SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ નું ] છે. શિવાજી ચરિત્ર ૪૩ પિતાની આવી સ્થિતિ થવાથી એણે ખાનજહાન ભેદીને બોલાવી પિતાની સ્થિતિ જણાવી અને લાચારી તથા દિલગીરી દેખાડી છૂટ થયે. પૂરેપુરો વિચાર કરીને અને ભવિષ્ય ઉપર નજર દોડાવીને સિંહાએ મુગલ સાથે મળી જવાને નિશ્ચય કર્યો હતો. સિંહાએ શાહજહાનને કહેવડાવ્યું કે એના દરજ્જાને શોભે એવા હેદ્દો એને આપવામાં આવે તે એ મુગલાઈમાં જોડાવા ખુશી છે. ઈ. સ. ૧૬૩૦ માં શાહજહાને સિંહાને રૂબરૂ મળવા બોલાવ્યો. સિહાજી શાહજહાનને મળવા ગયો. શાહજહાને સિતાજીને ભારે માન આપ્યું. બાદશાહે બહુ આનંદથી એની સેવા રવીકારી અને મુગલાઈમાં સિંહાને મનસબ આપીને ૧૧ હજારી બનાવ્યો. આ મનસીબદારી પેટે સિંહાને એને ગામ પૂના અને સુપા કાયમ કર્યો એટલું જ નહિ પણ ફખાનની મિલકતમાંથી કેટલાક જિલ્લા વધારામાં સિહાજીને શાહજહાને પિતે ખુશી થઈને કાઢી આપ્યા (કિં કેડ. પારસનીસ. ૧૧). શક ૧૫૫ર ઈ. સ. ૧૬૩૦ માં પાંગર વાડીના બાજી માહિતેની બેન તુકાબાઈ જોડે સિંહાજીએ બીજું લગ્ન કર્યું. આ લગ્નથી જીજાબાઈને ભારે દુખ થયું. મોહિતે ઘરાણું મરાઠાઓમાં બહુ જૂનું ગણાતું ૫ણ જાધવકુળ કરતાં એ કુળ હલકું મનાતું તેથી આ લગ્નથી જીજાબાઈના મનમાં ઓછું આવ્યું. જીજાબાઈનું મન દુભાયું અને તે એટલે સુધી કે લગ્ન પછી જીજાબાઈ પિતાના પતિ પ્રત્યે પતિવ્રતા તરીક ચુસ્ત વફાદાર રહી પણ સિંહાજીની સાથે નામને જ સંબંધ રાખ્યા હતા. ૩. નિઝામશાહી ઉપર ઉડતી નજર. શક ૧૫પર ઈ. ૧૬૩૦ માં દક્ષિણમાં ભારે દુકાળ પડ્યો અને કોલેરા પણ ફાટી નીકળ્યો. આ દુકાળ અને રોગમાં નિઝામશાહીજ માણસોની મોટી સંખ્યા અન્ન અને દવાને અભાવે મરણને શરણ થઈ. - નિઝામશાહીને મુર્તિજા મૂર્ખ અને દુષ્ટ હતો જ પણ તેની સાથે સાથે બહુ વહેમી હતા. નિઝામશાહીમાં સાબાજીરાવ નામને બહુ કુશળ કારભારી હતા. એ બહુ ચતુર હતો અને તેથી એ “ચતુર સાબાજી'ને નામે તે વખતે ઓળખાત અને ઈતિહાસમાં પણ એ “ચતુર સાબાજી” નામે ઓળખાય છે. આ ચતુર સાબાજી એ સામાન્ય કારભારી નહ. એ તે જમાનાને કલમ બહાદુર હતું. એ લેખનકલાકુશલ હતે. જમીન મહેસૂલના કામકાજમાં એ એક્કો હતે. એને હાથ કેઈએ બાબતમાં ઝાલે એમ ન હતું. અકબરના જમાનામાં જમીન મહેસૂલના પ્રશ્ન માટે રાજા ટોડરમલની ખ્યાતિ હતી તેમ આ જમાનામાં એ પ્રશ્ન માટે ચતુર સાબાજી પ્રસિદ્ધ હતા. નિઝામશાહીમાં જમીનની માપણી એણે કરાવી અને જમીન મહેસૂલની નવી પદ્ધતિ અને નવા ધારા એણે ઘડીને અમલમાં આણ્યા.. મલિકબરની મહેલી પદ્ધતિ કહેવાય છે એ પદ્ધતિ અને ધારા ઘડનાર અને એ પદ્ધતિને જન્મ આપનાર ચતુર સાબાજી હતા, પણ તે વખતે રાજ્યના મુખ્ય વજીર મલિકબર હોવાથી એ પદ્ધતિને નામે જમીન મહેસૂલની સુંદર વ્યવસ્થા માટે પ્રસિદ્ધિ પામેલા આ બાહોશ અમલદાર તરફ તે વખતના બધાં રાજ્યોને ધ્યાન ખેંચાયું હતું. આવો કુશળ કારભારી નિઝામશાહીને મળ્યો હતો. “બેવકુફ બાદશાહના રાજ્યમાં કદી કાબેલની કદર ન થાય, ” એ રીતે જ ચતુર સાબાજીનું થયું. તે નિઝામશાહીને એ બહુ વફાદાર હતો અને આફત વખતે એણે શિર સાટે કામ કરેલાં. એ પ્રજામાં માનતા હતા અને બાદશાહના કુટુંબમાં પણ માનીતો હતો. આ વહેમી મૂર્તિ જાને ચતુર સાબા ઉપર વહેમ આવ્યો. ખુદ બાદશાહની, એટલે પિતાની બેગમ સાથે આડો વહેવાર રાખ્યાનો મુર્તિજાને વહેમ આવ્યો અને એ વહેમને લીધે મુર્તિજાએ સાબાજીને શિરચ્છેદ કર્યો (રા. મા. વિ. ૬૧-ચાદરકર ચતુર સાબાજી. ભા. ઈ. સ. ૧૮૩૪ વૃત્ત.). નિઝામશાહીની પડતીને ઘડે ભરાતું હતું તેમાં મુર્તિજાએ આ ઉમેશ કર્યો. એના વહેમી સ્વભાવના અનેક દાખલા છે તેમને આ એક નમૂને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy