SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ . શિવાજી ચરિત્ર પ્રકરણ અને ત્યાજ રવળકર નામના માવળાઓના લશ્કરી આગેવાને પિતાની ટુકડીઓ સાથે મક્કમપણે કામ કરી રહ્યા હતા. એક રાત્રે પંડિત આપણા દત્ત પિતાના વિશ્વાસુ માણસ સાથે કિલ્લાની તળેટીમાં જઈ પહોંચ્યો અને કિલાની દિવાલ ચઢી અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અનેક યુકિત ઓ અજમાવી. મરાઠાઓ એક બીજાની મદદ લઈને કિલ્લાની દિવાલની ટોચે જઈ પહોંચ્યા. પ્રથમથી ની કરી રાખ્યા મુજબ કેટલાક માણસે કિલ્લાના દરવાજા તરફ જઈને છુપાઈ બેઠા અને કેટલાકોએ દરવાજેથી દર કિલ્લાની દિવાલ પાસે રહીને રણશિંગ ફેક્યું. પહેરા ઉપરના સિપાહીઓ ગભરાઈ ગયા. ભર ઉંધમાં પડેલા પહેરાવાળાઓ ઝબકી ઉઠયા અને પિતાના હથિયારો શોધવા લાગ્યા. કેટલાક તે જયાં રણશિંગુ કંકાતું હતું ત્યાં જઈ પહોંચ્યા. મરાઠા અને આદિલશાહી સિપાહીઓ વચ્ચે ઝપાઝપી થઈ. બને તરફની તલવારે ઉછળી. કિલેદારને ખબર પડતાં જ હાથમાં તલવાર લઈને એ દોડતે આવ્યા.' કેશાજીએ કિલેદારને આવતો જે એટલે એ પોતાના સાથીઓ લઈને કિલ્લેદાર ઉપર દેડી ગયે. કેડાજી અને કિલેદારની વચ્ચે ભારે યુદ્ધ જામ્યું. બન્ને સમરકળામાં કુશળ હતા, હિંમતબાજ હતા, બહાદુર હતા, એકબીજાને ટપી જાય એવા હતા. આખરે મરાઠાઓની સમશેરને જય મળે. કેન્ડાજીએ પિતાની તલવારથી કિલેદારને ભૈયાર પાડ્યો. . કિલેદાર પશે, પહેરા ઉપરના સિપાહીઓ કપાયા, કિલ્લામાંના યોદ્ધાઓ કામ આવી ગયા, કિલ્લાના રક્ષકોને કારકુન નાગજી પંડિત આવી પહોંએ પણ એણે કિલ્લેદારને જમીન ઉપર પડેલ જે અને ભલભલાને સમરાંગણમાં હંમેશ માટે સુતેલા જોયા એટલે એ ગભરાઈ ગયા અને પિબારા, ગણી ગયો. મરાઠાઓની જીત થઈ અને કિલામાં મરાઠા લશ્કર દાખલ થયું. કિલ્લા ઉપરના આદિલશાહી અમલદારને ગિરફતાર કરવામાં આવ્યા. ઈ. સ. ૧૬૭૩ના માર્ચની ૬ ઠ્ઠી તારીખે અણછ દત્તોએ પહાળાને કિલ્લે મસલમાનોના કબજામાંથી પાછો લીધો. સીદી પન્ડાળાગઢ મરાઠાઓના હાથમાંથી લીધો હતો ત્યારથી એ કિલ્લા ઉપર મુસલમાની આદિલશાહી વાવટો ફરકતું હતું તે મરાઠાઓએ ઉતાર્યા અને મરાઠાઓને વાવટે પન્ડાળાગઢ ઉપર ઉડતો કર્યો. તા. ૯ માર્ચને દિવસે શિવાજી મહારાજ પોતાના પ્રધાન સાથે પન્હાળે આવી પહોંચ્યા. અણાજી દત્તો તથા તેના સાથીઓનાં પરાક્રમ જોઈ મહારાજ બહુ પ્રસન્ન થયા. કિલ્લાની વ્યવસ્થા અને યુદ્ધસામગ્રીની ગોઠવણ જઈ એમને આનંદ થયો. મહારાજે દરબાર ભરી જે જે યોદ્ધાઓએ પરાક્રમો કર્યા હતાં તેમના કામોની કદર કરી. લડાઈમાં ખપી ગયેલાઓના કુટુંબને માટે ઘટતી વ્યવસ્થા કરવામાં આવી. ૫. હુબળીની લૂંટ મરાઠાઓએ જીતી લીધેલે પત્કાળાગઢ એમને હાથમાંથી પાછો પડાવી લેવા માટે આદિલશાહી અમલદાર અબદુલ કરીમ મોટું લશ્કર લઈને ધસી આવે છે એ ખબર આપણા દત્તોએ જાણી એટલે એણે એને બીજી દિશામાં ખેંચી જવાની યુક્તિ રચી. અબદુલકરીમ પન્હાળા ઉપર ચાલી આવતો હતો એટલે આપણુછ દત્તોએ હુબળી શહેર ઉપર સવારી કરી. હુબળી ઉપર સવારી કરવામાં મરાઠાઓના બે હેતુ હતા. એક હેતુ આર્થિક લાભ મેળવવાનો હતો અને બીજો લાભ બિજાપુરી લશ્કર પન્ડાળા ઉપર ચાલી આવતું હતું તેને તે તરફ દોરી જઈ પન્ડાળા ઉપર આવતું અટકાવવાને હતે. હુબળી શહેર બહોળા વેપારનું મથક હતું. શહેર ઘણું મોટું અને રળિયામણું હતું. ધનવાન શહેરમાં એની ગણત્રી થતી હતી. આ શહેરને લૂંટવાના હેતુથી મરાઠાઓએ ચડાઈ કરી હતી, એટલે એમણે એ શહેર ઉપર હલે કર્યો અને એ શહેર લૂંટયું. આ લૂંટમાં મરાઠાઓએ અઢળક ધન મેળવ્યું હતું. સુરતની લૂંટમાં જે ધન મરાઠાઓએ મેળવ્યું હતું તેના કરતાં હુબળીની લૂંટમાં એમને વધારે દ્રવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy