________________
કાછને કાળ.
[૧૨] વર્તવાથી હું શું પૂણ્યપ્રાપ્તિ કરી શકવાની છું ? બસ, હવે તે તેમની દ્રષ્ટિએ પણ ન પડવું, તેમની મૂર્તિનું નિરંતર ધ્યાન ધરવું, તેમના ગુણોનું ચિત્વન કર્યા કરવું, અને તેમનામય બની જવું એજ હારા માટે કર્તવ્ય ધર્મ છે.”
આટલું બોલીને પડ્યા જે માગે થઈને આવી હતી તે માગે થઈને ઝનાનખાનામાં ચાલી ગઈ.
પ્રકરણ ૨૦ મું.
કાજીને કાળ બાદશાહ અકબરને વિનાશ કરવા માટે ઉઘુક્ત થયેલા ગફને કારાગૃહમાં પૂરવામાં આવ્યા હતા. જ્યારે તેને કેદ કરવામાં આવ્યો, ત્યારે તેણે ન્હાશી છુટવાને કઈ પણ પ્રકારને પ્રયત્ન કર્યો હતો. તેને ઘણા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, પરંતુ તેણે એક પણ પ્રશ્નને સંતોષકારક ઉત્તર આપે નહિ. બાદશાહને મારવા માટે તું કે ના હુકમથી ગયું હતું?” એ પ્રશ્ન અધિકારીઓએ તેને કર્યો ત્યારે તેણે મનજ ધારણ કર્યું. સામદામ ભેદ અને અંતે દંડને ઉપગ પણ અધિકારીઓ કરી ચુક્યા. પરંતુ તેમાં તેમને નિરાશા સિવાય બીજું કંઈજ પ્રાપ્ત થયું નહિ. તેણે કારાગૃહમાં આનંદથી પ્રવેશ કર્યો એટલું જ નહિ પરંતુ જ્યારે દરેગે તેને ખાવાનું આપી ગયો, ત્યારે તેણે આનંદિત મુખમુદ્રાથી ખાધું અને પાણી પીને લાંબે થઈને સૂતે, ત્યારપછી તે ઘસઘસાટ નિદ્રા લેવા લાગ્યો.
જેમ જેમ સમય વ્યતીત થવા લાગ્યો તેમ તેમ ગફુરનું ચિત્ત અસ્વસ્થ બનવા લાગ્યું. તેને પોતાની ખરી સ્થિતિનું ભાન થવા લાગ્યું. પોતાને શિક્ષા થવાને વખત સમીપ આવી લાગ્યો હોવાથી જેમ જેમ વખત વીતવા લાગ્યા તેમ તેમ ગકરનું અંતઃકરણ ભયભીત થવા લાગ્યું તે સ્વગત બોલવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com