SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૫ મુ “ફરજ બજાવે ફાંકડા, વેડી તડકે તાપ, વેઠી દુખ વિરેાધના, નિંદા સહી અમાપ; ઈનામ આવા કામના, દુખ કષ્ટ પરિતાપ, જવાબદારી બેવડી, વધે શિરે સંતાપ. સિહાજીએ દાદાજીની સેવાની કદર કરી અને એની શક્તિ અને વ્યવસ્થા જોઈ બિજાપુર દરબાર તરફથી પિતાને ઈન્દાપુર અને બારામતી તાલુકા મળ્યા હતા તે બન્ને સુવ્યવસ્થા અને આબાદી માટે દાદાજીને હવાલે કરવામાં આવ્યા. પિતાની સેવાની કદર કરનાર માલીક પિતાને મળ્યો છે તેથી દાદાજીને હર હંમેશ સંતોષ રહે અને આવા માલીકની સેવા કરી તેને સંતોષ આપવામાં જ પ્રભુ રાજી રહેશે એમ એમને લાગતું. સિહાજી જે કદરદાન માલીક અને દાદાજી જે નિમકહલાલ સેવક એ જેડી તે અલૌકિક હતી. પોતાના માલીકની મહેરબાનીનો આ પ્રસાદ છે એમ માની બહુ આનંદ અને ઉમંગથી સિહાજીએ વ્યવસ્થા માટે આપેલા આ નવા તાલુકાની વ્યવસ્થા કરવાની જવાબદારી દાદાજીએ સ્વીકારી. આ તાલુકાની જમીન પૂના અને સૂપાની જમીન કરતાં વધારે રસાળ અને ફળદ્રુપ હતી. જમીન કાળી હતી. તે વખતે ત્યાં ખેતી માટે નહેરની સગવડ ન હતી. આવકની બચતમાંથી ફળાઉ ઝાડની વાડીઓ તૈયાર કરાવી ઉપજ વધારવા તરફ દાદાજીની નજર ડી. આવક અને ફળદ્રુપતાને વિચાર કરી તથા જમીનને શું ભાવશે તેને અખતરે અજમાવી દાદાજીએ આંબાનાં સંખ્યાબંધ ઝાડ રોપાવ્યાં. પૂના અને શિરવળની વચ્ચે ઘણુ આંબાવાડિયાં તૈયાર કરાવ્યાં અને ત્યાં એક નાનું ગામ વસાવી તેને પિતાના માલીક સિંહજીના દીકરા શિવાજીનું નામ આપ્યું. આજે પણ એ ગામ “શિવપુર”ને નામે ઓળખાય છે. કરકસર, કાબેલિયત, યોજના શક્તિ, સામા પાસેથી કામ લેવાની હિકમત, કામ વખતે ધાક બતાવી હંમેશ પ્રજા ઉપર મીઠી નજર રાખવાનો ગુણ, ઉમંગ, હસ, હિંમત, હોશિયારી વગેરે સદગુણે દાદાજીમાં હતા પણ આ સર્વે ગુણોને શોભાવે એવું પ્રમાણિકપણું આ સ્વામિનિ દાદાજીની રગેરગમાં ભરેલું હતું. એના પ્રમાણિકપણાની એક વાત જાણીતી છે. પિતાના માલીકની જમીનમાં તેમણે પૂના અને શિરવળની વચ્ચેના ભાગમાં જે આંબાવાડિયાં બનાવ્યાં હતાં તેને માટે એમણે નિયમો પણ ઘડ્યા હતા. આ કુશળ કારભારી નાની નાની બાબતમાં પણ બહુ ચેકસ હતે. આંબાવાડિયામાં જવાબદાર રખેવાળ મવામાં આવ્યા હતા અને એ રખેવાળ ઉપર પણ સખત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી હતી. “વાડીના રખેવાળની પરવાનગી સિવાય વાડીમાંનાં કાઈપણ ઝાડના ફળ ફૂલ કે પાંદડું પણ કોઈએ તેવું નહિ અને એ નિયમ તેડનાર સજાને પાત્ર થશે.” ફક્ત કાગળિયે સુંદર દેખાવ કરી. કાગળિયા ઉપર જ સુવ્યવસ્થા બતાવવાની કળા તે વખતે હાલના જેવી ખીલી નહતી. તે જમાનામાં તે ધાણ થત તો એ લખાતું નહિ અને વળી ભાગ જોગે કંઈ લખાતું ત્યારે જુજ લખાતું. આંબાવાડિયા માટે નિયમ ઘડાયા હતા અને તે પ્રમાણે દાદાજીએ અમલ પણ કર્યો હતો. એક દિવસે ઉનાળાની મેસમમાં શિવપુરના આંબાવાડિયામાં ફરતાં તડકે ચડી ગયો હતો. દાદાજી વાડીની દેખરેખ અને તપાસના કામથી તદન થાકી ગયા હતા. પુષ્કળ ફરવાથી અને થાકથી એમને ખૂબ તરસ લાગી હતી. આવી સ્થિતિમાં એમની નજર આંબાના ઝાડ ઉપરની એક સુંદર સાખ ઉપર પડી. એમણે તુરત જ એ કરી પિતાને હાથે રખેવાળને પૂછડ્યા વગર તેડી લીધી. ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલા દાદાજીએ સાખને ચીરીને ખાધી. બધું પતી ગયા પછી બહુ મેડા શાન્ત ચિત્તે બેઠા હતા ત્યારે તેમને આ કરીને ખ્યાલ આવ્યું અને તરત જ એમને લાગ્યું કે એમનું પેલી કેરી તેડીને ખાવાનું કૃત્ય એ એક પ્રકારની ચોરી અથવા અપ્રમાણિકપણું હતું. આ કૃત્ય માટે દાદાજીને ભારે પશ્ચાત્તાપ થયો. એમના મોં ઉપર ગ્લાનિ છવાઈ. આ પ્રમાણિક કારભારીને લાગ્યું કે એણે સ્વામિદ્રોહ કર્યો છે. પાપ કર્યું છે, ચેરી કરી છે. આ કૃત્યથી એની કીર્તિને કલંક લાગ્યું છે. અંતઃકરણ એને કંપવા લાગ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy