SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : જી] છ, શિવાજી ચરિત્ર વિકટ પ્રસંગે પણ એ ગભરાય એવા તે હતાજ નહિ એટલે બહુ થડે મગજે અને શાન્ત ચિત્તે વિચાર કરવા લાગ્યા. ગમે તે ભોગે પણ સુરતની લુંટ રાયગઢ સહીસલામત પહોંચાડવાને મહારાજે નિશ્ચય કર્યો હતે. એમણે પોતાના લશ્કરના ચાર ભાગ પાડ્યા અને દરેક ભાગની સરદારી એક એક કસાયેલા અને અનુભવી સરદારને આપી અને પ્રસંગને પહોંચી વળવા માટે જરૂરી સૂચનાઓ પણ આપી દીધી. એક પાંચમી ટોળી તૈયાર કરી તેને લંટનો સઘળે માલ સહીસલામત રાયગઢ લઈ જવાની જવાબદારી સોંપી, દરેક ટાળીને તેની જવાબદારી અને કામ સોંપી દીધાં. મહારાજ પિતાના લકરની ગોઠવણું કરી રહ્યા હતા એટલામાં મુગલ સરદાર બાંકેખાને પિતાના લશ્કર સાથે નજીકમાં આવી પહોંચે. ચાંદવડ આગળ મરાઠા લશ્કરની અને બાંકે ખાનના મુગલ લશ્કરની લડાઈ થઈ. મુગલેએ ધસારો બહુ જોરથી કર્યો હતો. સિપાહીઓ ભારે ઝનુનથી લડતા હતા. મરાઠાઓ પણ પિતાના માનીતા રાજાના હુકમ પ્રમાણે રણ ગજાવી રહ્યા હતા. પ્રથમ મુગલેએ મરાઠાઓને પાછા હઠાવવાના પ્રયત્ન કર્યો, પણ મરાઠાઓએ હરહર મહાદેવ'ના અવાજથી હલા કરવા માંડ્યા. મરાઠાઓએ મુગલ લશ્કરને મારી હઠાવ્યું. બાંકે ખાન પરાજય પામીને ચાંદવાડના કિલામાં સંતાઈ ગયો. આવી રીતે ચાંદવડ આગળ મરાઠાઓનો પૂરેપુર વિજય થશે. વણી દિંડેરીની ખૂનખાર લડાઈ. મુગલેની હાર. હજુ મુગલેનું બીજું લશ્કર સ. દાઉદખાનની આગેવાની નીચે મરાઠા સામે ધસી આવે છે. એ મહારાજ જાણતા હતા. ચાંદવડ નજીક મુગલેને હરાવી મરાઠાઓ થંભ્યા નહિ પણ એમણે પિતાની કુચ ચાલુ રાખી. મહારાજના જાસૂસે મુગલ લશ્કર આવી પહોંચ્યાની ખબર આપી. મુગલ લશ્કરને મોખરે એખલાસખાન હતા. મરાઠા લશ્કરની એક ટોળી આગળ ધસી ગઈ અને તેણે મુગલે ઉપર ગેસણુને મારો ચલાવ્યા. ગણોના મારથી મુગલ લશ્કર સહેજ અવ્યવસ્થિત થયું એટલે મહારાજે પિતાના લશ્કરની ટેળીઓ મુગલ લશ્કર ઉપર ડાબી અને જમણી બાજુએ મેકલી. જુદી જુદી ટળી જુદી જુદી દિશાએથી મુગલ લશ્કર ઉપર તૂટી પડી. મુગલ લશ્કર લડવામાં ગુંથાયું હતું ત્યારે લૂંટ જેના કબજામાં હતી તે ટોળીને આગળ ધસી લશ્કરની વચ્ચે થઈને માલ સાથે જવાનું હતું. શિવાજી મહારાજ પોતે એ ટોળીની સાથે પિતાના ખાસ યોદ્ધાઓની ટુકડી સાથે રહ્યા હતા. આ ટોળીને જોઈ દાઉદખાન મરાઠાઓ ઉપર તૂટી પડ્યો. મહારાજ અને દાઉદખાન વચ્ચે ઘનઘોર યુદ્ધ ચાલ્યું. આવી રીતે મુગલોની ટુકડીઓ મરાઠાઓ સાથે લડાઈમાં ગુંથાઈ હતી તે વખતે લૂંટવાળી ટળી લડતી લડતી લશ્કરની વચમાં થઈને હિકમત અને યુક્તિથી દૂર નીકળી ગઈ અને નક્કી કર્યા મુજબ ઘાટ ઉતરી આગળ ગઈ. લૂંટના માલ સાથેની ટળી માલ લઈને નીકળી ગઈ અને ખીણોમાં અને ટેકરીઓમાં થઈને એમણે તે પંથ કાપવા માંડ્યો. આ ટોળી ગઈ, લૂંટનો માલ ગયો પણ મુગલ મરાઠાઓ વચ્ચે વણીદિડારી આગળનું યુદ્ધ રમણે ચડયું. મુગલ અને મરાઠાઓએ હાથમાં માથું લઇને લડવા માંડયું. કેઈ કાઈને હઠાવી શકતું નહિ. બને તરફના વિરે ખડકની માફક ઉભા રહીને લડતા હતા. કેટલાક યોદ્ધાઓને તે આખા શરીર ઉપર અનેક જખમ થયા હતા છતાં લડતા જ હતા. બંને તરફના ધવાયેલા વીરોના શરીરમાંથી લેહીની ધારાઓ વહેવા લાગી હતી છતાં બન્ને પક્ષના રણે ચડેલા વીરે પાછા હઠવા તૈયાર ન હતા. એક બીજા ઉપર બહુ જુસ્સાથી હલ્લાઓ કરવામાં આવ્યા હતા. અલ્લાહે અકબર અને હરહર મહાદેવની ગર્જનાઓથી લડાઈમાં અજબ રંગ આવ્યો હતે. મરાઠાઓએ કાતીલ મારે શરૂ કર્યો હતો. મુગલે પણ પિતાની તીક્ષણ તલવાર મરાઠાઓ ઉપર ચલાવી રહ્યા હતા. મરાઠાઓએ તક જઈને ઝનુની હુમલો કર્યો અને મુગલ લશ્કરને મેખરે, બિજાપુર બાદશાહતમાં બહુ પ્રસિદ્ધિ પામેલા અબદુલકાદર બહલોલ ખાનને દીકરો મિયાં એખલાસખાન હતો તેને જખમી કર્યો. સ, એખલાસખાન ઘાયલ થઈને પડ્યો એટલે મુગલ લશ્કરમાં અવ્યવસ્થિત થવા લાગ્યું. મુગલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy