SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૭ જે ] પ્રકરણ ૩ જું. ૧. રિહાજી આદિલશાહી મનસબદાર-કદરિ ! ૫. નિઝામશાહીના નાશ. કરીની લડાઈ લખુજી જાધવરાવનું ખૂન. છે. જીજાબાઈની ગિરફતારી. ૨. ઉત્તરના શહાજહાન અને દક્ષિણના સિહાજી. ૩. નિઝામશાહી ઉપર ઊડતી નજર. ૭. નિઝામશાહીને સજીવન કરવાને સિંહાજીને ક, આદિલશાહીની મનસબદારી. છેલો પ્રયત્ન ૧. સિંહાજી આદિલશાહી મનસબદાર, . શિવનેરીના કિલ્લા નજીક પિતાના વિશ્વાસુ માણસની સંભાળ નીચે ગર્ભવતી જીજાબાઈને રસ્તામાં જ મૂકી પાછળ પડેલા જાધવરાવ જેવા દુશ્મનની ઝપટમાં ઝપટાઈ પડવાનો ભય હોવાથી સિહાજીએ લશ્કર સાથે બિજાપુર તરફ પૂરપાટ કુચ કરી હતી. બિજાપુર આવી પહોંચ્યા પછી બિજાપુર બાદશાહતની મનસબદારીના વસ્ત્રો સ્વીકાર્યો. સિંહાજી રાજા ભોંસલેએ બિજાપુરની મનસબદારી સ્વીકાર્યા પછી શક ૧૫૪૯ ના આસો માસમાં બિજાપુરને બાદશાહ ઈબ્રાહિમ આદિલશાહ મરણ પામ્યો (રા. મા. વિ. ૫૬). અને તેને મહમદશાહ નામને ૧૫ વરસની ઉંમરને દીકરે ગાદીએ આવ્યો. નિઝામશાહીમાં આ સમયે મલિકબરના દીકરા ફક્તખાનના હાથમાં રાજ્યસૂત્રો હતાં. - નિઝામશાહીની નબળાઈ નીરખી, તેમની અવ્યવસ્થાને લાભ લઈ બિજાપુરની આદિલશાહી તેમને “ધારૂર”ને કિલ્લે બથાવી પડી હતી. આ કિલ્લે નિઝામશાહી સરદારની આંખમાં ખેંચી રહ્યો હતો. આદિલશાહી ઉ૫ર ચડાઈ કરીને તેને પાયમાલ કરવાનું કામ મલિકબરના મરણ પછી તેના દીકરાએ હાથમાં લીધું અને શક ૧૫૪૯ ના આશ્વિન માસમાં જ ધારર ઉપર ચડાઈ કરી. મલિકબરના વખતમાં નિઝામશાહી લશ્કરને જે વિજય મળ્યા હતા તે નજર સામે રાખી કરેખાને આ ચડાઈ કરી હતી. ભાતવડી અને નવરસપુરના નિઝામશાહી લશ્કરના પરાક્રમોથી દરખાને બિજાપુરની સામે કમર બાંધી પણ ફખાને પિતાની ગણત્રીમાં ભૂલ ખાધી હતી. મલિકબરે મેળવેલા વિજયે એ બધા સિંહાજીનાં પરાક્રમનાં ફળ હતાં એ વાત ધ્યાનમાં ફરેખાને ન લીધી તેથી જ એની ગણત્રીમાં ભૂલ થઈજેના જોર ઉપર નિઝામશાહીએ યે મેળવ્યાં તેને તે આદિલશાહીમાં ધકેલ્યો એટલે લડાઈના પાસા ફરી ગયા અને જીતની બાજી હારમાં આવી પડી. ફખાને આદિલશાહી મુલાકે ઉપર ચડાઈ કરી ત્યારે શરૂઆતમાં નિઝામશાહીના પાસા થોડા સવળા પડ્યા પણ સિંહાજી જે બહેશ વીર સામે હતા એટલે એણે જોત જોતામાં બાજી બદલી નાંખી. કદરિ કજરીની લડાઈ લખુજી જાધવનું ખૂન નિઝામશાહીનાં સૂત્રો મલિકબરના દીકરા ફખાનના હાથમાં આપવામાં આવ્યાં હતાં પણ તે ઝાઝા દિવસ સુધી પોતાના હાથમાં રાખી શકો નહિ. ફખાન સત્તાના મદથી છકી ગયો હતો. એ સ્વભાવે ઘણે દુષ્ટ હતો. જવાબદાર અમલદારમાં જે કુનેહ જોઈએ તે પણ એનામાં ન હતી. એનામાં બહુ પાણું ન હતું. એનામાં છત ન હતી. એ ભારે દંભી હતા. ફખાનના આ દુર્ગણે નિઝામશાહ લાંબો વખત સુધી સાંખી શકે એમ ન હતું. પિતાના ઘાતકી, મૂર્ખ અને ઈર્ષાખોર સ્વભાવને લીધે ફક્તખાન દરબારમાં પિતાના દુશ્મને વધાર્યા જ જતો હતો. નિઝામશાહીના સેનાપતિ હમીદખાનને અને ફખાનને દુશ્મનાવટ હતી. નિઝામશાહ બાદશાહ કાનને બહુ કાચો હતે. નિઝામશાહી લશ્કર હમીદખાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy