SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [પ્રકરણ ૫ મું પ્રકરણ ૫ મું ૧. દાદાજી કેન્ડદેવ. ૪. હિંદવી સ્વરાજ્યનાં બી વાવવા માટે જમીન ૨, જીજાબાઈ તેયાર થઈ ૫. શિવાજીનાં શુભ લગ્ન, ૩. શિવાજીનું બચપણ અને શિક્ષણ ૧. શિવાજી રાજા બિજાપુરમાં. ૭. વિરોધનું મંડાણ. ૧. દાદાજી કેન્ડદેવ. દાદાજી કેન્ડદેવ પૂના જિલ્લાના મલઠણ ગામમાં જન્મ્યો હતો (ન્યા. રાનડે પા. ૬૩). તે નાતે દેશસ્થ દક્ષિણી બ્રાહ્મણ હતા. દક્ષિણી બ્રાહ્મણોમાં પેટા નાત ચાર છે. ૧. દેશસ્થ. ૨. કાંકણસ્થ અથવા ચિત્તપાવન સે કહાડા. ૪ દેવરૂખા. હવે આ ચારે નાત વચ્ચે બેટી વેહવાર પણ થાય છે. એ મલઠણને કુલકર્ણી હતો. કેટલાએક એમ પણ જણાવે છે કે એ પૂનાથી આસરે ૩ માઈલ દુર હિંગણે બુઝરગને કુલકણી હતી. એને જમીન મહેસુલની બાબતને બહુ સારો અનુભવ હતો અને તે એટલે સુધી કે તે એ બાબતમાં એક ગણાતે. એક જ ખાતામાં લાંબા વખત સુધી કરી કરીને એણે જમીન મહેસુલની બાબતમાં સારો અનુભવ અને જ્ઞાન મેળવ્યાં હતાં. સિહાજીએ પૂના અને સુપા તાલુકાની જાગીર, વ્યવસ્થા કરવા માટે આ કારભારીને સોંપી હતી ત્યારે તેની આવક તદન ઘટી ગયેલી હતી. પૂના અને સૂપા આવકની બાબતમાં તદ્દન ભાંગી પડ્યા હતા. આવી સ્થિતિમાં કારભાર કરવા માટે આ જાગીર દાદાજીને સોંપવામાં આવી અને આ આવકમાંથી જીજાબાઈ અને શિવાજીને ખર્ચ નિભાવવાના હતા. આ આવક ખરચના પ્રમાણમાં તદન નજીવી હતી છતાં દાદાજી હિંમતબાજ હતું. તેને આ નાની જાગીર માલીકે કારભાર માટે સેંપી અને તેમાં જીજાબાઈનું ખરચ નિભાવવાનું કહ્યું તેથી નારાજ કે નાહિંમત ન થયો પણ પિતાની અહેશિયારીથી આ જાગીરને આબાદ કરવાનો તેને નિશ્ચય કર્યો. સિંહાજીની જાગીરના દાદાજીના કબજાના ગામોની જમીનમાં વસાહત વધારવા માટે અને નવી વસાહત કરવા માટે એણે ડુંગર અને ડુંગરીઓમાંથી ખેડૂતોને બોલાવ્યા અને કેટલાકને વગરે સાથે જમીન ખેડવા આપીને અને કેટલાકને બહુ જ ઓછા દરે એટલે નામના જૂજ દર લઈને જમીન ખેડવા આપીને એમનું ધ્યાન આ ગામ તરફ ખેંચ્યું. નવા ખેડૂતો સાથે દાદાજીએ લલચાવનારી નીચે પ્રમાણેની સરતે કરી. ૧ લે વરસે ખાતા દીઠ રૂ. ૧-૦-૦ ૪ થે વરસે ખાતા દીઠ રૂ. ૯-૦-૦ ૨ જે વરસે રૂ. ૩-૦-૦ ૫ મે વરસે ૨. ૧૦–૦–૦ કે જે વરસે ,, રૂ. ૬-૦-૦ ૬ કે વરસે . ૨૦-૦-૦ અને ૭ મા વરસથી જૂના ખેડૂતોના દર મુજબ લેવાનું નક્કી કર્યું (છે. સરકાર. શિવાજી. પા. ૨૪, શિવ દિગ્વિજય. ૧૧૩.). આવી રીતની સરતની જાણ થતાં જ એના તાબાની જાગીરની જમીન ખેડવા માટે ચારે તરફથી ખેડૂતે દેડી આવ્યા. પડતર જમીને માટે પણ સંખ્યાબંધ ખેડૂતોએ માગણી કરી. આવી રીતે દાદાજીના કારભાર નીચેની બધી જમીન ખેડવાની ગોઠવણ થઈ ગઈ. સિહાજીએ આ ગાળો જ્યારે દાદાજીને વ્યવસ્થા માટે સો હતો ત્યારે તેની કાગળીએ આવક ચાળીસહજાર હેન એટલે એક લાખ સાઠ હજાર રૂપિયાની હતી (પ્રો, સરકાર. શિવાજી પા. ૨૫ ). આ આંકડે તે આવકના કાગળિયામાં લખેલ રહે. આ આવકના આંકડામાંની ઘણી જ નાની રકમની ઉઘરાણી પતતી હતી (પ્ર, સ. શિ. ૨૫). ખેડૂત વર્ગની તે વખતની મુસીબતો અને મુશ્કેલીઓને વિચાર કરીએ તો દિલને દુખ થયા સિવાય ન રહે. માલીકના દુશ્મન તરફથી એને બહુ ખમવું પડતું. બિચારા ગરીબ ખેડૂતોની ખેતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy