SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ ૬ ] છે. શિવાજી ચરિત્ર પ૦૭ ટુકડીઓએ સમરાંગણ ઉપર ભારે કરી. શિવાજી મહારાજના માવળાઓએ પણ કેસરિયાં કર્યાં હતાં. મેરેપંત અને પ્રતાપરાવે મુગલ લશ્કરને કચ્ચડધાણું કાઢી નાંખ્યો હતો. મુગલ લશ્કર અવ્યવસ્થિત સ્થિતિમાં નાસવા લાગ્યું. આવી દયામણી દશા મુગલની થઈ છતાં એખલાસખાન નાહિંમત થયો નહિ. એણે મુગલ લશ્કરને મહામુસીબતે પાછું એકઠું કર્યું અને મરાઠાઓ ઉપર પાછા હલ્લા ચલાવ્યા. “અલ્લાહો અકબર'ની બુમો જોર શોરથી સંભળાવા લાગી. મરાઠા લશ્કરને તેજ કરવા મરાઠા સરદારે સમરાંગણમાં ધુમવા લાગ્યા. સૂર્યાજીરાવ કાકડે કરીને એક મરાઠા પાંચ હજારી હતા, જે મહારાજને જાનો સાથી અને સેવક હતા. આ સૂર્યાજીરાવ તે સિંહગઢવાળા તાનાજી ભાલુસરેને ભાઈ નહિ પણ આ સૂર્યાજીરાવ તે એ કે જેણે જાળીની લડાઈમાં ભારે પરાક્રમ કરી જીત મેળવી હતી અને રોહીડાને કિલે સર કરવામાં ભારે શૌર્ય બતાવ્યું હતું. તે મરાઠા લશ્કરમાં મુગલે સામે ઘુમવા લાગ્યો. પોતાના સિપાહીઓને શૂર ચડાવવામાં એણે કમાલ કરી. એના યોદ્ધાઓ શરીર ઉપર સંખ્યાબંધ જખમ હોવા છતાં મુસલમાનોની ભારે કતલ કરી રહ્યા હતા. મરાઠાઓ કડક થઈને નીચે પડતા પણ એક ડગલું સરખું પાછું ભરતા નહિ. મહાભારતના યુદ્ધમાં કણે જેવાં પરાક્રમે કર્યા હતાં તેવાં જ પરાક્રમો સૂર્યાજીરાવે સાલેરના સંગ્રામમાં કર્યાં હતાં. એના શૌર્યથી દુશ્મને પણ ચકિત થઈ ગયા. એની ટુકડીએ મુગલ લશ્કરની ભારે કતલ ચલાવી હતી. “ હરહર મહાદેવ’ના અવાજો જોર જોરથી સંભળાવા લાગ્યા. લેતીની નીકે વહેવા લાગી. સમરભૂમિ ઉપર લેડીને લીધે કિચડ થઈ ગયો. હજારો માણસે રણમાં પડ્યા. ઘોડા, હાથી અને ઊંટ તે અસંખ્ય મરાયા. આમ લડાઈ ભારે રંગમાં આવી હતી, તે વખતે સૂર્યાજીરાવ કાકડે દુશ્મનદળમાં ત્રાસ વર્તાવતે, મુગલેને કાપો, દુશ્મનને હઠાવતે ઘવાય અને વીરગતિને પામ્યો. સૂર્યાજીરાવ રણમાં પડ્યો. પિતાના શ્રી સરદારને રણમાં પડેલે જઈ મરાઠાઓ ઉછળ્યા. શરીરનું ભાન ભૂલીને એમણે દુશ્મન દળનાં માણસોને કાપવા માંડ્યાં. સૂર્યાજીરાવ પડ્યાના સમાચાર રણક્ષેત્ર ઉપર ફરી વળ્યા. મરાઠાઓએ મરણિયા થઈને લડવા માંડયું. આ લડાઈમાં મહારાજના ઘણું યોદ્ધાઓએ પરાક્રમ કર્યા પણ સ. મોરોપંત પિગળે, સરબત સ. પ્રતાપરાવ ગુજર, આનંદરાવ દત્તો, લંકેજી દત્તો, રૂપાજી ભેસલે, સૂર્યાજીરાવ કાકડે, શિદજી નિબાળકર, ખંડોળ જગતાપ, ગદાજી જગતાપ, સંતાજી જગતાપ, માનાજી મેરે, વિસાજી બલ્લાળ, મેનાગનાથ, મુકુંદ બલાળ, એવા થોડાઓના પરાક્રમેથી તે દુશ્મનો પણ હેરત પામ્યા. મુગલ સરદાર બહિલાલખાને મુગલ લશ્કરને વ્યવસ્થિત કરી મરાઠાઓ ઉપર હલા કરવા માંડયા. મરાઠાઓએ ૫ણ એને જવાબ વાળવા માંડયો. મરાઠાઓના હલ્લામાં પણ ભારે થવા લાગ્યા. આખરે મરાઠાને સખત મારે મુગલોને અસહ્ય થઈ પડયો. મરાઠા સરદારોએ મુગલ સ. એખલાસખાન અને બહિલખાનને પરહેજ કર્યા. મુગલેને પરાજય થયો. ઘેરે ઉઠાવીને મુસલમાનોએ નાસવા માંડયું. મરાઠાઓએ એમની પૂઠ પકડી. રાવ અમરસિંહ ચંદાવતને પુત્ર મહેકમસિંહ જે મુગલ તરફથી લડત હતે તે ઘવાય અને ગિરફતાર થયો. રાવ અમરસિંહ ચંદાવત મરાઠાઓ સાથે લડતાં લડતાં મુગલોની સેવામાં રામશરણ થયું. આ લડાઈમાં મુગલેના ૨૨ સરદારો પકડાયા. મરાઠાઓને પૂરેપુરો વિજય થયો. મગની છાવણી ફંટાઈ દુશ્મનના ૧૨૫ હાથી, ૭૦૦ ઊંટ, ૬૦૦૦ ઘેડ, સેંકડે બળદ, મૂલ્યવાન કપડું, ઝવેરાત અને પુષ્કળ ધન મરાઠાઓને હાથ લાગ્યું. મુગલ લશ્કરના મેટા મેટા સરદારો અને અમલદારે જેમને મરાઠાઓએ ગિરફતાર કર્યા હતા તેમને યુદ્ધના કેદી ગણી ભારે માનપાન સાથે રાયગઢ મોકલી દીધા. રાયગઢમાં એમને બહુ માનથી રાખ્યા. એમની સુંદર માવજત કરવામાં આવી. એમના જખમો વગેરેની દવા કરવામાં આવી. બરોબર તંદુરસ્ત થયા પછી તેમને કીમતી વસ્તુઓ યાદગીરી તરીકે આપી માનમરતબા સાથે રવાના કર્યો. મુગલ લશ્કરના ધણું સિપાહીઓ કેદ પકડાયા હતા. તેમાંના ઘણા મહારાજના લશ્કરમાં રાજીખુશીથી દાખલ થયા. મહારાજે છોડી મૂકેલા સિપાહીઓ અને સરદારો ઔરંગાબાદ જઈ પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy