SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ર છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું ચિંતાતુર બની ગયા તે સત્તાધીશ પ્રભુના કરવામાં આવ્યાં હતાં. મહારાજ પોતાની વહાલી માતાની માંદગીને લીધે અતિ હતા. મનુષ્ય પ્રયત્નમાં કાઈ જાતની ખામી નહતી, પણ જન્મ અને મરણની દેરી હાથમાં હોય છે. આ ખાખતામાં માણસ લાચાર હેાય છે. સેવા અને ઉપચાર પૂરેપુરા હોવા છતાં આ સાધ્વી દેવી માતા જીજાબાઈ, મરાઠાઓના રાજ્યદ્વારી ઇતિહાસના પાયા નાંખનાર, યાદવમૂળમાં જન્મ પામેલી, સિસોદિયા ક્ષત્રિય વંશની કુલદીપિકા રજપૂત સ્ત્રીને શાલે એવું જીવન ગુજારી, હિંદુત્વની સેવા કરવા માટે શિવાજી મહારાજ જેવી વ્યક્તિને તૈયાર કરી, પેાતાની ૮૦ વરસની વયે ૧૬૭૪ ના જુન માસની ૧૮ મી તારીખે આ દુનિયા છેાડી સ્વગવાસી થયાં. મરણ સમયે માતા જીજાબાઈની પાસે ૨૫ લાખ હેાનની પુંજી નીકળી. આ પુંજી શિવાજી મહારાજને મળી, મહારાજે વહાલી માતાના મરણુ માટે ભારે શાક કર્યાં. દાન ધર્મ વગેરે કરી આ આજ્ઞાધારક પુત્રે માતાની ઉત્તરક્રિયા આટાપી. મહારાષ્ટ્રના ઇતિહાસમાં રાજ્યદ્દારી મુત્સદ્દી, હિંમતખાજ, દીદ્રષ્ટિ અને કુનેહબાજ સ્ત્રીઓમાં માતા જીજાબાઈ અગ્રસ્થાન ભોગવે છે. શિવાજી મહારાજના રાજ્યાભિષેક સમાર'ભથી હિંદની પ્રજાના બહુ મેટા ભાગને આનંદ થયા. હિંદુસ્થાનની ઘણી સત્તાઓને સાષ થયા પણ કેટલીક સત્તાએને તા આથી ભારે અજા થયા. શિવાજી મહારાજના રાજ્યાભિષેક સમારંભથી વધારેમાં વધારે દુખ તો મુગલ શહેનશાહ ઔરંગઝેબને થયું. બિજાપુર અને ગેાવળકાંડાવાળાઓને આ સમાર’ભથી અંતરને આનંદ તેા હતેા જ નિહ પણ શિવાજી ઔરગઝેબને કટ્ટો વેરી હતા, તેથી મુગલાનું બળ મરાઠાઓની સત્તા તાડવામાં વપરાશે અને તેટલે દરજ્જે એ એ સત્તાએ સહીસલામત રહેશે એ હેતુને નજર સામે લાવી આ બન્ને સત્તાઓએ આ સમારંભથી સાષ માન્યા હતા. ચાલાકી, ચતુરાઈ, મુત્સદ્દીપણું, કુનેહ, યુક્તિ, બળ વગેરેમાં ઔર'ગઝેબથી શિવાજી મહારાજ કાઈ રીતે ઉતરતા ન હતા. વધારામાં ઔર 'ગઝેબની સત્તા જામેલી હતી, એનું લશ્કર જબરું હતું, એનું રાજ્ય બહુ માઢું હતું, એની કુમકે બહુ બળીઆ રાજ્યા હતાં. આ સ્થિતિ હાવા છતાં ઔરંગઝેબને ખળતા રાખી મહારાજ પાતાનું ધાર્યું કરી ગયા. મહારાજે મરાઠાએમાંથી શક્તિવાળી પ્રજા બનાવી. અનેક પ્રસંગે એ પ્રજાને કસેાટીએ ચડાવી એમનામાં જબરેશ આત્મવિશ્વાસ પેદા કર્યાં અને હિંદુત્વના રક્ષણ માટે હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરી. ઔરંગઝેબ જેવા બળીઆની સાથે એ હાડમાં પડ્યા હતા. એમણે ઔરંગઝેબ સામે બાથ ભીડી હતી. આખરે જામેલી મુસલમાની સત્તાને નરમ કરી શિવાજીએ રાજ્ય સ્થાપન કર્યું, તેથી ઔરંગઝેબને ભારે દુખ થયું. ૮. પાટુગીઝ મુલકા ઉપર મરાઠાઓની કરડી નજર. માતા જીજાબાઈના મરણના મહારાજે બહુ શાક કર્યાં. માતા પ્રત્યે મહારાજને કેટલું માન હતું અને કેટલો પ્રેમ હતા તે આપણે અનેક પ્રસંગેાએ જોયું છે. માતાના મરણથી મહારાજનું અંતઃકરણ ઘવાયું હતું પણ રાજકીય બનાવાએ એમનું ધ્યાન વસાઈ તરફ ખેચ્યું, વસાઈના ગાળામાં હિંદુએ ઉપર આફત આવી પડી હતી. હિંદુ સમાજમાં જડ ધાલીને બેસેલી કેટલીક નુકસાનકારક રુઢિઓએ અને હિંદુ સમાજમાં ધર કરી બેસેલી કેટલીક આત્મધાતી માન્યતાએએ, જગતને દાખલેા બેસાડે અને કરાડી પ્રજાને પાઠ શીખવે તે જગતના અનેક ધર્મોં અને પૃથાને પણ ઊંચા માર્ગ દેખાડે એવા હિંદુ ધર્માંતે, એક રાંડીરાંડનું ખેતર, નખળાનું સ્થાન અને બીનવારસી મિલ્કત બનાવ્યાં હતાં. આખા હિંદુસ્થાનમાં મુસલમાને સત્તાના જોરથી હિંદુએને વટલાવવાનું કામ ધમધોકાર કરી રહ્યા હતા અને વળી વસાઈના ગાળામાં પોર્ટુગીઝ લોકોએ હિંદુઓને જોર જુલમથી વટલાવવાનું શરૂ કરી દીધું હતું. • વસાઈના ગાળામાં આજુબાજુના ગામાનાં હિંદુ લેાકા ઉપર પાટુ ગીઝોએ ભારે ધ્માણ કરવા માંડયું છે અને તેમને જોરજુલમથી ખ્રિસ્તી ધર્મીમાં વટલાવવામાં આવે છે' એવી ખખર હિંદુત્વના અભિમાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy