SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. શિવાજી ચત્રિ [પ્રકરણ ૧૧ મુ‘ અમેએ કાંઈ ચુડીએ નથી પહેરી. મહારાજ ! શિવાજીરાજાનું લશ્કર વીર માવળાનું છે ત્યારે શું આપનું લશ્કર નામāનું છે? અમને પણ અમારાં નાક વહાલાં છે. અમે તે આપના ઈસારાનીજ રાહ જોઈ તે બેઠા છીએ. આપના યેદ્ધાઓના બાહુ સ્ફુરી રહ્યા છે, આપનું લશ્કર આપના હુકમની વાટ જુએ છે. લશ્કરમાં કેટલા ઉત્સાહ વ્યાપી રહ્યો છે, લડાઈ માટે કેટલા બધા આતુર થઈ રહ્યા છે તેનું વર્ણન અમે નથી કરતા. આપ એમને કસેાટીએ ચડાવે. આપનું લશ્કર કેટલા દરજ્જાનું છે તે તે। આપ એમને આ વખતે કસોટીએ ચડાવશો ત્યારે જાણશો. આપનો વિરાધ ન્યાયને છે એટલે આપને તો વિજયજ થવાના છે. આ વખતે પાછી પાની કરવાથી આપની પત જશે અને સામા પક્ષનું ચડી વાગશે. આ બધા સજોગ। ધ્યાનમાં લઇને અમે તે આપને ચરણે વિનંતિ કરીએ છીએ કે કૃપા કરીને આપ આપના સેવકાને આપની સંપત્તિ ઉપર ત્રાપ મારનારાએની સામે ઝૂઝવાની તક આપો. આપને દબાવીને આપતી સપત્તિ સામા પક્ષ પડાવી જાય અને અમે આપના અન્નથી પોસાયેલા ટગર ટગર જોયા કરીએ તે આ જીવન શા કામનાં? જો અમારા નસીબમાં આ અપમાન મુગે માઢે સહન કરવાનું જ હાય તે। આ જિંદગી અમને તે બહુ ભારરૂપ લાગે. આપ અમારા માલીક છે. શું આપનું અભિમાન અમને ન હાય ? માલીક માટે પ્રાણ સાંધા કરનાર સેવા શું શિવાજી મહારાજની જ પાસે છે? અમે પણુ જગતને બતાવવા ઇચ્છીએ છીએ કે કાજરાજાના સેવકા એમની વફાદારીમાં કાઇથી ઉતરતા નથી. અમારા માલીકને કાઈ ખાવી જાય અને અમે માઢું જોયા કરીએ એતા જીવતા મુઆ ખરાબર અમને લાગે છે. શિવાજીરાજાના લશ્કરને અમારી સમશેરના સ્વાદ ચખાડવાની અમને કૃપા કરીને રજા આપો. આપની કૃપા અને માલીકની મહેરથી શિવાજીરાજાના લશ્કરને અમે ધૂળ ફેંકાવીશું. ’ ૫૨ પોતાના સ્વાર્થ સાધવા માટે, પોતાના માલીકને ખાડામાં ઉતારનાર સેવકા તે દુશ્મનથી એ ભુંડા હોય છે. પોતાના માલીકને આડે રસ્તે દોરનાર દુમૈત્રી દુશ્મન કરતાંએ વધારે ભયંકર નીવડે છે. એવા સેવકૈા, સાથીઓ અને મંત્રીએની સ્વાર્થી જાળમાં વ્યકાળ રાજા લપટાઇ ગયા હતાં. આવા એજવાબદાર સ્વાર્થી માણસાએ એને ચડાવ્યા અને એવી રીતે એ નચાવ્યેા નાચનાર વ્યકાજી, શિવાજી મહારાજના લશ્કર સાથે લડવાની તૈયારી કરવા લાગ્યા. શિવાજી મહારાજના સામનાને નિર્ધાર થયે. શિવાજી મહારાજને આ બધી વાતની ખબર પડી. સ્વાર્થીઓએ એને આડે રસ્તે દોર્યું છે, ખાટી રીતે ઉશ્કેરીને ચડાવ્યેા છે એ બધી વાતા એમના જાણવામાં આવી. મહારાજ સાથે સમાધાન નહિ કરવાનું કાજએ લીધેલું પણ આત્મધાતકી છે અને તેમાં વ્યકાને ભારે નુકસાન છે એમ મહારાજ માનતા હતા એટલે એમને વ્યાજીની આ વર્તણુકથી દુખ થયું. કાજી ઉપર ચડાઇ કરી એના લશ્કરને રફતરે કરી નાંખવા જેટલું બળ મહારાજના લશ્કરમાં હતું પણ મહારાજે વિચાર કર્યો કે ‘ મારા નાના ભાઇને હરાવવામાં અને એને નુકસાન કરવામાં, એની અપકીર્તિ કરવામાં પુરુષ નથી. એ નાના છે એને નાનેા કહી જગત મા કરશે. મારાથી એના જેવું વલણ ન લેવાય. કડવી હેાયે લીમડી, શીતળ તેની છાંય; બંધુ હાય અમાલણા, પણ પેાતાની ખાંય. એ મારા ભાઈ છે અને વળી નાના ભાઈ છે એ મારાથી કેમ ભૂલાય. ખત્તા ખાઈને, ટપલા ખાઈ તે, આજે નહિ તા કાલે ઠેકાણે આવશે. મારાથી એના ઉપર ચડાઇ ન કરાય, મારે તે ઉપરથી કડક રહી અંદર મૃદુ રહેવું જોઇએ. પ્રભુ એને સન્મતિ આપેા.' મહારાજે એના ઉપર ચડાઇ કરવાને વિચાર માંડી વાળ્યું. મહારાજે છાવણી ઉપાડી. ન કાજી રાજા ચક્કરે ચડયો છે, એના દુમૈત્રીએ એને સીધે રસ્તે નથી દારતા અને ગમે તેટલી શિખામણ એને આપવામાં આવે અથવા ગમે તેવા માણસને એની પાસે સમજાવવા માકલીએ તા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy