SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જી. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મ પક્ષના અર્યુ હતા અને સીદી મસાઉદખાન એ દક્ષિણી પક્ષના આગેવાન હતા. પઠાણુ પક્ષના હાથમાંથી રાજના સૂત્રેા દક્ષિણી પક્ષમાં ગયાં. પણ પઠાણુ પક્ષ નરમ પડ્યો ન હતા. બન્ને વચ્ચેની કડવાશ અને ખટાશ વધતી જતી હતી. ખાળ સુલતાન સીકંદર આલિશાહ તા સત્તામાં હેાય તે પક્ષના આગેવાનના હાથમાં રમકડાની માફક રમી રહ્યો હતા. રાજ્યનાં સૂત્રા દક્ષિણી પક્ષના આગેવાનના હાથમાં આવ્યાં હતાં, તેથી પઠાણુ પક્ષ નારાજ થઈ ગયા હતા અને ધાળે દિવસે એ પક્ષના સરદારા શહેરમાં ખુલ્લે છાગે તાકાના કરવા લાગ્યા. પઠાણુ લશ્કરે જુલમની હદ વાળી. આવી સ્થિતિ આદિલશાહીની હતી. આ વખતે શિવાજી મહારાજ હુખળી તરફના ગાળાના સૂબેદારા, સરદારા અને સસ્થાનિક પાસેથી ચેાથ ઉધરાવવાના કામમાં પડ્યા હતા. સીદી મસાઉદખાન કુતુબશાહી સુલતાન સાથે મસલત કરીને દિલેરને હાંકી કાઢવાના વિચાર કરી રહ્યો હતા. દિલેરખાન બહુ ચાલાક અને અનુભવી હતા એટલે મસાઉદના અંતઃકરણના ભાવ એ વર્તી ગયા અને એ બિજાપુર ઉપર ચડાઈ કરવાનાં બહાનાં શેાધી રહ્યો હતા. સુલતાન સીક ંદરશાહની બહેન બાદશાહ બેગમ શહેનશાહના શાહજાદાને આપવાની શરત બિજાપુરવાળાએ પાસે દિલેરે કરાવી હતી તે શરતને અમલમાં મૂકવાનું કહીને આદિલશાહી દરબારમાં મરધડાં લડાવવાની ખાજી એ ખેલી રહ્યો હતા. બાદશાહ બેગમને મુગલ શાહજાદા જોડે પરણાવવાના પ્રશ્ન ઉભા થયા એટલે અન્ને પક્ષમાં દુખાઈ રહેલી કડવાશ પાછી જાગૃત થઈ. ગમે તેવા સંજોગા હાય અને સ્પાય તે થાય તા પણુ બાદશાહ બેગમને શાહજાદા જોડે પરણાવી નહિ એવે એક પક્ષના અભિપ્રાય હતે. દિલેરખાને તા એ શરત પળાવવા માટે આદિલશાહી ઉપર ભારે દબાણ કર્યું હતું અને આક્લિંશાહીને ફરજ પાડવા એ તૈયાર થયા હતા. આ પ્રશ્નને લીધે બહુ ઝગડા ઉભા થયા અને આ ઝગડામાં જ આદિલશાહી રામશરણુ થઈ જાય એવા રંગ દેખાવા લાગ્યા. મુગલાએ મસાને જણુાવ્યું કે શાહજાદીને સરત પ્રમાણે નહિ મોકલે તે અમેા લડાઈ બહેર કરી શહેર ઉપર મારા ચલાવીશું. બાદશાહ બેગમે આ સાંભળ્યું અને એને બહુ જ ખેદ થયા. પોતાને કારણે આદિલશાહીના અંત આવે, આખુ' રાજ્ય છિન્નભિન્ન થઈ જાય, દુશ્મને ફાવી જાય અને પેાતાના ભાઈની સલ્તનત તૂટી પડે એ જોવા એ રાજી ન હતી. પેાતાના ભાઇની દુર્દશા થાય, પ્રજાને બિચારીને પિલાવું પડે, ઘણાં માણસા કપાય, ઘણાં કુટુંબે નાશ પામે એ એને ઠીક ન લાગ્યું એટલે ખહુ વિચાર કર્યાં પછી બાદશાહ ખેગમ બાહેાશીથી હિંમતભેર બહાર નીકળી અને એણે જણાવ્યું કે મારા પિતાના અને ભાઈના રાજ્યની ખરાખી થાય અને પ્રજાને દુખ વેઠવાં પડે એના વિચાર કરતાં હું કંપી ઉઠું છું અને આ બધું મારે લીધે થાય છે એને મેં વિચાર કર્યાં છે અને હવે આ સંજોગામાં મુગલ ઝનાનખાનામાં જવાના મેં નિશ્ચય કર્યાં છે. મારે માટે કાઈ એ ઝગડવું નહિ. બાદશાહ બેગમના આ નિશ્ચય જોઈ ધણા ચકિત થયા અને બધાએ ઝગડાટટા બંધ થયા. બાદશાહ બેગમ પેાતાના હકીમ સમસુદ્દીનમિયાંને સાથે લઈ તે મુગલ અમલદારને ત્યાં ગઈ. એને ભારે માન આપવામાં આવ્યું. એને માનપાન સાથે પૂરતા બંદોબસ્ત કરી દિલ્હી તરફ રવાના કરવામાં આવી. બાદશાહ એગમ ગઈ અને ઝગડા પત્યેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy