SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ સુ આપણી સામે જે ખટાશ અને કડવાશથી લડી શકે છે તે કડવાશ અને ખટાશ એ લેકે શભાજીની સામે રાખશે નહિ. આમ થાય તાપણુ આપણને એક પ્રકારના લાભ તો થાય જ. મહારાષ્ટ્રના મરાઠાઓમાં અને ખાસ કરીને શિવાજીના ધરમાં ભેદનીતિ દાખલ કરી મુગલાઈ મજબૂત કરવાના સુંદર માકા માલીકે આપણને આપ્યા છે એને આપણે લાભ ઉઠાવીશું તે આપણી ધારી બાજી સહેલાઈથી પેશ જશે. શિવાજીના વનથી શંભાજી અત્યંત ગુસ્સે થયેલા છે અને એના એ ગુસ્સાને ટકાવી રાખવા અને તેમાં વધારા કરવા માટે એને મરાઠા સાથે લડાઈ કરવાની તક આપવી જોઈએ. કારાની પડતીને સમય સમીપ આવતા દેખાય છે.' આવી મતલબના પત્ર લેરખાને ઔરગઝેબ તરફ રવાના કર્યાં અને તરતજ પોતાના વિચારે। અમલમાં મૂકવા માંડ્યા. પોતે સૂચવેલી ખાખતાને ખાદશાહ તરફથી મંજુરી મળી જશે એની દિલેરખાનને ખાતરી હતી એટલે એણે બાદશાહ તરફથી જવાબની રાહ ન જોઈ પણ તરતજ શંભાજીને લશ્કરની ટુકડી અને યુદ્ધસામગ્રી આપી મરાઠાઓના કબજાના ભૂપાળગઢને ઘેરા ઘાલી એ કિલ્લે જીતવા માટે રવાના કર્યાં. ૪. ભૂપાળગઢને ઘેરો--પિતા ઉપર પુત્રની છત. ભૂપાળગઢના કિલ્લા એ મરાઠાઓના જૂના કિલ્લાઓમાંના એક હતા. આ કિલ્લા ઉપર મરાઠા સિપાહીઓનું મજબૂત થાણું મહારાજે રાખ્યું હતું. આ કિલ્લાને કિલ્લેદાર શાહીસ્તખાનને ચાકણુ આગળ ચણા ચવડાવનાર ઈતિહાસપ્રસિદ્ધ વૃદ્ધ સરદાર ફ્રિરંગા” નરસાળા હતા. કિલ્લેદાર બહુ અનુભવી અને કસાયેલા હતા છતાં આ અણધાર્યા અને અસાધારણુ સંજોગને લીધે એ ભારે ગૂંચવણમાં પડ્યો હતા. પાતાના માલીકના બ્રેકરાને, પાટવી કુંવરને શિવાજી મહારાજ પછી ગાદીના ધણીને મરાઠાઓના કિલ્લા મુગલા માટે જીતવા આવેલા જોઈ ફિરંગાજીએ ઊંડા વિચાર કર્યાં અને વચલા રસ્તા શાધી કાઢવો. એણે એક બ્રાહ્મણ વકીલને શભાજી રાજા પાસે કિલ્લા ઉપર મારા નિહ કરવાનું સમજાવવા માટે રવાના કર્યાં. શંભાજીરાજા આ વકીલને જોઈને અને એની વિનતિ સાંભળીને બહુજ ગરમ થઈ ગયા, ક્રોધથી એ ગાજી ઊઠયેા, તલવારથી એ વકીલના બે કટકા કરી નાંખ્યા અને કિલ્લા ઉપર હલ્લા કર્યાં. મુગલ લશ્કર ઉપર તાના મારા ચલાવી દુશ્મન લશ્કરના ખાડા કાઢવાના આ માકા હતા અને મરાઠાઓ તૈયાર પણુ હતા પણ લશ્કરને માખરે શાંભાજી રાજા ઉભા હતા એટલે એના ઉપર ગાળા કેમ છેડાય એ વિચારથી કિલ્લેદાર તથા ખીજા લશ્કરી અમલદારા ગૂચાયા અને વિચારમાં પડ્યા. મુગલાએ મરાઠાની કતલ શરૂ કરી. આવા સંજોગામાં શું કરવું તે માટે મહારાજને પૂછવા ફિરંગેાછ રાત્રે કિલ્લામાંથી છટકી ગયા. જતા પહેલાં કિલ્લાના મચાવને બધા બંદેોબસ્ત ફિર ંગાજીએ કર્યાં અને પોતાના હાથ નીચેના અમલદારાને કિલ્લો સાંપી ક્િર`ગાજી ચાલ્યેા ગયા. કિલ્લાને બચાવવા માટે મરાઠા લશ્કરે પાતાથી ખનનું કર્યું પણ મરાઠા લશ્કર ટકી શકયું નહિ. શિવાજી મહારાજને ખબર મળી એટલે કિલ્લાના બચાવ માટે એમણે તરતજ લશ્કર મેકલ્યું પણ તે લશ્કર આવી પહેાંચે તે પહેલાં તેા કિલ્લા પડ્યો. મહારાજ ફિરંગાજી નરસાળા ઉપર ક્રોધે ભરાયા અને કિલ્લેદાર અણી વખતે કિલ્લાના દુશ્મન ઉપર મારા ચલાવવાને બદલે રણછોડી ગયે। તેથી એણે ભારે ગુને કર્યાં છે, એ પાતાની ફરજ ચૂકયા છે, એની ગફલતને લીધે કિલ્લા ગયા છે, એની ભૂલને લીધે સેંકડા જાનની ખુવારી થઈ છે, એ ક્રૂરજ ભૂલો તેથી મહારાષ્ટ્રને નુકસાન થયું છે. લશ્કરી અમલદારની આવા પ્રકારની કસુર જરાએ નિભાવી લેવાય નહિ અને એ નીભાવવાથી બહુ ખાટા દાખલા બેસે અને શિસ્તનું કડક પાલન થશે નહિ. કિરગાજીના ગુના બહુ મોટા છે. લશ્કરી દષ્ટિથી એ ગ્રુતા તપાસતાં અને જતા કરવામાં અગર એના ઉપર રહેમ કરવામાં ભારે માઠું પિરણામ આવવાનો સંભવ છે એમ વિચારી મહારાજે એને દેહાંતદંડની શિક્ષા ફરમાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy