SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૭ મું કરવા માટે મહારાજે રાયગઢમાં મહારાષ્ટ્રના પંડિતેને તેડાવ્યા અને પંડિતાની માટી સભા કરી. આ સભામાં વેદશાસ્ત્રસંપન્ન ગાગાભટ્ટજી પ્રતિપાદન કરવાના હતા તેથી, મહારાષ્ટ્રના ઘણા નામાંકિત વિદ્વાન પંડિતોએ હાજરી આપી હતી. એ સભામાં રાજયાભિષેક વિધિ સંબંધી પ્રશ્ન બહુ ખુલાસાથી ચર્ચવા મહારાજે સૂચના કરી. ખૂબ ચર્ચા, શાસ્ત્રાર્થ અને વાદવિવાદ થયો. અનેક શંકાઓ હતી તેનું પંડિત ગાગાભટ્ટે સમાધાન કર્યું. લાંબી ચર્ચાના અંતે નિર્ણય કરવામાં આવ્યો કે “શિવાજી મહારાજ મેવાડના રજપૂત સિસોદિયા વંશથી ઉતરી આવેલા છે અને તે સાચા ક્ષત્રિય છે. એમના પૂર્વ જમાને કઈ પુરુષ કંઈ કારણોને લીધે મેવાડ છોડી દક્ષિણમાં આવીને વસ્યા તેથી એના વંશજોને મરાઠાઓ કહેવામાં આવ્યા. ક્ષત્રિયમાં ઉપવીતની ક્રિયા (જનોઈ) થવી જોઈએ તે સંસ્કાર મહારાજના થયેલા નથી. ઉપવિત સંસ્કાર નહિ થયેલા હોવાને કારણે એમનું ક્ષત્રિયત્વ નષ્ટ નથી થતું. રજપૂત રાજકુટુંબના માણસને ઉપવીત ધારણ કરાવી રાજ્યાભિષેક કરવામાં આવે છે તે પદ્ધતિ પ્રમાણે શિવાજી મહારાજને રાજ્યાભિષેક કરવામાં વાંધો નથી. એવી રીતે અનેક શંકાઓના એ સભામાં ફેંસલા કરવામાં આવ્યા. ઉપવીત સંસ્કાર એ રાજ્યાભિષેક વિધિનું એક અંગ સમજી મહારાજને રાજ્યાભિષેક પહેલાં ઉપવીત સંસ્કારવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પંડિતની સભાના નિર્ણયથી મહારાજને સંતોષ થયો અને રાજ્યાભિષેક સમારંભની તૈયારીઓ શરૂ થઈ પંડિતોની સભામાં સંતોષકારક નિર્ણય થયાથી વિદ્વાન પંડિતો અને જ્યોતિષશાસ્ત્રીઓને રાજ્યાભિષેકને માટે અનુકૂળ મુહૂર્ત નક્કી કરવા ભેગા કરવામાં આવ્યા. બધાએ તે ઉપર વિચાર ચલાવી ઈ. સ. ૧૬૭૪ ના જુન માસમાં શાલીવાહન શક ૧૫૯૬, આનંદનામ સંવત્સરે જયેષ્ઠ સુદ ૧૩ને શુભ દિવસ આ મંગલ સમારંભ માટે નક્કી કર્યો. ૬. સમારંભ માટેની તૈયારીઓ. આ સમારંભ મહારાષ્ટ્ર માટે મગરૂરીને પ્રસંગ હત; આ સમારંભ હિંદને અને ખાસ કરીને મહારાષ્ટ્રના હિંદુઓને આનંદને પ્રસંગ હતો; આ સમારંભ મરાઠાઓ ભારે શક્તિ ધરાવે છે એ વાત જગતમાં જાહેર કરનારે હતો; આ સમારંભ હિંદુત્વનું રક્ષણ કરવા માટે હિંદુઓમાં હજુ શક્તિ અને અહિ હયાત છે તેની જાહેરાત કરનારા હતા. હિંદુત્વ ઉપર અનેક અત્યાચારો અને આક્રમણે હેવા છતાં તેને બચાવનારને પ્રભુએ જય કર્યો તે માટે પ્રભુના પાડ માનવાને આ પ્રસંગ હતું. આ સમારંભના મહત્ત્વનું વર્ણન પૂરેપુરું થઈ શકે એમ નથી. આ સમારંભથી હિંદુઓમાં આત્મશ્રદ્ધા અને આત્મવિશ્વાસ પેદા થયા. આવા સમારંભના વર્ણને બખરોમાં વીગતવાર આપેલાં છે. સમારંભની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. તૈયારીઓના સંબંધમાં અનેક ગ્રંથકારોએ લંબાણથી વર્ણને લખ્યાં છે. પિતાની ઈચ્છાનુસાર શાસ્ત્રનિર્ણય મળ્યાથી મહારાજને પરમ સંતોષ થયો. ઉપવીત સંસ્કારવિધિ માટે ગાગાભટ્ટ વગેરે પંડિતોએ જે સામગ્રી મંગાવી તે મહારાજે સત્વર એકઠી કરાવી. મહાનદીઓનાં પવિત્ર જળ, સમદ્રનું જળ, સુલક્ષણે અશ્વ અને હાથી, બાઘચર્મ, મૃગચર્મ આદિ મંગાવ્યાં. સિંહાસન અને સુવર્ણ આદિના કળશ વગેરે પાત્રો તૈયાર કરાવ્યાં. મેટા મેટા વિદ્વાન જ્યોતિષીઓ પાસે સુમુહૂર્ત જેવડાવ્યું. તેઓના અભિપ્રાય પ્રમાણે આનંદનામ સંવત્સરે જ્યેષ્ઠ શુકલ ત્રયોદશીએ રાજ્યાભિષેક કરવાનું ઠરાવ્યું. મહારાજે બધા તીર્થક્ષેત્રના અને ઈતર સ્થળોના પ્રતિષ્ઠિત અને વિદ્વાન બ્રાહ્મણ, સર્વ માંડલિક રાજાઓ, સર્વ સ્નેહીસગાં, સ્વરાજ્યના સર્વ શ્રીમંત અને સેવક વગેરેને આમંત્રણ પત્રિકાઓ મોકલી. જે સ્થળે સિંહાસન સ્થાપવાનું હોય તે રાજધાનીનું સ્થળ પુણ્યભૂમિ હોવા સાથે તેની આસપાસ પુણ્ય ક્ષેત્ર અને મહાનદી હોવી જોઈએ, ત્યાં વિપુલજળ અને કૂવા, વાવ, તળાવ આદિ અનેક કૃત્રિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy