SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૪ થું શાહજહાને જોયું કે સિંહજીને હરાવે એ કઈ નાની સુની વાત નથી. ભારે તૈયારી કર્યા સિવાય સિંહજીનો સામનો કરવો અશક્ય છે. સિંહજીને યુક્તિથી સમજાવવાનો શાહજહાને ઘાટ ઘડ્યો. આ વખતે દેલતાબાદમાં મુગલ સુબેદાર ઈરાદતખાન હતું તેની મારફતે સિંહાજીને સમજાવી યુક્તિથી શાંત કરવાના પ્રયત્નો શાહજહાને શરુ કર્યા. સિંહાજીને પિત્રાઈ ભાઈ માલોજી ભલે મુગલાઈમાં નોકર હતો તેની મારફતે ઈરાદતખાને સિંહાજીની સાથે સ્નેહના સંદેશા શરુ કર્યો. ઈરાદતખાને સંદેશ મોકલ્યા કે " શાહજહાંને બાદશાહ તે આપને મોટામાં મેટી, રાજકુટુંબના માણસને આપવામાં આવે છે એવી, બાવીસ હજારની મનસબદારી (બાવીસ હજારી) મુગલાઈમાં આપવા ઈચછે છે. આપ આદિલશાહી જમીનદોસ્ત કરવામાં મુગલ બાદશાહને મદદ કરવાનું કબુલ કરે તે આ ગોઠવણું તરત થઈ શકશે. વળી જે આદિલશાહી જિતાય તે તેના જિતાયેલા મલકમાંથી અરધો મુલક બાદશાહ સલામત આપને ખુશીથી આપી દેશે.” આવી લાલચેથી સિંહાજી લલચાય એ નહતો. એણે આ સંદેશામાં જણાવેલી લલચાવનારી શરતે સ્વીકારી નહિ એટલું જ નહિ પણ આ બધી હકીકતથી એણે બિજાપુર બાદશાહતને વાકેફ કરી. સિંહાજી હવે સમજાવ્યા છતાં, મનાવ્યા છતાં નથી જ માનતે એમ શાહજહાનને લાગ્યું એટલે એણે ઈરાદતખાનને સિંહાજી સામે મોકલ્યો. પ્રકરણ ૪ થું. ૧. સિંહા અને મુગલો. ૨. આદિલશાહી સાથે તહનામું. ૩. બેગમ સાહેબ પાછાં ફૂટયાં. ૪. ફરી પાછી આદિલશાહી. ૫ સિંહાના કબજામાં કર્ણાટક, છે. થોડી જરૂરી માહિતી અને તે વખતનું પૂના. ૧. સિંહાજી અને મુગલે. શક ૧૫૫૬ ના આખરમાં ઈરાદતખાને સિહાજી ઉપર ચડાઈ કરી. સિંહાજી આ વખતે ડુંગરી મુલકમાં હતા એટલે ઈરાદતખાનના લશ્કરને એ ચડાઈ બહુ ભારે લાગી કારણ મુગલેના મેટા ઘોડાઓ ડુંગરો ચડવા અને ખીણ ઉતરવા ટેવાયેલા ન હતા અને આવી જાતના મુલકમાં મુગલ લશ્કરને ફાવતું ૫ણ નહિ, સિંહાજી અને તેના સરદારે તે ડુંગરે અને ખીણોના પૂરેપુરા ભોમિયા હતા. દક્ષિણના જંગલ અને ઝાડીવાળા રસ્તાથી બરોબર વાકેફ હતા. એમના નાના કદના પણુ મજબુત બાંધાના, દેખાવડા નહિ પણ ચપળ ઘડાઓ ડુંગરો અને ખીણોમાં પણ હરણ વેગે ચાલતા. એક ડુંગરેથી બાતમી લઈ બીજી ખીણમાં થઈ તાકીદે ત્રીજા ડુંગર ઉપર સિહાજી જઈ શકતા. સિંહાજી આવી ઝડપ અને આવી શક્તિથી પૂઠે પડેલાને સતાવતે. આથી એને કબજે કરવા પાછળ પડેલા દુશ્મને રખડવામાં અને અથડાવામાં જ થાળ જતા અને નાસીપાસ થઈ જતા. મુગલ સરદાર ઈરાદખાને સિતાજીને પકડી પાડવાના ભગીરથ પ્રયત્નો કર્યો ને બધા વ્યર્થ ગયા. આખરે ઈરાદતખાને થાકી ગયા. ડુંગરામાં અને ખીણમાં એનું લશ્કર બહ હેરાન થયું. છેવટે ઈરાદતખાન કંઈ કર્યા સિવાય નાસીપાસ થઈ ને પાછા દોલતાબાદ ગયો (રા. મા. વિ. ૬૯.). - શાહજહાને જ્યારે જાણ્યું કે ઈરાદતખાનને સિંહાજી ગાંઠતા જ નથી અને મુગલ લશ્કરને હરાવીને પાઠું કાઢયું ત્યારે એ દિલ્હીપતિ ભારે ક્રોધે ભરાયો. સિંહાજીને દાબી દેવા માટે બાદશાહ બહુ ગંભીર બન્યો અને સિહાજીને મૂળથી ઉખેડી નાંખવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે સિહાજીને નાશ ન www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy