SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 8 નું ] છે. શિવાજી ચરિત્ર ના નિઝામશાહના આમંત્રણને માન આપી લખુજી જાધવરાવ પોતાની સ્ત્રી તથા પુત્ર અચલજીને લઈને દોલતાબાદ આવ્યો. દેલતાબાદ શહેરની બહાર એક ઘરમાં જાધવરાવે મુકામ કર્યો. સાથે લશ્કરની એક નાની ટુકડી પણ હતી. બાદશાહની સાથે સરતે નક્કી કરવા માટે જાધવરાવ પિતાના પુત્ર અચલેજીની સાથે, દલિતાબાદ કિલ્લામાં દરબાર ભરાયેલ હતા ત્યાં, જઈ હાજર થયે. - નિઝામશાહે જાધવરાવના ખૂનની બધી તૈયારીઓ કરી રાખી હતી. નિઝામશાહે જાધવરાવને જણાવ્યું કે “ તમારી સાથે ખાનગીમાં વાત કરવી છે માટે ચાલે.” એમ કહી નિઝામશાહ જાધવરાવન અંદરના દીવાનખાનામાં લઈ ગયો. જાધવરાવ તથા અચલજી પૂર્ણ વિશ્વાસથી અંદર ગયા. અંદર ગયા પછી બન્નેના હાથમાંની તલવારે તરકટથી છીનવી લીધી એટલે તરત જ નિઝામશાહે નક્કી કરી રાખેલા ત્રણ મુસલમાન સરદાર ખુલ્લી તલવારથી આ બાપ બેટા ઉપર તૂટી પડ્યા. આ બન્નેએ જાણ્યું કે દગો થયો છે અને જાનને સર્વે જાતનું પૂરેપુરું જોખમ છે. એ પણ શૂરા ક્ષત્રિય હતા. એમણે તરત જ કમરે લટકતી કટારીઓ કાઢી અને બહાદુર ક્ષત્રિય બચ્ચાને શોભે એવો મરણિયા સામનો કરી દુશ્મન સામે લડ્યા, પણ દુશ્મનનું કાવત્રુ મૂળથી રચેલું હતું એટલે એ ફાવી શક્યા નહિ અને બને પિતાના દુશ્મનને હાથ બતાવી છાતી ઉપર ઘા ઝીલી દેવગિરિના રાજા રામદેવના નામને શોભે એવી રીતે ઈ. સ. ૧૬૨૮ શક ૧૫૫૧ શ્રાવણુ શુ. ૧૫ ને દિને વીરગતિને પામ્યા. પિતાના પતિ અને પુત્રને વિશ્વાસ આપી બેલાગ્યા અને વિશ્વાસઘાત કરી નિઝામશાહે તેમનું ખૂન કર્યું એ સમાચાર જાધવરાવની સ્ત્રીને મળતાંની સાથે જ એ પિતાની સાથેની ટુકડી લઈ સિધખેડ ચાલી ગઈ.. નિઝામશાહનું આ કૃત્ય કેવળ મૂર્ખાઈ ભરેલું હતું. કેટલીક વખતે ખૂનમાં રાજ્યકારી ડહાપણ અને કુનેહ પણ હેય છે. પણ આ ખૂનમાં કુનેહ-દીર્ધદષ્ટિ કે ડહાપણ કંઈ પણ ન હતાં. નિઝામશાહ, ડાહ્યો ન હતો, અને એણે ખૂન કર્યું તેથી આ કૃત્યને મૂર્ખાઈ ભરેલું અમે નથી કહેતા પણ આ ખૂન કરનારે પિતાના રાજ્યને કોઈપણ જાતને ફાયદે નથી કર્યો પણ એણે રાજ્યને આ કૃત્યથી જમના જડબામાં ધકેલ્યું હતું. આ ટૂંકી બુદ્ધિના મૂર્ણ કૃત્યનું પરિણામ એ આવ્યું કે લખુજી જાધવરાવને ભાઈ બેતાજીરાવ (જગદેવરાવ–મ. રિ. ૧૪૯) તથા લખુજી જાધવરાવના છોકરાઓ તથા બીજા એના માણસે નિઝામશાહીના કટ્ટા દુશ્મન બન્યા અને બેતાજીરાવ મુગલેને જઈ મળે અને તેમનામાં જોડાયા. વરંડા પ્રાન્ત ઉપર અમલ ચલાવી રહેલા સિંહાને પણ આ કત્યથી નિઝામશાહે છંછેડ. લખુજી જાધવરાવ અને સિંહાજી એ બનેનો સસરા જમાઈનો સંબંધ હતું પણ બને કટ્ટા વેરી હતી. બન્ને દુશ્મન હતા. પણ સસરાના ખૂનથી જમાઈનું લેહી તપી આવ્યું અને સિંહાજીએ નિઝામશાહી ઉપર ચડાઈ કરી. સિંહાજીએ નિઝામશાહીની પશ્ચિમના પૂના અને સંગમનેર પ્રાન્ત જીતી લીધા અને ત્યાં સિંહાઇ સ્વતંત્ર રીતે વર્તવા લાગ્યો. સસરા અને સાળાના ખૂને સિંહાજીના હૃદયમાં અને બાપ અને ભાઈના ખૂને જીજાબાઈના હૃદયમાં ઊંડો ઘા કર્યો હતો. નિઝામશાહીને નાશ જેવા આ બન્નેની આંખે તલસી રહી હતી. ૨. ઉત્તરના શાહજહાન અને દક્ષિણના સિંહા भरू उत्तर दच्लिन रच्छनको हेत साहजि है छत साहजहा. (रा. मा. वि. चं.) હમણાં સુધી તે આપણે ચરિત્ર નાયકના પિતા સિંહાજીને સંબંધ દક્ષિણની નિઝામશાહી તથા બિજાપુરની આદિલશાહી સાથે કે હતો તે જે. હવે સિંહાજી અને દિલ્લીના બાદશાહ શાહજહાનને સંબંધ કે હતો તે આપણે આ પ્રકરણમાં તપાસીએ. શક ૧૫૫૦ ઈ. સ. ૧૬૨૮ માં ખાનજહાન લેદી નામના સરદારે દિલ્હીના બાદશાહ શાહજહાનની વિરુદ્ધ બંડ ઉઠાવ્યું અને દક્ષિણમાં આવ્યો. ઉત્તરમાં બંડ ઉઠાવી દક્ષિણમાં દેડી આવવાનું કારણ એટલું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy