SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દીધા હતા. આર્થિક મુશ્કેલી વચ્ચે આવીને ખડી થઈ. હવે આ અડચણને પહોંચી વળાય એમ નથી. એની મને ખાતરી જ હતી એટલે હું તે લગભગ નિરાશ થઈને બેઠે. ઈશ્વર ઉપર મને શ્રદ્ધા છે એટલે મેં હિંમત રાખી હતી અને તક આવે આ કામ હાથમાં લેવાનું મેં નક્કી કર્યું હતું. મુરબ્બી સરદાર વલ્લભભાઈએ જેલમાં મારી ચિંતાઓ અને મુશ્કેલીઓ જાણી અને કુદરતે જાણે મારે માટે એમના અંતઃકરણમાં પ્રેરણા કરી હોય એવું બન્યું. ભારે પ્રતિકૂળ સંજોગોમાં જે દિશાએથી મદદની આશાનું સ્વપ્ન પણ ન આવે તે દિશાએથી આશાના કિરણે દેખાવા લાગ્યાં. સરદાર વલ્લભભાઈએ મને ધીરજ આપી અને મારી મુશ્કેલીઓ જણાવવા જણાવ્યું. મારી હકીકત જાણી સરદાર વલ્લભભાઈએ સ્વ. મનસુખલાલને ટ્રસ્ટીઓને મારે માટેની ભલામણ કરી અને સ્વ. શેઠના પત્નિ ગં. સ્વ. હીરાવંતી બહેને રૂપીઆ એક હજાર મને આ પુસ્તક પ્રગટ કરવા માટે મદદ તરીકે મેકવા. આ મદદ માટે હું સરદાર સાહેબનો તથા ગં. સ્વ. હિરાવતી બહેનને તથા બીજા ટ્રસ્ટી શ્રી. મુનશી, શ્રી મંગળદાસ મહેતા તથા શ્રી વાડીલાલભાઈને અત્યંત આભારી છું. સ્વ. અળશીદાસ ગોપાળજીની સખાવતના ટ્રસ્ટીઓએ મને આ કામ માટે રૂ. ૨૫૦) અઢીસની મદદ આપી છે તે માટે શ્રી. વિશ્વનાથભાઈ બેરીસ્ટરના તથા બીજા ટ્રસ્ટીઓના તથા આ જીલ્લાના શહેરના વતની શ્રી. પ્રાણશંકરભાઈએ પણ રૂ. ૫૦) પચાસ આ કામ માટે મદદ તરીકે મોકલ્યા તે માટે એમનો આભારી છું. આવી રીતે પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવા માટે રૂ ૧૩૦ની મદદ મળી. પુસ્તક મેટું, દળદાર અને સચિત્ર પ્રસિદ્ધ કરવાનું હતું એટલે અડસટ્ટો જોતાં આ રકમ તદ્દન નાની હતી. પુસ્તકને સચિત્ર બનાવવાને આગ્રહ સ્વ. શેઠ શ્રી લાલજી નારાયણુજીનો હતો, અને ચિત્રોનો બ્લેકસ તથા બીજા ખર્ચ માટે નચિંત રહેવાનું પણ એમણે મને જણાવ્યું હતું પણ ચિત્રા માટે બ્લેકસની ગોઠવણું કરવાને વખત આવ્યો તે પહેલાં તે કમનસીબે શેઠશ્રી ગુજરી ગયા. આ રકમથી કંઈ વળે એમ ન હતું છતાં આ રકમે મને ભારે હિંમત આપી. આ કામમાં સાહસ કરવાનું મેં નક્કી કર્યું અને પુસ્તક છાપવા માટે આપી દીધું. મારી મુશ્કેલીઓની જાણ મારા જૂના સ્નેહી શ્રી નંદલાલ મણીલાલ શાહને થતાંજ એમણે મને હિંમત આપી અને પુસ્તક બહાર પાડવામાં મારી પડખે રહ્યા. આવી રીતે અનેક મુશ્કેલીઓ વેઠીને પ્રતિકૂળ સંજોગોમાં અભ્યાસ કરી અનુકુળ સંજોગો આવતાં પુસ્તક લખીને માથે વર કરી બેઠેલા દેવામાં વધારો કરીને આ પુસ્તક મેં છપાવી પ્રસિદ્ધ કર્યું છે. ગુજરાતી ભાષા જાણનારાઓની સેવામાં આ પુસ્તક રજુ કરતાં મને પરમ આનંદ થાય છે. પુસ્તક સંબંધી મારી અલ્પશક્તિ મુજબ મેં ઈતિહાસને જે અભ્યાસ કર્યો છે તે ઉપરથી હું તે માનું છું કે છે. શિવાજી મહારાજના જીવનચરિત્ર હિંદમાં દરેક પ્રાન્તીય ભાષામાં લખાવાં જોઈએ. એ રાષ્ટ્રવીરનું જીવનચરિત્ર આ જમાનામાં સ્વતંત્રતા મેળવવાની તમન્ના જ્યારે હિંદીઓના હૈયામાં જાગૃત થઈ છે ત્યારે સ્વતંત્રતાની ઈચ્છા રાખનાર દરેક હિદીને બહુ ઉપયોગી અને કીમતી પાઠ શીખવશે. શિવાજી મહારાજ મુસલમાન ધર્મના કે કોઈ ધર્મના દમન નહતા એ તે એમના જીવન ચરિત્ર તરફ નજર નાંખનાર હરકેાઈ માસ કહી શકશે. પરધર્મ યે એમની સહિષ્ણુતા અજબ હતી એ એમના ચરિત્રમાં સાબિત થઈ જાય છે. બહુ પ્રતિકુળ સંજોગોમાં પિતાના સગા સંબંધી વિગેરે બધાને વિરોધ કરીને વગર સાધને સાધનસંપન્ન અને મહાન શક્તિવાળા દુશમનની સામે યુક્તિ અને શક્તિનો ઉપયોગ કરી બાહોશ અને હિંમતબાજ પુરુષ શૂન્યમાંથી સૃષ્ટિ પેદા કરી શકે છે તેને જીવતા જાગતા દાખલ શિવાજી મહારાજનું ચરિત્ર છે. છે. શિવાજી મહારાજને પણ ઇતિહાસકારોએ અન્યાય કર્યો છે. કેટલાક ઈતિહાસકારોએ મહારાજના જીવનનો અભ્યાસ મુસલમાન ઇતિહાસકારોએ લખેલા પુસ્તકો ઉપરથી કર્યો હોવાથી મહારાજને અન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy