SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ જુ.] છ, શિવાજી ચરિત્ર ૭. નિઝામશાહી સછવન કરવાને સિહાજીને છેલો પ્રયત્ન. અડચણ આફત મારથી, ચડે રંગ રજપૂત; પડે પડે પાછો ખડે, ક્ષત્રિય એ જ સપૂત. નિઝામશાહીને બાદશાહ હુસેન નિઝામશાહ શાહજહાનને કેદી બન્યો, ફખાન દિલ્હીના બાદશાહને શરણે ગયે, નિઝામશાહી મુગલેના કબજામાં આવી, દોલતાબાદના કિલ્લામાં મુગલ સરદાર આવી ગયા, બિજાપુરનું લશ્કર પાછું હઠયું, ફખાન મુગલોને શરણે ગયો, છતાં રણધીર સિંહાજી હિંમત હાર્યો નહિ. જેમ જેમ જિંદગીમાં એના ઉપર અડચણે, આફત અને આપદાઓ આવતી ગઈ તેમ તેમ આ સિસોદિયા રજપૂત વધારેને વધારે મક્કમ અને હિંમતબાજ બનતે ગયો. એણે વિચાર કર્યો કે આવી રીતે નિઝામશાહીને નાશ મુગલે કરી ગયા તેમાં ડોશી મર્યાને ભય નહિ પણ જમ પધા પડ્યાને ભય હતે. નિઝામશાહીની સ્થિતિ બહુ વિચિત્ર હતી. નિઝામશાહીની હયાતીને લીધે સિહાજી વખત આવે બિજાપુરને દબાવી શકત અને વખત આવે સિંહાજી અને બિજાપુર ભેગા મળીને મુગલોને દક્ષિણમાં તે દબાવી દેવાના પ્રયત્નો કરી શકતા. નિઝામશાહીની દશા લડાઈઓમાં કિલ્લાના દરવાજા તેડવા માટે આડા રાખવામાં આવતા ઊંટના જેવી થઈ હતી. એને નામે અને એને લાભ લઈ એક સત્તા બીજા ઉપર દેર ચલાવતી અને એને હેળીનું નાળિએર બનાવી જેને બાજી ખેલતાં આવડતી તે બાજી ખેલી જસે. “ જીવજી તો સાક્ષ સમી 5 એ કહેવતના જેવી નિઝામશાહીની દશા થઈ હતી. નિઝામશાહીને જીવતી રાખવામાં સિંહાજી અને આદિલશાહી એ બન્નેને લાભ હતો. સિંહા નિઝામશાહીને બહુ બળવાન બનાવવાની તરફેણમાં ન હતો જ. નિઝામશાહી રીતે રહીને જીવે એવી એની ઈચ્છા હતી. નિઝામશાહીને નાશ કર્યા પછી દક્ષિણમાં મુગલેને બિજાપુર અને સિંહાજી એ બે બળીયા સામે જ બાથ ભીડવાની રહી. સિંહાએ દીર્ધદષ્ટિ ચલાવી અને જોયું કે નિઝામશાહીના નાશથી મુગલાઈનાં મૂળ દક્ષિણમાં બહુ ઊંડાં પેસી જશે માટે ગમે તે પ્રયત્ન નિઝામશાહીને સજીવન કરવા પ્રયત્ન આરજો. હુસેન નિઝામશાહના બાપની મા અને નિઝામશાહીના કેટલાક નિમકહલાલ સરદારો જેઓ ફખાનના ત્રાસ અને જુલમથી નિઝામશાહી છોડીને ચાલ્યા ગયા હતા તે બધા મુત્સદ્દીઓને સિંહાજીએ ભેગા કર્યા અને ડુબેલી નિઝામશાહીને પાછી તરતી કરવાનું કામ હાથમાં લેવા માટે તેમને બધાને તૈયાર કર્યા. આ સરદારે અને બેગમ સાહેબા તો તૈયાર થઈ ગયા પણ સિંહાએ વિચાર કરી આદિલશાહીને આ કામમાં ભેળવવાનું દુરસ્ત ધાર્યું. આદિલશાહીને આ કામમાં ભેળવવામાં ખરું ડહાપણ હતું અને રાજદ્વારી કુનેહ પણ હતી. આદિલશાહના મુરાર જગદેવ તથા બીજા વિશ્વાસુ સરદારો સાથે સિંહાએ આ સંબંધમાં વાત કરી. મુત્સદીઓના આ સંબંધમાં વિવેચને થયાં, સર થઈ અને એ સર્વેએ મુગલેની સામે કમર બાંધી. નાશ પામેલી નિઝામશાહીને સજીવન કરવાની સિંહાએ પ્રતિજ્ઞા કરી એ ઉપરથી સિંહાજી તે વખતે કેટલે બળવાન હતા તે જણાઈ આવે છે. મહેબતખાનની પીઠ વળી કે તુરતજ મુરાર જગદેવ અને રણદુલ્લાખાને મુગલ મુલમાં અપરંપાર લૂંટ ચલાવી. સિંહાએ કેકણપટ્ટીના ઇંડારાજપુરીથી બેગમસાહેબ અને ગાદીના વારસ શાહજાદાને સાથે લઈને આવવા આમંત્રણ મોકલ્યું અને નક્કી કર્યા મુજબ બેગમ સાહેબા છોકરાને લઈને આવ્યાં. તે છોકરાને સિંહજીએ પિતાના ભીમગઢના કિલ્લામાં લાવીને તેને ગાદીનશીન કરી નિઝામશાહીને સજીવન કરી. સગીર શહજાદાને ગાદી ઉપર બેસાડ્યાથી નવી નિઝામશાહીને દિવસ વળે એમ ન હતું. એને ગાદી ઉપર બેસાડ્યા પછી સિંહાજીએ તેને રાજા તરીકે નિભાવવા માટે અને નિઝામશાહીને સજીવન કરી તેને તરતી કરવા માટે બહુ કામ કરવાનાં હતાં. નિઝામશાહીને સજીવન કરવાનું કામ બહુ ભારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy