SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૦ મ એમનાથી ખેાલી જવાયું કે ‘ જે રાજાના રાજ્યમાં આવા સ્વામિનિષ્ઠ પરાક્રમી પુરુષો છે તેના ઉમ થાય જ. શિવાજી રાજાને ધન્ય છે. ' ' ૪. હૈદરાબાદથી પ્રયાણ. સુલતાન સાથે કાલકરાર થયા પછી મહારાજે હૈદરાબાદથી છાવણી ઉપાડી કીટક તરા સૂચ કરવાનું નક્કી કર્યું. હૈદરાબાદ આવતાં પહેલાં પેાતાના લશ્કરના સિપાહીઓને હૈદરાબાદમાં કુતુબશાહી રૈયતને કાઈપણ જાતના ઉપદ્રવ નહિ કરવાના હુકમેા આપ્યા હતા. આ હુકમાનેા જેણે સહેજ પણ ભંગ કર્યા હતા તેને ભારે અને સખત સજા મહારાજે કરી હતી. મહારાજ લશ્કરની શિસ્ત અને નિયમનની ખાબતમાં અતિ કડક હતા. હુકમોને ઢીલા કરનારાઓને મહારાજે એવી તા કડક શિક્ષા કરી હતી કે તેથી લશ્કરના સિપાહીએ કપી ઉઠયા હતા. છૂટા પડતી વખતે બાદશાહે મહારાજને માટી મિજલસ ભરીને વિદાયગીરીનું માન આપ્યું. છૂટા પડતી વખતે બાદશાહ અને મહારાજ વચ્ચે એવી વાત થઈ હતી કે કર્ણાટકની ચડાઈમાં આદિલશાહને જે મુલક મહારાજ જીતે તેમાંના કેટલાક પ્રાંત આદિલશાહી જો અબદુલકરીમને કારભારના કામમાંથી ખસેડે અને એની જગ્યાએ આકાણાને નીમે તો તેને પાછા આપવા મહારાજે કબુલ થવું. એવી રીતે કુતુબશાહીમાં જેવા માદણ્ડા વજીર હતા તેવા જ આકણ્ણા આદિલશાહીમાં થાય એવી મહારાજની અને સુલનાનની ઈચ્છા હતી. આશરે એક માસ સુલતાનની મહેમાની ચાખ્યા પછી ઈનામ અને ક્ષિસે વગેરે મેળવી, ભારે માન સન્માન પામી, મેટું તેાપખાનું અને બહુ મેટા ખજાને લઈ મહારાજે લશ્કર સાથે હૈદરાબાદથી છાવણી ઉપાડી કર્ણાટક તરફ્ કૂચ કરી. કન્તુળા–કડપ્પા પાસેથી ખંડણી લીધી. મહારાજની કર્ણાટકની કૂચના સમાચાર બધે ફરી વળ્યા. ધણા સંસ્થાનિા, સ્વત્તત્ર સરદારા, નાના રાજાઓ, મોટા મોટા જમીનદારા અને જુદા જુદા પ્રાંતના જવાબદાર અમલદારાના પેટમાં ફાળ પડી. શિવાજી મહારાજનાં પરાક્રમ અને ઝડપની વાતે તા આખા ભરતખંડમાં ફેલાઈ ગઈ હતી. મહારાજ પવનની પેઠે વીજળીવેગે ક્રાના ઉપર કયારે ચડી આવશે, કયે વખતે ક્રાના ઉપર છાપા મારશે કાને ધેરા ધાલશે, કાને મુલક લૂટશે કયાં વાતે થશે અને કયાં નીકળશે, કયાં છાવણી નાંખશે અને ક્યાં લડાઈ કરશે, તેની ક્રાઈ ને ખબર પડશે નહિ માટે એ ગાળાનેા જ્વાબદાર માણસ ચિંતામાં હતા. તુંગભદ્રા નદીને કિનારે કર્નાળા કડપ્પા નામનું એક નાનું સંસ્થાન હતું. એને સસ્થાનિક આનંદરાવ દેશમુખ હતા ( વિકિઝ ). એણે શિવાજી મહારાજની સૂચના સમાચાર સાંભળ્યા અને એને લાગ્યું કે ‘ મહારાજના સપાટામાંથી બચવું એ બહુ ભારે છે. સાચુ કહીએ તે। ક્ષેની ચુ'ગાલમાંથી ટકવું એ અશકય છે. આખરે ખરાબ થઈ ને, નુકસાન વેઠીને, પ્રજાની ખરાખી કરીને ઉખેડાઈ જવું અથવા નુકસાન વેઠીને પ્રજાની અને મુલકની ખરાખી કરી લઈને ખડિયા થવું તેના કરતાં આપણા ખળને, શક્તિના વિચાર કરીને પહેલેથીજ એમને શરણે જઈને ખંડિયા બની જવું એ વધારે સારૂં છે. આવી રીતે પોતાના નિશ્ચય કરી આનંદરાવ મહારાજને આવીને મળ્યો. આનંદરાવે શિવાજી મહારાજને એક ખડિયા તરીકે પાતે હાય એવી રીતે માન આપ્યું અને એની પ્રજાને ખંડિયા રાજાની પ્રજા ગણીને કાઈપણ જાતનેા ઉપદ્રત્ર મરાઠા લશ્કર ન કરે તે માટે લશ્કરી અમલદારાને યાગ્ય સૂચના આપવા વિનંતિ કરી. પેાતાને ખડિયા સસ્થાનિક સ્વીકારી એના મુલક ઉપર અને પ્રજા ઉપર ક્રાઈ હલ્લા હરકત ન કરે તે માટે ઘટતી સૂચનાએ યેાગ્ય અમલદારાને આપવા આનંદરાવે મહારાજને નમ્ર અરજ ગુજારી. આનંદરાવની માગણીના સંબંધમાં એની અને મહારાજના મુત્સદ્દી મંડળની વચ્ચે ખૂબ વાટાઘાટ થઈ. આખરે આનંદરાવે મહારાજને દર વરસે પાંચ લાખ ાનની ખંડણી આપવાનું મુલ કર્યું. મહારાજે આનંદરાવની ખંડણીની ૫ લાખ હૈાનની રકમ સ્વીકારી અને એને નિય કર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy