SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણ ] છે. શિવાજી મંત્રિ મારવામાં કુશળ છે. કિલ્લાની તળેટીના મુલક કબજે કરીને કિલ્લો ધેરીને બેસીએ છીએ ત્યારે એના માણસા પૂરઝડપે નીચે ઉતરી આવે છે. નીચેના આપણા માણસા ઉપર અણુધાર્યાં, ઓચિંતા છાપે મારે છે. જે કાંઈ હાથમાં આવે તે ચાલાક સમડીની માફ્ક ઝડપી જાય છે. કેટલાક તે એમનાથી મને તેટલું આપણું નુકસાન કરીને પૂરઝડપે પાછા નાસી જાય છે. શિવાજીનું લશ્કર એટલે ડુંગર અને ખીણુમાં રખડતા ભામિયા, તાલીમ પામેલા યુવાઓ. એમનાથી તા થાકી જવાય છે. એમની ઝડપ જખરી છે. એ બહુ ચંચળ છે. બહુ સફાઈથી પેાતાનું કામ કરે છે. અમારા ઘેાડેસવારે। હાજર હાય ત્યારે શિવાજી તેમના ઉપર તેમને જોતાંની સાથે જ વરૂની માફક તૂટી પડે છે. મહારાષ્ટ્રના ડુંગરા, પતા, ખીણા વગેરે મરાઠાઓનું રક્ષણ કરી રહ્યાં છે. આપણા જખરા અરખી ધેડાઓ મહારાષ્ટ્રના મુલકામાં શિવાજીની સામે કામ નથી આપતા. મરાઠાઓના મડદાલ દેખાતા પણુ કાઠા ટટ્ટુઓ મરાઠાઓને અનેક છતા અપાવે છે. આપણી પાસે એક લાખ ઘેાડેસવારા હોય તે પણ શિવાજીને ડુંગરામાંથી અને ખીણામાંથી શોધી કાઢવા કઠણુ કામ થઈ પડે તેમ છે. દક્ષિણુના ડુંગરી મુલકામાં શિવાજીની પૂ પકડવી એ અશકય જ થઈ પડયુ છે. આવા સંજોગામાં એની સાથે સલાહ કરવી એ શ્રેયસ્કર છે. ' મુગલ અમલદારા દક્ષિણુના સરદારાને શિવાજી મહારાજની સામે ચઢાવવાનું કામ તા કરી જ રહ્યા હતા. દક્ષિણુની ખીંછ મુસલમાની સત્તાઓ જેવી કે આદિલશાહી અને કુતુબશાહીને પશુ શિવાજી મહારાજ ઉપર ચડાઈ કરવા ઉશ્કેરી રહ્યા હતા. એ સત્તાઓ પણુ મુગલોની ભાજી સમજી ગયા હતા તેથી અને શિવાજી મહારાજની સામે અનેક વખતે લડાઈઓ કરીને મરાઠાઓની તીક્ષ્ણ, તલવારને સ્વાદ ચાખ્યા હતા તેથી અને શિવાજી મહારાજને છંછેડવામાં સાર નથી નીકળવાને એની ખાતરી થઈ ગઈ હશે તેથી શિવાજી સામે મુગલોના ધાર્યાં મુજબ એ સત્તાઓએ માથું ઊંચક્યું' નહિ. આદિલશાહીને શિવાજીની સામે શિંગડાં માંડવા મુગલ સરદારેાએ અનેક રીતે સમજાવી પણ આદિલશાહી વજીરે સુગલોને કાંઠુ આપ્યું નહિ. વજીર અબદુલમહમદે શિવાજી મહારાજ સાથેના પોતાનો મીઠા સંબધ જાળવી રાખીને આદિલશાહીની ભારે સેવા બજાવી હતી. મુગલેએ વારવાર શિવાજીને સતાવવા માટે બિજાપુરને ઉશ્કેરવામાં બાકી રાખી ન હતી પણ મુગલાના પ્રયત્ને ફૅાગઢ ગયા હતા. મુગલ અને મરાઠાઓ સંબંધી વર્ણન હવે આ પ્રકરણમાં બંધ કરી આપણે બિજાપુરના દરબારમાં કિયું કરીએ. મુગલ અને મરાઠા રંગે ચડયા હતા, અન્ને એકબીજાને ગળી જવા માટે ભારે પ્રયત્ન કરી રહ્યા હતા. તે વખતે બિજાપુર દરબારની સ્થિતિ પશુ સતાષકારક ન હતી. દરબારના સદ્દારામાં ભારે સપ હતા. એકબીજાની ચડતી કાઈ ખમી શકતા ન હતા. દરબારમાં પક્ષા પડી ગયા હતા. મુખ્ય વજીર અબ્દુલ મહમદ અને સરદાર દિનાયતરાવ એ બન્નેના સંબંધ બહુ મીઠા હતા. અબદુલ મહમદના હાથમાં વજીરી બહુ વરસ સુધી રહી હતી તેથી એ પેાતાનાં મૂળ બહુ ઊંડાં ધાલી શક્યો હતો. દરબારના બીજા સરદારો ઉપર એના ઠીકઠીક કાજી હતા. એના વિરાધીએ દરખારમાં ઘણા હતા પણુ અબદુલ મહમદ પ્રભાવશાળી પુરુષ હેવાને કારણે એનું વજન એના વિરાધીઓમાંએ હતું. સરદાર મિરઝા યુસખાન પણુ દરબારને વજનદાર મુત્સદ્દી હતા એને પથ કઈ ત્યારે જ બિજાપુર દરબારમાં ખાર ભૈયા અને તેર ચેાકા એવી દશા હતી. બિજાપુર બાદશાહ અલી આદિલશાહ બીજો જાણી ગયા હતા કે દરબારના સરદારોમાં પક્ષ પડી ગયા છે અને એની પછી બાદમહીના નાતી થઈ જવાના છે. બાદશાહે એ બાબત ઉપર વિચાર કરી પેાતાના નાના શાહજાદા સિકંદરશાહને ગાદી ઉપર બેસાડી પેાતાના વાદાર અને વિશ્વાસપાત્ર વજીર અબ્દુલ મહમદના હાથમાં વછરીનાં ત્રા સોંપવાને નિશ્ચય કર્યાં. પાતાને વિચાર બાદશાહે વજીર અબ્દુલ મહમદને જણુાવ્યા.. દરબારના ખીજા કેટલાક મુત્સદ્દીઓની પણ ખાદ્શાહે આ બાબતમાં સલાહ લીધી. બધાને આ યેાજના પસંદ પડી. વજીર અબ્દુલ મહમદે બાદશાહના વિચાર। સબંધીની વાત પોતાને ઘેર પોતાની માને કહી. ડેશી હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy