SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ] છે. શિવાજી ચરિત્ર ૭. રાયબાગણ શરણે આવી. દક્ષિણ વરાડમાં યવતમાળ જીલ્લામાં માહુર કરીને ગામ છે તે ગામના બ્રાહ્મણ દેશમુખ ઉદારામના દીકરા જગજીવનની સ્ત્રી રાયબાગણ નામે હતી. એનું મૂળ નામ જડી આવતું નથી, પણ એને ઈતિહાસમાં “રાયબાગણ' (રાજવ્યાઘી)ના નામથી જ ઓળખવામાં આવે છે. આ નામ આ બાઈને બાદશાહ ઔરંગઝેબે આપ્યું હતું. ઈ. સ. ૧૬૫૯ માં આ બાઈ વિધવા થઈ ત્યાર પછી એના ગામમાં કેટલાક ખટપટિયા લેકે એ બંડ કર્યું. પોતે બાઈ હોવા છતાં જરા પણ ગભરાયા વગર હિંમતથી બંડખેરેને સામને કરવા તે તૈયાર થઈ પોતે પડદાનશીન હતી. આ આફતને પ્રસંગ પારખીને એણે પદ કેજી ધો અને હાથમાં સમશેર ધારી ઘોડા ઉપર સવાર થઈ બાઈએ બંડખોરાને સામને કર્યો અને એમને નમાવ્યા. આ બાઈએ ઘણી લડાઈ કરી હતી. એ કાબેલ અને કસાયેલી વીરબાળા હતી. એ મુગલેની મદદગાર હતી. મુગલ શહેનશાહત પ્રત્યેની એની વફાદારી અડગ હતી શિવાજી મહારાજે બીજી વાર સુરત લૂંટયું અને લૂંટ સાથે પાછા ફર્યા ત્યારે એમની લૂંટ પડાવવા માટે મુગલ સૂબેદારે જે લક્ષ્મી અને સરદારની આગેવાની નીચે મહારાજની સામે મોકલ્યું હતું તે સરદારને મદદ કરવા માટે તાકીદે લશ્કર લઈને મરાઠાઓનો સામનો કરવાનો એને પણ હુકમ મળ્યું હતું. હુકમ મળતાંની સાથે જ આ બાઈ પાંચ હજાર માણસોનું લશ્કર લઈને શિવાજી મહારાજનો સામનો કરવા આવી. વણાદિંડેરી આગળ મુગલેના અનેક સરદારને હરાવી મહારાજ આગળ ચાલ્યા એટલે રાયબાગણ મરાઠાઓની સામે આવીને ઉભી રહી. આ બાઇ બહુ બળવાળી અને હિમતબાજ હતી. એણે મરાઠાઓ સાથે લડાઈ શરૂ કરી. શિવાજી મહારાજના લશ્કર ઉપર હલ્લા થયા. મરાઠાઓ અને રાયબાગણના લશ્કર વચ્ચે લડાઈ થઈ. આખરે મરાઠાઓએ રાયબાગના લશ્કરને હરાવ્યું. રાયબાગનું બહુ હિમતથી લડી. પોતાના પરાક્રમ અને રણચાતુર્યથી દુશ્મનને પણ છક કરી નાંખ્યા. બહુ બહેશીથી લડતાં લડતાં રાયબાગણ મરાઠાઓના હાથમાં કેદ પકડાઈ. મરાઠા સરદારોએ આ વીરબાળા, વીર સ્ત્રી રાયબાગણને શિવાજી મહારાજની સામે ખડી કરી. મહારાજે એને બહુ માન આપ્યું, એની કિંમત તથા શૌર્યનાં વખાણ કર્યા અને કીમતી વસ્ત્રાલંકારથી નવાજી ભારે માન આપીને છોડી દીધી. મહારાજની આ ખાનદાનીની બાઈને અંતઃકરણ ઉપર અજબ અસર થઈ. બાઈના અંતઃકરણમાં મહારાજ માટે ભારે માન ઉત્પન્ન થયું. એણે મહારાજને જણાવ્યું કે “હું તે તમારી ધર્મપુત્રી છું.’ ૮. સુરતની લૂંટ પછી મુગલ મુલક ઉપર મરાઠાઓની ચડાઈ. સુરતની લૂંટમાં અઢળક પૈસે મહારાજને મળ્યો. કોડ રૂપિયાને માલ મહારાજે રાયગઢ મોકલાવ્યો. આવી જબરી લૂંટ, સત્તા, મુલક, કીર્તિ વગેરે મેળવ્યા પછી પણ મહારાજે આ ધનતે ઉપયોગ પિતાના વૈભવવિલાસમાં કે એશઆરામમાં નથી કર્યો. સરતની લુંટ મેળવી એટલે મહારાજે પોતાનું લશ્કર વધારવાનો વિચાર કરી લશ્કરમાં ૩૦ હજાર માણસોની ભરતી કરી. દરિયાઈ લડાઈ માટે નવા વહાણો બધાવ્યાં. વધારે યુદ્ધ સામગ્રી ભેગી કરી મંગલ મુલક ઉપર ચડાઈ કરવાને નિશ્ચય કર્યો. શિવાજી મહારાજની સત્તા તેડી પાડવા માટે અને મરાઠાઓને મસળી નાંખવા માટે મુગલોએ દક્ષિણમાં જબર લશ્કર ભંગ કરવા માંડયું હતું. મહારાજની નજર ખાનદેશ અને વરાડ ઉપર હતી. બને ત્યાં સુધી છે ભાગે દુશ્મનને વધારે નુકસાન થાય અને પોતાને સંગીન કાયદો થાય એવી જાતની રમત મહારાજ હમેશ રમતા. જયારે કોઈ પણ મુલક ઉપર ચડાઈ લઈ જવી હૈય, જ્યારે કોઈ પણ ગામને કે કિલાને ઘેરો ઘાલ હોય કે લડાઈ કરવી હોય ત્યારે મહારાજ એ સંબંધી પુરેપુરી તપાસ કરાવી, પોતાના અને સામાન બળનું માપ કાઢી, ૫છી પગલું ભરતા. ખાનદેશ અને વરાડના મુગલ મુલકો ઉપર ચડાઈ કરવાને એમણે નિશ્ચય કર્યો પણ દક્ષિણમાંનું મુગલ લશ્કર કઈ પણ રીતે ખસેડવામાં આવે તે જ 68 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy