડા આઠસે તોલા ઘી મળે છે. દૂધ તે એક કડામાં એક શેર વેચાય છે, તે પછી જીભની લાલચ, કે મનના શેખને ખાતર બીજાને પ્રાણ હરી લેવાય તે મને બીનજરૂરી લાગે છે. માટે તેવી હિંસા સત્વર બંધ થવી જોઈએ” અકબરે અબુલફઝલને ફરમાવ્યું.
અબુલક્ઝલે ત્યાંજ અહિંસાનું ફરમાન બાદશાહની આજ્ઞા પ્રમાણે લખવું શરૂ કર્યું. તેમાં હાલના અને ભવિષ્યના હાકેમ, જાગીરદારે, કરેડી અને સુબા તથા મુસદ્દીઓને અનુલક્ષીને ગાય, ભેંસ, આખલા તથા પાડાને બીલકુલ ન મારવા તથા વર્ષના લગભગ ઘણા દિવસે સુધી હિંસા બંધ કરવાને ફરમાન લખી તેના ઉપર મહોરછાપ નાખી. અને તેની પાંચ નકલે કરાવી એક ગુજરાત અને સેરઠમાં, બીજી દીલ્હી ફતેહપુર જીલ્લા માટે, ત્રીજી અજમેર નાગપુર, ચેથી માળવા અને દક્ષિણ તથા પાંચમી લાહોર અને મુલતાન તરફ મોકલવા ફરમાવ્યું. તથા મુળ લેખ થાનસિંહ મારફત સૂરીજીને માન પૂર્વક પહોંચાડવા જણાવ્યું.
હવે બાદશાહે હીરવિજયજી સૂરીને ઉદ્દેશીને નમ્ર ભાવે કહ્યું:–“મહારાજ, આપના બેધથી મારા હૃદયને ભાર ઓછા થઈ ગયા છે. આપના આવા અનેક ઉપકારના બદલામાં હું આપને માટે કંઈ કરી શકતો નથી. મારું અન્ન પણ આપ સ્વીકારી શક્તા નથી, પરંતુ આપ જ્ઞાનના સાગર છે અને જ્ઞાન એ આપને સાથી છે, તે મારા પાસે પદ્મસુંદર નામના એક યતિ પાસેથી મળેલ જ્ઞાનભંડાર સાચવી રાખેલ છે તે આપ સ્વીકારશે, તે મારા મનને આનંદ થશે.”
15 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com