SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર ૬૭૧ કુરાનના રાજકીય આદર્શોની મુસ્લીમ ઉપર અસર : એ ધર્મના આદર્શોએ એના અનુયાયીઓનું વાસ્તવિક ભલું કંઈજ કર્યું નથી. મુસ્લીમ ધમેં એના અનુયાયીઓને કેવળ વિગ્રહ કરવાના ઉદ્દેશથી સંગઠિત કર્યા છે. નવા મુલકે જીતવાના હતા અને માલદાર કાકરેને લૂંટવાના હતા ત્યાં સુધી તે મુસ્લીમ રાજ્ય ધમધોકાર ચાલ્યું. મુખ્ય સંસ્થા કુલી ફાલી અને ઝપાટાબંધ એનો વિકાસ થયો; કળાઓ, ઉદ્યોગો અને અમુક પ્રકારનું સાહિત્ય અને ચિત્રકળા પણ પિષણ પામ્યાં. પરંતુ ઈસ્લામના વિકાસની ભરતીની છેલ્લી છળ આસામ અને ચટગાંવના ડુંગરો કે મહારાષ્ટ્રના ખડબચડા પહાડો પર જઈને નિષ્ફળ અથડાઈ ત્યારથી એની પડતીનાં પગરણ મંડાયાં. પિસે તે હતો જ નહિ એટલે શાંતિને સમય શેના ઉપર ગુજારે? આરામ એ એના વિકાસને જ નહિ પરંતુ એના જીવનને આઘાતરૂપ નીવડયો. સરકારની કૃર ભલાઈએ રાજકર્તા પ્રજાને શાંતિના સમયના ધંધા માટે નાલાયક કરી મૂકી હતી અને જીવનવિગ્રહના શાંત પણ ભયંકર કાર્ય માટે તે નાઈલાજ બની હતી. રોમન સામ્રાજ્ય વખતના રોમન અને ૧૬ મી ૧૭ મી સદીના સ્પેનિયાડૅ પેઠે તુ લડાયક અને કરકસર વગરની પ્રજા છે. એમનું સ્વાભાવિક વલણજ યુદ્ધના ધંધા પ્રત્યે. હેય છે અને સુલેહશાંતિ એમને મન બેકારી અને પડતી સમાન છે. ઈસલામના નિશ્ચિત સિદ્ધાંએ મુસલમાનોને એક મોભાદાર, રાજ્યની આવક ઉપર નભાવનાર, સ્વાભાવિક રીતે જ શાંતિના સમયમાં સુસ્ત થઈ જનાર અને જીવનની રંગભૂમિ ઉપર પરાધીન બની જનાર વર્ગ બનાવી દીધે. પ્રથમના વિજેતાઓ બહાદુર, ઉદ્યમી અને વિજયના ભૂખ્યા હતા પરંતુ એમના વંશજો બાપદાદાઓની મહેનત પર એશઆરામ કરવા લાગ્યા. એમને મહેનત્ત પ્રત્યે સૂગ ચડતી અને પિતાના પ્રદેશના બદલામાં લશ્કરી નોકરીને તેઓ ખરાબ વેરે ગણવા લાગ્યા. સરકારી નોકરી એ મુસલમાનને બાપતી હક ગણાવા લાગ્યો એટલે બીજા પરાક્રમ કરવાની કે બહાદુરી બતાવવાની તક શોધવાપણું રહ્યું જ નહિ. રાજાઓએ ધર્મદાનમાં આપી દીધેલા વિશાળ પ્રદેશ અને ઇનામી જમીનની આવકમાંથી હજારો મુસલમાન કુટુંબો એદીપણે જીવવા લાગ્યાં અને જમાને જતાં આવા કુટુંબની વસ્તી વધતી ગઈ તેમ તેમ એમની અવદશા થતી ચાલી. ગરીબખાનાં નિભાવવા માટે રાજ્ય તરફથી અપાતી અઢળક દોલત અને રમઝાન અને એવા બીજા તહેવારો દરમિયાન અપાતું. અમાપ દાન, આળસને પોષવામાં મદદ કર્યું જ જતું હતું. કુદરત અને મહેસૂલી અમલદારની ખફામરજી સહન કરતે કરતે પ્રમાણિકપણે ખેડૂત તરીકે જીવન ગાળવું એના કરતાં રાજધાનીમાં ફકીર તરીકે જીવવું એ વધારે આરામ અને સુખી જીવન હતું. આમ સામ્રાજ્યમાં એક એદી અને એશઆરામી વર્ગ ઉભું થયું અને એણે સામ્રાજ્યનું બળ ચૂસી લીધું સામ્રાજ્યની પડતી થતાં સૌથી પ્રથમ એજ વર્ગને સહન કરવું પડ્યું. મુસ્લીમ રાજકર્તાઓ અને તેમની પ્રજાઓનું નૈતિક અને આર્થિક અધઃપતન : રાજકર્તા વર્ગ આર્થિક મુશ્કેલીમાં મુકાવાથી તેમના હાથ નીચેની પ્રજાઓ તરફનું તેમનું વર્તન પણ બગડયું અને રાજ્યની આબાદાનીનાં સાધને ઘટી જવાથી તેની ઉન્નતિ થતી અટકી. જ્યારે કઈ વર્ગ જાહેર રીતે કાયદો કે અધિકારી વર્ગ તરફથી હેરાન થાય ત્યારે તેનું જીવન પશુ જેવું થઈ જાય એ સ્વાભાવિક છે. આત્મા તથા બુદ્ધિની કેટલીક ઉમદા શક્તિઓ હણાઈ જવાથી હિંદુઓ પિતાની શક્તિઓને સંપૂર્ણ વિકાસ કરી શકતા નહિ. તેમના માલિકોના તેમને ગુલામ બની રહેવું પડતું, તેમની ખુશામત કરવી પડતી, તેમની તાબેદારી ઉઠાવવી પડતી અને એ એક જ રસ્તે તેઓ પિતાની મહેનતને કંઈક બદલે મેળવી શકતા. આવી સામાજિક પરિસ્થિતિમાં માણસના હાથ અને મન સંપૂર્ણ રીતે કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy