SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ સુ] · શહેનશાહ આલમગીર, લી. આપના દઢનિશ્ચયી અને સદાને શુભેચ્છક શિવાજી રાજા પરમેશ્વરની કૃપા માટે તથા શહેનશાહની મહેર નજર માટે પ્રભુના ગુણગાન ગાઈ તેના પાડ માને છે અને શહેનશાહ આલમગીરને ચરણે આદરપૂર્વક સાદર કરવાની રજા લે છે કે આપની પાસેથી રજા લીધા સિવાય આ સેવકને ચાલ્યા આવવું પડયુ હતું એ એક કમનસીબ બનાવ હતા એવું સેવક માને છે અને નમ્રતાથી જણાવે છે કે આપને આ સેવક બધી શકય અને સમુચિત સેવા ખજાવવા તૈયાર રહેશે. છે. શિવાજી ચરિત્ર . ૩૯ મારી સાથે આપને જે યુદ્ધો કરવાં પડ્યાં છે અને જે લડાઈ એ આપને લડવી પડી છે તેમાં બાદશાહી દ્રવ્યભંડાર ખાલી થઈ ગયા છે તેથી બાદશાંશી જરુરિયાત પૂરી પાડવા માટે જે નાણાં જોઈએ તે હિંદુઓ ઉપર જઝિયાવેરા નાંખીને એટલે હિંદુઓને નીચેાવીને ભેગા કરવાના હુકમા આપે કાઢયા છે એવી ખબર મને હમણાં મળી છે. આ સંબંધમાં થોડી ખીના હું શહેનશાહ સમક્ષ રજૂ કરવાની રજા લઉ" છું. શહેનશાહ આલમગીરને રાશન થાય કે મુગલવ'શના એ નામીચા ખાદશાહ મહાન અકબરે પર વરસ સુધી રાજ્ય કર્યું હતું. પેાતાના અમલ દરમિયાન આ ભલા બાદશાહે ખ્રીસ્તી, યાહૂદી, મુસલમાન, દાદુપથી, આકાશપૂજક, જડવાદી, ખાલણુ, જૈના વગેરે પ્રત્યે નિષ્પક્ષપાત અને પ્રશંસાપાત્ર રાજનીતિ અખત્યાર કરી હતી. આમ કરવામાં એ દિલસેાજ અને દરિયાવ દિલના આદશાહના હેતુ તમામ રૈયતને રક્ષણ આપવાના હતા. આવી ઉદાર રાજનીતિને લીધેજ એ જગદ્ગુરૂના પ્રખ્યાત નામથી પૂજાય છે અને સૌ કાઈ તેના ગુણગાન ગાઈ રહ્યા છે. ધર્મસહિષ્ણુતાની નીતિ અને સદ્ગુણુને લીધેજ અકબર બાદશાહે આ દેશની પ્રજાના હૈયામાં સ્થાન મેળવ્યું છે. આજે પશુ તે પ્રજાના હૃદયમાં જીવતા છે. ત્યાર પછી શહેનશાહ જહાંગીરે આ પૃથ્વી અને તેના વાસીઓને ૨૨ વરસ સુધી પેાતાની શીતળ છાયા નીચે રાખ્યા હતા. આ બાદશાહે પ્રેમથી પેાતાના સ્નેહીઓના દિલ જીતી લીધાં હતાં અને પેાતાના યશસ્વી આચરણાથી ધારી બાજી પેશ પહોંચાડી હતી. પછી શહેનશાહ શાહજહાનના અમલને સૂર્ય, સતત ૩૨ વરસ સુધી તપ્યા અને એણે એના સુંદર અમલથી આખી આલમને અજવાળી મૂકી. શહેનશાહ શાહજહાને પેાતાના આચરણાથી સ્વનું સુખ મેળવી લીધું અને સ્વ એટલે તે પોતાના આચરણાને લીધે જીનમાં દુનિયા ઉપરની ભાઈના બદલામાં મળેલું શુભ નામ અને ઉજવળ પ્રતિષ્ઠા એજ છે તે? કહ્યું છે કેઃ— ‘જેમાણુસ ઉજ્જ્વળકીર્તિ અને શુભનામ પેાતાના આચરણાથી જીવનમાં સપાદન કરી શકે છે તે ત્રણ કાળ સુધી પહોંચે એવી અમુલ્ય દોલત મેળવે છે, કારણકે મનુષ્યના શુભ આચરણેા તેના મૃત્યુ પછી તેના શુભ નામનું સ્મરણ કરાવે છે અને એ રીતે એને ચિરકાળ જીવતા રાખે છે.’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ‘ આવી લાકપ્રિય અને ઉદાર રાજનીતિનું મંગળ પરિણામ તા એ આવ્યું કે જ્યારે જ્યારે શહેનશાહ અકબરે વિજય અને યશની ઈચ્છા કરી ત્યારે ત્યારે વિજય અને યશ એમના કદમામાં આવીને ખડાં થયાં. એમની કારકિર્દીમાં અનેક રાજ્યા અને કિલ્લા હસ્તગત કર્યાં અને એમણે મુગલાઈની આલેશાન ઈમારત ખડી કરી. મુગલ વંશના એ યશસ્વી બાદશાહેાની રાજનીતિને આજે શહેનશાહ આલમગીર નથી અનુસરતા, પેાતાના વડવાઓને પગલે એ નથી ચાલતા છતાં એ મુગલ શહેનશાહ હજીએ સાર્વભામ સત્તા ભોગવે છે એટલા ઉપરથી પણ એ યશસ્વી શહેનશાહેાના વૈભવ અને સત્તાના ખ્યાલ આવી રહે છે. એ શકિતવાળા શહેનશાહામાં પણુ જઝિયાવે। નાંખવાની તાકાત હતી પણુ તેમણે www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy