________________
કમળાની કટી.
[૧૯૫] કમળાથી હવે રહેવાઈ શકયું નહિ. તેથી વચ્ચે બેલી ઉઠી. “ વારૂ! પણ અમરસિંહજી, અકબરને ઘાત કરવાથી રાજસત્તા તમારા હાથમાં આવી જશે તેની કંઈ ખાત્રી કરી છે? શાહજાદા સલીમ પિતાને વારસા હક્ક તમને સહેલાઈથી આપી દેશે તેમ શું તમે માને છે? શાહનશાહના સરદારે, લશ્કરી બળ અને રાજવહીવટને તેમના નાશથી ચપટીમાં પકડી લેવાશે તેમ તમે શા હિસાબે કહી શકે છે? ભલે અકબર હિંદુ ધર્મ પ્રત્યે માન આપવાને ડોળ કરતો હોય, પણ અત્યારે તેના તે ઓળથી રંજાડ ઓછી થતી જાય છે. આચાર્યશ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી જજીઆવે બંધ કરીને તેમણે વર્ષોના વર્ષોથી પડતી હાડમારી દૂર કરી છે અને તેથી વિના કારણ અધિકારીઓને થતો ત્રાસ અટકે છે. તેણે સિકિમાં રંજાડનાર સ્વારેને મેદની વચ્ચે સજા કરીને જુલ્મ ઉપર દાબ બેસાડ્યો છે. એ સર્વે વાત તમે ધ્યાનમાં લીધી છે? માને કે આપણે અકબરને નાશ કરીએ, તે આ ત્રાસ વર્તાવી રહેલા અધિકારીઓ પાછા એના એ થવાથી ઉલટું બકરું કાઢતાં ઊંટ નહિ પેસે તેની ખાત્રી શું ?”
અમરસિંહ આ લંબાણ ભાષણથી ગુંચવાયે. તેને લાગ્યું કે શાનશાહી તખ્તલેવું તે છોકરાની રમત નથી. તેમ અકબરને નાશ કરવાથી બીજી સત્તા ન પ્રગટે તેમ પણ કહી શકાય નહિ. પરંતુ અત્યારે તેને હેતુ વાસ્તવિક રક્ષણ શોધવાને નહે. એક વખત રાજપુત પ્રજાના રક્ષણ માટે સુખ-સંપતિ અને પ્રાણનું પણ બળીદાન આપવાને તૈયાર થયેલ અમરસિંહ અત્યારે કમળાને મેળવવાને ઘેલે થયો હતે. એટલે કમળાના હાથે પિતાની આશાને કિલે પડી જતે જોઈ તેને બહુ દુઃખ થયું. કમળાની દલીલ વિચારવા જતાં પતે બાજી જ હારી જાય છે તેમ લાગ્યું, તેથી તેણે આવેશથી જણાવ્યું કે “કમળાના વિચારમાં દેખાતી નિર્મળતા ક્ષાત્રતેજને પાલવી શકે નહિ, કમળા થડા વખત અકબરના રાજભવનમાં રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com