SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રકરણ ૨ .] છે. શિવાજી ચરિત્ર ૩૫ ઘેર આવ્યા. રાત્રે વાળું પાણી પરવાર્યા પછી સિંહા રાજા થાક્યાપાડ્યા નિદ્રાને વશ થયા. તે રાત્રે સિંહાજી ભર નિદ્રામાં પડયા હતા. તે વખતે એમના શયનગૃહમાં એક વિચિત્ર બનાવ બન્યો. સિંહા રાજાને સ્વમ આવ્યું. રૂમમાં એક સાધુ ફાટ્યાં તૂટ્યાં કપડામાં તેમની પાસે આવીને ઊભો રહ્યો. આ સાધુએ સુતેલા સિતાજીના હાથમાં એક સુંદર પરિપકવ કેરી મૂકી અને બોલ્યો -“ રાજા આ આમ્રફળ તને પ્રભુના પ્રસાદ તરીકે આપું છું. આ પ્રસાદ તું અને તારી પત્ની બને મળીને આરોગ. આ પ્રસાદ પામવાથી તમને એક પ્રભાવશાળી પુત્ર થશે. આ તારું સંતાન શંકરને અંશ મનાશે. યવનેને નમવા માટે તારે એને કોઈ દિવસ દબાણ ન કરવું અને વધારે આગ્રહ પણ ન કરવું. એ છોકરે બાર વર્ષની ઉમરનો થાય એટલે તારે એને પૂરેપુરી છૂટ આપી દેવી. બાળક બાર વરસને થાય એટલે એના ઉપર તારે અંકુશ ખસેડી લેજે અને એની મરજી મુજબ તું એને સ્વતંત્રતા ભેગવવા દેજે (૧. કિંકડ પારસનીર પાનું. ૨૨ ). આ અમથી સિંહાજી ઊંઘમાંથી એકદમ ઝબકી ઊઠયો. ઊઠીને જોયું તે તેના હાથમાં એક સુંદર પાકેલી કેરી કેાઈએ મૂકેલી એણે જોઈઆ આમ્રફળ જોઈ સિહાજી બહુ જ અચંબામાં પડ્યો. પોતાની પત્ની જીજાબાઈને જગાડીને સિહાજીએ પોતે જોયેલું સ્વમ માંડીને કહ્યું. પતિના હાથમાં આમ્રફળ જોઈને જીજાબાઈ પણ વિસ્મય પામી. પતિ પત્નીએ આ બનેલા બનાવ સંબંધમાં વિચાર કર્યો અને સાધના કહ્યા મુજબ એ કેરી બન્ને જણે ખાધી. થડા માસ પછી ગર્ભવતી જીજાબાઈને લઈને સિહાજી માહુલના કિલ્લામાં મુરતુઝા નિઝામશાહની સાથે હતો ત્યાંથી નીકળી બિજાપર તરફ ચાલી ગયો. સિંહાને પકડવા માટે મુગલ લશ્કરની ટુકડીને એક સરદાર લખુજી જાધવ તેની પૂઠે પડયો હતો. જાધવરાવ અને જીજાબાઈનો ભેટે શિવનેરી કિલ્લા નજીક થયાનું તથા જીજાબાઈએ શિવનેરીના કિલ્લામાં પિતાનાં માણસો સાથે જઈ આશ્રય લીધાનું આપણે પાછલા પ્રકરણમાં વાંચી ગયા. શિવનેરીના કિલ્લામાં ગયા પછી શું થયું તે આપણે આ પ્રકરણમાં તપાસીશું. જીજાબાઈ શિવનેરી કિલ્લામાં હતી. તેના રક્ષણ માટે પૂરેપુરો બંદોબસ્ત હતું. જીજાબાઈને રસ્તામાં મૂકીને સિંહાજીને આગળ જવું પડ્યું ત્યારે સિંહાજીએ જીજાબાઈની સાથે રહેવા માટે કારભારી બાળકૃષ્ણપત હણમંત, સંક્રાઇ નિલકંઠ, સેનાપંત, રઘુનાથ બલ્કાળ કરડે વગેરે સરદારને રાખ્યા હતા (૧. ચિટણસ. ૨૬). સિંહાજી મજલ દડમજલ કૂચ કરતે લશ્કર સાથે બિજાપુર જઈ પહોંચે. સિંહાજી પિતાની ચપળતાથી જાધવરાવ જેવા કસાયેલા દ્ધાને પણ ટપી ગયો અને હર પ્રયને જાધવરાવના સપાટામાંથી બહાર નીકળી ગયો. જીજાબાઈને પુરેપુરો બંદોબસ્ત સિંહાએ કર્યો હતા. આ ઉપરાંત જીજાબાઈને જુસરના શ્રી નિવાસરાવની પણ ભારે ઓથ હતી (૨. કેળુસ્કર. ૫૨.). તે સંજોગે અને જમાને જોતાં જીજાબાઈ શિવનેરીમાં પૂરેપુરી સહીસલામત હતી. હિંદુ સંસારમાં હિંદુ સ્ત્રીઓ પિતાને પતિ સાનિધ્યમાં હોય છે ત્યારે સેંકડે સંકટ, વિપત્તિ અને વિટંબણુઓ, અનેક આપદા અડચણ અને આફતોની જરા પણ પરવા કરતી નથી. પતિની દૂફે તે હિંદુ સ્ત્રી મેરુ પર્વત સમા સંકટને પણ ઠેકરે મારવા શક્તિમાન થાય છે. પતિની સેવાથી હિંદુ સ્ત્રીને થાક ઉતરે છે. પતિની સગવડે સાચવવા ખડેપગે મહેનત કરવામાં હિંદુ સ્ત્રીઓ મહાપુણ્ય માને છે. પતિ એ જ પિતાનું સર્વસ્વ, પતિ સેવા એ જ પ્રભુ સેવા એવું હિંદુ સ્ત્રીઓ માને છે. હિંદુ સ્ત્રીઓની સ્થિતિને આ ચિતાર છે ! એશઆરામ, અનુકુળતા અને પૂરપાટ વૈભવ હોવા છતાં પતિથી વિખૂટી થયેલી હિંદુ સ્ત્રીના હૃદયમાં પતિ માટે ફીકર તે ઘર કરીને બેઠેલી જ હોય છે. પતિ નિર્ભય સ્થાને સુંદર સ્થિતિમાં સુખચેનમાં અમનચમન ઉડાવતા હોય તે પણ દૂર રહેલી તેની પત્નીનું મન ભયંકર ભય તે માટે કલ્પે છે અને તે કાલ્પનિક ભયથી દુખી થાય છે. પતિથી વિખૂટી થયેલી સાધારણું પંક્તિની હિંદુ સ્ત્રીઓ પણ વિરોગ દુખથી મનમાં ગુર્યા જ કરે છે. દુનિયામાં અસાધ્ય કહેવાતાં એક દર્દીની પણ દવા ધન્વન્તરિએએ શેાધી કાઢી છે પણ હિંદુ સ્ત્રીઓના પતિ વિયેગને લીધે કલ્પનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy