SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ ૯ મું ] છે. શિવાજી ચત્રિ ૫૫ આદિલશાહી અને શિવાજી મહારાજની વચ્ચે ઘણા વખત થયાં વિગ્રહ ચાલુ જ હતા. કોઈક વખત એ જ્વાળા નરમ પડતી તો કાઈ વખતે બહુ જોરથી ભભુકી ઉઠતી. મુગલો જ્યારે બહુ જોર પર આવી જતા ત્યારે મહારાજ આદિલશાહી સાથે સલાહ કરતા. આદિલશાહીને જ્યારે અનુકૂળ આવતું ત્યારે મુગલા સાથે મળી જઈ મરાઠાઓને કચડી નાંખવા તે જંગ મચાવતી. આમ સામસામે મુત્સદ્દીપણાના દાવ ખેલાઈ રહ્યા હતા. બિજાપુર સલ્તનતે દક્ષિણના નાના નાના રાજ્યાને સફાચટ કરી દીધાં હતાં અને દક્ષિણ કર્ણાટકમાં આલિશાહી સામે માથુ ઊંચુ કરે એવી એકપણ સત્તા જીવતી રાખી ન હતી. બિજાપુર જેવા બળવાન શત્રુ શિવાજી મહારાજને આંખમાં ખટકી રહ્યો હતા. જતે દિવસે એ ભારે બળવાન થઈ તે નવી સ્થપાયેલી મરાઠી સત્તાને મૂળમાંથી હલાવે એવું પણુ બને, માટે એવા શત્રુને હંમેશને માટે લંગડો કરવાની મહારાજની ઈચ્છા હતી. આદિલશાહીને હુંમેશને માટે લંગડી કરવી હોય તેા કર્ણાટક કબજે કર્યો સિવાય ખીજે રસ્તા જ નથી એ મહારાજ સમજતા હતા અને તેથી કર્ણાટક ઉપર ધણા દિવસેાથી એમની નજર હતી. અણીને વખત આવે અને આદિલશાહી મરાઠી સત્તાને હલાવવા તૈયાર થાય તે તેને કચડી નાંખવાની સત્તા મરાઠાએમાં હાવી જોઈ એ અને એ બળ કર્ણાટક ખામાં આવે તેા જ મરાઠાએમાં આવે એમ હતું. અણી વખતે આગળ અને પાછળ અને તરફથી આદિલશાહી ઉપર મરાઠાઓ મારેા કરી શકે એવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આદિલશાહી હંમેશને માટે લગડી થઈ મનાય અને તેમ કરવા મહારાજ અનુકૂળ સમય અતે સંજોગેની રાહ જોઈ રહ્યા હતા. મહારાજને લાગ્યું જ હતું કે આદિલશાહીને આવી રીતે રેશમર ચારે તરફથી આંદોબસ્ત થઈ જાય તા મુગલાને ઉત્તરમાં ધકેલી મૂકીને વખત આવે એમની હડ્ડી ખરેખર નરમ કરવાનું ફાવી શકે. વળી મહારાજ તા એ પણ જાણતા હતા કે કર્ણાટકના આદિલશાહી સરદારામાં ભારે અસતેષ છે અને માંહેામાંહેના કુસ'પથી બધા નબળા પડી ગયા છે. આદિલશાહીની ઝૂંસરી ફેંકી દેવાતી એમની ઈચ્છા છે પણ તે માટે ખળ ભેગું એ કરી શકતા નથી. એમને જો કાઈ સંગઠિત કરનારા પ્રભાવશાળી પુરુષ નીકળી આવે તે બધા સરદારા તૈયાર થઈ જાય એવી મહારાજની માન્યતા હતી. એમને સંગઠિત કરી જબરું જૂથ જમાવવાની મહારાજને જરુર જણાઈ અને કર્ણાટક કબજે કર્યા સિવાય એ બને એમ ન હતું એટલે મહારાજે કર્ણાટકના વિચાર કર્યાં. મહારાજના મનમાં આ વિચારે. ધૃણા વખતથી ધેાળામાં કરતા હતા. કર્ણાટકને પેાતાની સત્તા નીચે લાવવાના મહારાજ પાટ ઘડી રહ્યા હતા. પેાતાના સાવકાભાઈ ત ંજાવરવાળા વ્યકાળ રાજા અને હણુમતે વચ્ચેના અણુબનાવની ખબર પણુ મહારાજને મળી ગઈ હતી. આ બધા સોગે ધ્યાનમાં લઈ શિવાજી મહારાજે કર્ણાટક ઉપર ચડાઈ કરવાના વિચાર કર્યાં. કર્ણાટક ઉપર ચડાઈ કરવી એ રમત નથી એ મહારાજ પૂર્ણપણે જાણુતા હતા. એ ચડાઈમાં પેાતાને લાંબા વખત સુધી રોકાઈ રહેવું પડશે એ વાત પણ એમની નજરની બહાર ન હતી. પેાતે કર્ણાટક ગયા પછી એમની ગેરહાજરીનેા લાભ લઈ મુગલા તાફાન કરી મહારાજના મુલકને હેરાન કરે તે અટકાવવા માટે શાં પગલાં લેવા તેના વિચારમાં એ પડ્યા. મુગલ સૂબેદાર બહાદુરખાનની ત્રુટીએ મહારાજ ખરાબર જાણી ગયા હતા, એટલે એને મનાવી લઈ કામ કાઢી લેવાને મહારાજે નિશ્ચય કર્યા. બહાદુરખાનનું વજન દિલ્હીના શહેનશાહ આગળ કેટલું છે તે કંઈ મહારાજથી અજાણ્યું ન હતું, પણ એમને તેા તક સાધવી હતી એટલે એવા નિશ્ચય કર્યો. ૫. મુગલાને મનાવ્યા. મહારાજની નજર ચારે તરફ ફરતી હતી. એ જાણુતા હતા કે બાદશાહ આરગઝેબ આ વખતે સરહદની ચિંતામાં પડ્યો હતા એટલે એની ઈચ્છા હાય કે ન હોય, એનું અંતઃકરણુ એને પુકારી પુકારીને કહેતું હાય, હિંદુઓ પ્રત્યેની એની વેરવૃત્તિ એને ઢંઢોળતી હોય તે પણુ, મહારાષ્ટ્રના જાગૃત થયેલા મરાઠાઓને એટલે શિવાજી મહારાજે તૈયાર કરેલા માવળાને નવેસરથી છંછેડવા માટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy