SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૯ શિવાજીમાં સ્વધર્મનિષ્ઠા હતી, પરધર્મ દ્વેષ ન હતા. શિવાજીમાં મહત્ત્વાકાંક્ષા હતી, રાજ્યભ ન હતે. દઢ નિશ્ચય હતો પણ તૂટે ત્યાં સુધી તાણવાનું જક્કીપણું ન હતું. એની પાસે આદર્શ હતા, પણ વ્યવહારમાં એ જરાએ ચકાયો નથી. શિવાજીમાં કઠોરતા હતી પણ તે ન્યાય સ્થાપવા ખાતર. શિવાજીની ઈશ્વરનિષ્ઠા એના બધા ગુણામાં તરી આવે છે. માતા ભવાનીને પિતાને હાથે મહત્કૃત્ય કરાવવું છે, પોતે માતાના કેવળ હસ્ત છે, જે છે તે માતાનું છે, એવા વિશ્વાસથી તેણે આખું જીવન કાર્ય કર્યું. તેની માતૃનિષ્ઠા અને ગુનિકા પણ એટલી જ પંકાયેલી છે. તુકારામ અને રામદાસ પ્રત્યે એની ભક્તિ અમર્યાદ હતી. જીવને જોખમે એમને ઉપદેશ સાંભળવા એ બેસતે. રામદાસની ઝેળીમાં એણે પિતાનું રાજ અર્પણ કર્યું અને ત્યાગ અને સેવાને ભગ કંડ મરાઠાના રાજ્ય ઉપર ફરકાવ્યો. એ વૈરાગ્યને રંગ જ્યાં સુધી ટક્યો ત્યાં સુધી શિવાજીના રાજ્યના ઉત્કર્ષ થયા. શિવાજી વિષે રામદાસના ઉદગારી બહુ મહત્તવન રામદાસ કાંઈ દરબારી રાજોપાધ્યાય ન હતા. અગ્નિજ્વાળા જે નિસ્પૃહ બ્રહ્મચારી હતા. એણે શભાજીને જે શિખામણ આપી તેમાં શિવાજી વિષેની પિતાની લાગણી હૈયું રેડીને ઠાલવી છે. મહારાષ્ટ્રને છેલ્લે રાષ્ટ્રકવિ મોરોપંત શિવાજીને જનકની ઉપમા આપે છે. આખી દુનિયાનું નિરીક્ષણ કરી ગુણદોષ રોકડા પરખાવનાર વેન્કટારીએ શિવાજીની કઠોરતાને કેસરની કડવાશ સાથે સરખાવી છે. રોગમાંથી મુક્ત થવું હોય તે વૈદના આકરા ઈલાજ ખમે જ છૂટકે. શિવાજી ન હોત તે ભારતવર્ષમાં હિંદુ ધર્મનું નામ ન રહેત એમ એણે કહ્યું છે. શિવાજીમાં મુખ્ય તે અન્યાય પ્રત્યેની ચીડ હતી, સ્ત્રીમાત્ર પ્રત્યે આદર હતું, સર્વ ધર્મ પ્રત્યે માનની લાગણી હતી. એણે પિતાની રાજ્યવ્યવસ્થામાં સર્વ વર્ગોને સ્થાન આપ્યું. પોતાની ફેજમાં મુસલમાનોને પણ છૂટથી લે અને તેઓ પણ રાજીખુશીથી રહેતા. તે જમાને અવ્યવસ્થા અને ગફલત હતું. એમાં એણે ફેજની, નાણાંની, કાનુનની ઉત્તમ વ્યવસ્થા દાખલ કરી બતાવી. રામાયણ મહાભારતમાંથી એણે હિંદુ રાજ્યપદ્ધતિને આદર્શ લીધા હતા. અષ્ટપ્રધાનની વ્યવસ્થા એણે મનુસ્મૃતિમાંથી લીધી હતી પણ એમાં સમયાનુક્રમે એક ફેરફાર કર્યો અને તે એ કે દરેક પ્રધાને લશ્કરની તાલીમ લીધેલી હોવી જોઈએ. પિતાનું ખાતું સાચવવા ઉપરાંત લડાઈ ઉપર પણ જઈ શકે એવી શક્તિવાળા પ્રધાનોને પસંદ કર્યા હતા અને બધા કરતાં વધારે કામ કરી એણે બધાને કાબુમાં રાખ્યા હતા. દરેક કામ વખતસર થવું જ જોઈએ એ વિષે એનો આગ્રહ એટલે હવે કે એક ગામના તલાટીની ગફલત જોઈ શિવાજીએ તાકીદ મેકલી કે “ફરી આવું થશે તે માથું ખોઈ બેસશે. બ્રાહ્મણ સમજીને તારી દયા ખાવાની નથી.’ વ્યાપારનું મહત્ત શિવાજી બરાબર જાણતો અને તેથી અંગ્રેજોનું સ્વરૂપ તે બરાબર જાણુ. કારવાર તરફ અંગ્રેજોએ પિતાનું થાણું ચુપચાપ વધારેલું જોઈ શિવાજીએ એમને એકવાર તાકીદ આપી અને બીજી વાર વાંક જઈએ થાણું જમીનદોસ્ત કર્યું. અત્યંત બાહોશ, અત્યંત મહેનતુ, ધર્મનિષ્ઠ અને દૂરદર્શી એ રાજાને પૂરત અવસર મળ્યો હેત તે એણે રાજા અશોક જેવી જ કારકીર્દિ બતાવી હત. શિવાજીને તે શૂન્યમાંથી સૃષ્ટિ પેદા કરવી પડી હતી. એની સૃષ્ટિ હજી જીવે છે. શિવાજી ઍ અકિક રાષ્ટ્રપુરુષ થયા. પિતાના સમય કરતાં એ ખૂબ આગળ વધે એ મોટું આશ્ચર્ય છે. કાકા કાલેલકર, આચાર્ય, ગૂજરાત વિદ્યાપીઠ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy