SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ છે. શિવાજી ચરિત્ર પ્રકચ્છ ૧૦ મું ૬. કર્ણાટકની ચડાઈમાં કર્ણાટક પ્રાંતન જેટલે મુલક મરાઠાઓ જીતશે તેમાંથી સિંહજી રાજાના કબજામાંને મુલક છતાય તે તે મહારાજે પિતા માટે રાખીને બાકી બધે મુલક સુલતાનને આપો. ૭. લડાઈમાં મળેલી લૂંટ, ખંડણી તથા હૈસુર પ્રાંત ચડાઈને મેં બદલા તરીકે શિવાજી મહારાજે પોતે લે અને તે સિવાયનો બાકીને મલક સુલતાનને આપવો. ૮. ગેવળકડા રાજ્યને મુગલે ને સતાવે તે માટે શિવાજી મહારાજે પાકે અને પૂરતે બંદેબસ્ત કર. ૯. શિવાજી મહારાજને ખુબશાહી સરકાર દર વરસે એક લાખ હોનની ખંડણી આપે છે તે ચાલુ રાખવી. ૧૦. શિવાજી મહારાજને વકીલ હૈદરાબાદ દરબારમાં હતા તે પ્રમાણે જ રહે. ઉપર પ્રમાણેના કાલકરાર થયા. આ કલકરારના સંબંધમાં વાટાઘાટ અને વાતચીત થઈ રહી હતી, ઉહાપોહ થઈ રહ્યા હતા તે દરમિયાન અનેક આનંદના સમારંભ આ બાદશાહી પરણુ માટે થઈ રહ્યા હતા. આખરે શિવાજી મહારાજની ઘડી કૃષ્ણને પણ સુલતાને સત્કાર કર્યો. ઘડીના ગળામાં કુતુબશાહે મુલ્યવાન રત્નનો એક ઉત્તમ હાર ઘાલ્યો અને મહેમાનીની હદ કરી. ૩. “મારે દરેક માળે હાથીનું બળ ધરાવે છે. કેલકરારની વાત ચાલતી હતી તે દરમિયાન નગરના મહાજને શિવાજી મહારાજને બહુ મેટી મિજબાની આપી. સુલતાન જાતે પણ મિજલસમાં હાજર હતા. ભેજન આપ્યા પછી બંને રાજકર્તામહારાજ અને સલતાન નિરાંતે વાત કરવા બેઠા હતા. વાતચીત દરમિયાન સુલતાન તાનાશાહે સહેજ જાણવા ખાતર મહારાજને પૂછયું–‘શિવાજી રાજાની ગજશાળામાં હાથી કેટલા છે?” મહારાજે તરત જ જવાબ આપ્યો કે “મારે લશ્કરમાં જેટલા માવળા છે તે બધા જ મારા હાથી છે. મારી દરેક માવળો એક હાથીનું બળ ધરાવે છે. ' આ જવાબ સાંભળી સુલતાન નિત્તર થયો પણ આ જવાબથી એના મનનું સમાધાન ન થયું, કારણ શિવાજી મહારાજની આ વાત એણે માની નહિ. ઘણી ફેર એવું બને છે કે સમયસૂચકતાવાળા હાજરજવાબી પુરુષ સામા માણસને પિતાની વિદ્વત્તા અને હાજરજવાબીપણાના જોરથી નિત્તર કરી શકે છે, પણ એમના મનનું સમાધાન નથી કરી શક્તા. સામે માણસ નિરુત્તર થાય તેથી સામાની દલીલે એને ગળે ઉતરી કે એના મનનું સમાધાન થઈ ગયું એમ માનવાની જરૂર નથી. સુલતાન તાનાશાહની પણ આવી જ સ્થિતિ થઈ મહારાજના જવાબથી એ નિરુત્તર થઈ ગયા પણ એમને કહ્યું એને ગળે ઉતર્યું ન હતું. સુલતાનને મહારાજે કહેલી વાત સાચી લાગી નહિ. માવળાઓમાં વળી હાથી જેટલું બળ હશે એ બને જ નહિ અને વિચાર કરતાં એને લાગ્યું કે મહારાજે પોતાના માણસોના બળની પ્રશંસા કરવા માટે અતિશયોક્તિ કરી હશે. આ સંબંધમાં સુલતાને વછર સાથે વાતચીત કરી. મહારાજે કહેલી બાબતની પ્રતીતિ કરવાની બંનેની ઈચ્છા થઈ અને આખરે સુલતાનના બહુ જબરા હાથીની અને શિવાજી મહારાજની પસંદગીના ચૂંટી કાઢેલા માવળાની કુસ્તી કરવાનું નક્કી કર્યું. મહારાજે પોતાના માવળા તૈયાર કર્યા. મહારાજે ચેસાજી કંકને આ કામ માટે ચૂંટી કાઢયો. આ નમૂનેદાર અને પ્રેક્ષણીય અનેરી કુસ્તી માટે દિવસ નક્કી કરવામાં આવ્યું. આ કુસ્તી જોવાને માટે હજારો માણસેનાં ટોળાં ભેગાં થયાં હતાં. માવળાઓની ખરી કસોટીને આ પ્રસંગ હતે. શિવાજી મહારાજ પોતાના માવળાઓના બળનાં જ્યાં ત્યાં વખાણ કરતા તે સાચાં હતાં એ સાબિત કરવાનો પ્રસંગ આવ્યો હતો. મુકરર કરેલે ઠેકાણે આ કુસ્તી જોવા મહારાજ અને સુલતાન પણ પધાર્યા હતા. લેકેની ભારે ઠઠ જામી હતી. આ કુસ્તીના સંબંધમાં પ્રેક્ષકેમાંના કેટલાક કંઈ કંઈ તર્કો દોડાવતા હતા. આ કુસ્તીના પરિણામને કલ્પી લઈ કેટલાક માંહમાંહે સરત મારતા હતા. કુસ્તીને વખત થતાં જ યેસાજી કંક મેદાનમાં આવ્યું. એણે મહારાજ તરફ મોં ફેરવી એમને મૂકીને મુજરો કર્યો અને જગદંબાનું નામ દઈ પિતાની છત ઉપર હાથ ફેરવી હાથીની રાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy