SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ૐ ] છે. શિવાજી ચત્રિ ફર્સ્ટ માંડી ત્યારે એટલા પ્રદેશમાંથી જઝિયા ઉધરાવવાનું મુલતવી રાખવાનો તેના સેનાપતિએ સૂચના કરી તે ઔર'ગઝેષે રદ કરી. પેાતાના સૈનિકા ભલે ભૂખે મરે પણ તેથી શું અધર્મીઓ પાસેથી જઝિયાવેરા ઉધરાવવાના કુરાનના ફરમાનનેા ભંગ કરી પેાતાના રૂતુ તેણે જોખમમાં નાંખવે ? મુસલમાન ઉધરાતદા। અને અમીનેનું એક ધાડું-સામાન્ય રીતે વિદ્વત્તા અને શાસ્ત્રવાદીવને માટે પંકાયેલા માણસેાનું—કરની આકારણી અને વસુલાત માટે આખા દેશમાં પથરાઈ ગયું. તેમની સંખ્યા એટલી મેાટી હતી કે દખ્ખણુના ચાર પ્રાન્તામાં કરવા માટે તથા આ માણસ બરાબર કામ કરે છે કે તે જોવા માટે ઝિયાખાતાને એક મુખ્ય નિરીક્ષક સને ૧૬૮૭ માં નીમવામાં આવ્યેા હતેા. જઝિયાની અસર : આ વેરાની આવક ઘણી મેટી હતી. દાખલા તરીકે ગુજરાત પ્રાન્તમાં વાર્ષિક પાંચ લાખ રૂપિયા ઉપજતા. કુલ મહેસૂલના ૩ ૢ ટકા જેટલી એ રકમ થઈ. અહીં એ વસ્તુ ધ્યાનમાં લઈ એ કે ગુજરાતમાં મુસલમાન કામની વસ્તી માટી હતી અને કુલ આવકમાં તેમને ફાળા હતા, જો કે જઝિયામાં નહિ; અને વળી સુરત, ભરૂચ તથા ખભાતનાં ધીકતાં બંદરાની જકાતની આવકને લીધે પ્રાન્તની કુલ આવકના આંકડા મોટા થતા, તેા માટી ભૂલ કરવાના ભય વિના આપણે કહી શકીએ કે હિંદુ કામને માટે તે રાજ્યને ભરવાની કુલ રકમના ૐ ભાગ કરતાં વધારે મોટા ભાગ ઝિયા વેરાના જ હતા. ઈસ્લામના સ્વીકાર કરવાથી આ વધારાના કરમાંથી મુક્તિ મળતી. "( જિઝયા વેરા કરી દાખલ કરવામાં સરકારની ચેખ્ખી નીતિ હિંદુઓ ઉપર દબાણ લાવી મુસલમાનની સંખ્યા વધારવાની જ હતી. ઔરંગઝેબના સમકાલીન મનૂચીએ નોંધ્યું છે કે ધણા હિંદુએ જે કર ભરવા અશક્ત હતા તેઓ ધરાતદારાનાં અપમાનમાંથી છૂટકારો મેળવવાને માટે મુસલમાન થઈ ગયા......આ પ્રકારના કરના ખેાજાથી હિંદુએને ઈસ્લામ સ્વીકારવાની ફરજ પડે તેથી ઔરંગઝેબને આનંદ થાય છે” ( સ્ટારિયા, ૨. ૨૩૪, ૪, ૧૧૭, ). મુસ્લીમાના લાભમાં જકાતી ભેદનીતિ: ૧૬૬૫ની ૧૦મી એપ્રીલે એક ખાસ કાય પસાર કરી વેચવા આવેલા માલ ઉપર મુસલમાનો માટે મૂળ કિંમતના ૨ ટકા અને હિંદુ વેપારીઓ માટે ૫ ટકા જકાત લેવાનું ઠરાવ્યું. ૧૬૬૭ની ૯ મી મેએ મુસલમાન વેપારીઓ માટે જકાત તદ્દન દુર કરવામાં આવી પરંતુ હિંદુઓ પાસેથી તેા જૂના ધારણે જ લેવાનું ચાલુ રાખવામાં આવ્યું; ખીજા સ ધર્મો કરતાં એક ધર્માંતે મદદ કરવાની આ રાજકીય અનીતિ તે હતી જ એ ઉપરાંત રાજ્યની આવકને પણ સીધી રીતે ખૂબ ભારે ખેાટ જતી અને હિંદુ વેપારીઓમાં પેાતાના માલ મુસ્લીમ વહેપારીઓના માલ તરીકે ઉતારવાના લાભ જાગ્યા હતા તેથી રાજ્યને ખમવી પડતી ખેાટ દિવસે-દિવસે વધતી જતી હતી. આવી કંઈ લુચ્ચાઈ વેપારીઓ ન કરે એને માટે સ્થાનિક અમલદારાને ચેતતા રાખવા સારૂ કાઢવામાં આવેલું ખાસ ક્રમાન એમ બતાવી આપે છે કે ઔરંગઝેબ પશુ ઉપલા ભયથી અજાણુ નહાતા અને છતાં અર્થશાસ્ત્રના નિયમો તથા દૃઢ મુત્સદ્દીપણાના શિક્ષણની અવગણુના કરી એણે વેપારને કેવળ ધાર્માિંક મતભેદના પાયા ઉપર નિર્ભય રાખ્યા. વટલાઈ ને મુસ્લીમ થયેલાઓને બક્ષિસ આપવાની અને ખીનમુસ્લીમે જો મુસ્લીમ થઈ જાય તેા તેમને સરકારી નાકરીએ આપવાની લાલચ આપવી એ કાફા ઉપર આર્થિક દબાણુ મૂકવાની રાજ્યનીતિનું ત્રીજું સાધન હતું. સમસ્ત પ્રજા પાસેથી લીધેલા કરવેરાની રકમ રાજ્ય કરનાર લઘુમતિના ધર્માંતા પ્રચાર કરવાને ખર્ચાતી. પૈસા આપીને, માનચાંદ આપીને, સરકારી હેાદ્દાઓ આપીને, કારાવાસેામાંથી મુક્ત કરીને અથવા તા તકરારી મિલકતના વારસા સાંપીને કાકાને રાજ્યધર્માં સ્વીકારવાની લાંચ આપવામાં આવતી. હિંદુઓને સરકારી નાકરીએ આપવામાં આવતી નિહ. ધણા જૂના કાળથી મહેસૂલી ખાતામાં લખી વાંચી શકતા મધ્યમ વર્ગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy