SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જ ] છે. શિવાજી ચરિત્ર ૪૫ મિજાજને કાણુમાં રાખતાં સિંહાને આવડતું હતું એ વાત ખરી છે પણ એને મિજાજ તેા બહુ તેજ હતા. આ અપમાનને લીધે સિંહાજીએ મુગલ બાદશાહતની મનસબ ઉપર લાત મારવાને વિચાર કર્યાં. શાહજહાન પણ મુત્સદ્દી હતા. એ દક્ષિણની આ ચડાઈમાં એક કાબેલ અને પ્રવીણુ બાજીગરની બાજી રમી ગયે.. ખાનજહાન લાદીથી સિંહાજીને દૂર કરવાના ઈરાદાથી સિંહાજીને મુગલાઈ ના ૧૧ હજારી બનાવ્યા અને નિઝામશાહી મુલકેામાંથી કાંઈ આપવાની વાત કરી. બિજાપુરના મુત્સદ્દીઓને તાળવે પણ શાહજહાને ગાળ ચોંટાડ્યો અને અનેક આશાઓ આપીને બિજાપુરના મુત્સદ્દીઓને અને બાદશાહતને લાદીથી દૂર રાખ્યાં. લાદી જમીનદોસ્ત થયા પછી શાહજહાને પેાતાના વકીલ શેખ માઝુદ્દીનને ખિજાપુર નિઝામશાહી મુલંકાની વહેંચણીની વાતા કરવા માકલ્યા, વહેંચણીના કુંડચા કરવાની દાનત આ વકીલ માકલીને મુગલાએ સાખીત કરી અને તેમ કરીને બિજાપુરવાળાઓની કાણીએ મધ મૂક્યું. થાડા માસ સુધી આ વકીલ બિજાપુરમાં રહ્યો અને એણે બિજાપુરના મુત્સદ્દીઓને મનાવ્યા. મુગલ વકીલનું બિજાપુર દરબારે સન્માન કર્યું અને આવી રીતે માન પામીને વકીલ પાછા વળ્યા. મુગલેએ આ વકીલની બિજાપુર તરફ રવાનગી કરી તે પછી તરત જ વાતાવરણુ બદલાયું અને રાજ્યદ્વારી રંગમાં ફેરફાર થવા લાગ્યા. મુર્તિજાનું ખૂન થયું. ફત્તખાનની પડતી થઈ અને નિઝામશાહી શાહજહાનના હાથમાં આવી એટલે શાહજહાનની ગરજ સરી ગઈ, હવે સિંહાજીને પણ એણે વેરી ગણ્યા અને આદિલશાહીને પણ લાત મારી. નિઝામશાહી મુલકમાંથી ઘેાડા મુલક બિજાપુર બાદશાહને આપવાની વાતે તા ક્યાં જતી રહી, નિઝામશાહીનેા ધારૂર પ્રાન્ત આદિલશાહી સરકાર અથાવી પડી હતી તે પાછા લેવા માટે શાહજહાને સરદાર અબદુલહસન અને નસરતખાનને ખદાર અને ધારના કબજો લેવા મેાકલ્યા ( રા. મા. વિ. ૬ર. ). આ બધા બનાવા બન્યા ત્યારે શેખ માજુદ્દીન વકીલ બિજાપુર દરબારમાં હતા. એની પૂઠ પાછળ આ બધું થયું. શાહજહાને ધારૂર અને ખદાર કિલ્લા ઉપર સરદારાને કબજો લેવા મેાકલ્યાની ખબર બિજાપુર દરબારને મળી એટલે બિજાપુર સરકારે વકીલ શેખ માજુદ્દીન કે જેને માન આપવામાં આવ્યાં હતાં અને જેણે વિદાય લીધી હતી તેને રોકીને નજર કેદ કર્યાં. વકીલને નજરકેદ કર્યાનાં સમાચાર શાહજહાનને મળ્યા તેથી તે ક્રોધે ભરાયા અને સરદાર આસદખાનને એક માટું લશ્કર આપી તેને બિજાપુર ઉપર ચડાઈ કરવા રવાના કર્યાં. આપેલા મુલક વગર વાંકે પાછે લઈ શાહજહાને સિદ્ધાજીનું અપામન કર્યું હતું તેથી એનું દિલ દુભાયું હતું. એણે લાંખા વિચાર કરી મુગલ મનસબદારી ઉપર લાત મારી અને બિજાપુરના મુત્સદ્દીઓની કુમકે ગયા. બિન્તપુર દરબારમાં મુરાર જગદેવ અને રણુદુલ્લાખાન એ બે સિંહાજીના ભારે દાસ્ત હતા, એમને અસદખાનના હુમલા સામે સિંદ્ધાજીએ મદદ કરી. આ ત્રણે મુત્સદ્દી રણવીરાએ બિજાપુર નજીકમાં ર્ંખ્યાખ્યા ઢૌવા ઘર ” ગરેજના હાજ ઉપર અસદખાનને પૂરેપુરા હરાવ્યા અને નસાડ્યો. નિઝામશાહીમાં ત્તખાન પોતાની અને નિઝામશાહીની પડતી પાસે લાવી રહ્યો હતા. એની મૂર્ખાઈ, એને ઝેરીલા સ્વભાવ અને ધાતકી કૃત્યાથી એ નિઝામશાહીની ધાર ખાદી રહ્યો હતા. એણે રાજ્યના ખરા મુત્સદ્દી અને આધારસ્થંભનાં અપમાન કરવા માંડયાં. એણે પોતાના કૃત્યાથી નિઝામશાહીના દુશ્મને વધાર્યાં. મૂ` બાદશાહ અને બેવકૂફ્ વછરાનાં કડવાં નૃત્યાથી ઉધાઈ લાગેલી નિઝામશાહી મરણુ પથારીએ પડી હતી. પોતાના સસરા લખુજી જાધવરાવ તથા સાળા અચલાનું ખૂન સિ’હાજીના હૃદયમાં તાજી જ હતું. સિદ્ધાજીએ બિજાપુર ખાદશાહને સંદેશા માકયે કેઃ–“અંધેર અને અરાજક્તાના આંચકાથી નિઝામશાહી મરણાન્મુખ થઈ રહી છે. ક્રૂત્તેખાને ચારે તરફ કાંટા વેર્યાં છે. પ્રજામાં એનાં મૃત્યુએ એને કડવા એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy