SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જી ] છે. શિવાજી ચરિત્ર ૪૮૯ હાય છે અને તે સુંદર તંત્રને સુંદર રીતે અમલમાં મૂકનારની પશુ ખાસ જરુર હૈાય છે. રાજકાજમાં ક્રાખેલ અને કુનેહવાળા પ્રમાણિક અમલદારા ન હોય તા યાહાએ બળવાન હેાવા છતાં રાજ્યને ટકાવવું મુશ્કેલ થઈ પડે છે એ મહારાજ જાણતા હતા એટલે મહારાજ તેા કટારની કદર કરતા અને કલમની પણ કદર કરતા. કઢાર અને કલમ એ બન્નેને જે રાજા સંતાષે તેનું રાજ મજબૂત થયા વગર રહેજ નહિ. મહારાજ પોતાના અમલદારાના કામની કદર મુછ રાજ્યના સદ્ગુણી પુરુષને ઉત્તેજન આપતા. ૪. સુરત ઉપર મજીવાર ચડાઈ, જંજીરાના સીદી સાથે શિવાજી મહારાજને ઘણા વખતથી તકરાર ચાલતી હતી. એને અંગે અવારનવાર લડાઈઓ પણ થતી. દરેક વખતે જંજીરા મહારાજની ચુંગાલમાંથી છટકી જતું. સીદીએ મુગલોના આશ્રય લીધો હતો. સુરતના અમલદાર સીદીને આ લડાઈમાં મદદ કરતા હતા એટલે શિવાજી મહારાજે સુરત ઉપર ચડાઈ કરી એ અમલદારને સીધા કરવાના વિચાર કર્યાં. આ માટે સુરતની સંપૂર્ણ માહિતી મેળવવા પોતાના નજરબાજમાતાનાં માણસાને રવાના કર્યાં. આ દરમિયાન સુરતમાં અવારનવાર આવા ઉડવા માંડી કે શિવાજી આવે છે.' લાકા આ ખૂમા સાંભળી ગામ છેાડી ભાગી જતા. આમ વારંવાર બન્યાથી લોકા સમજ્યા કે આ બધી ખેાટી ખૂમા છે. ધીમે ધીમે લોકા આ ખૂમેથી ટેવાઈ ગયા. એક વખત સુરતમાં વાત આવી કે શિવાજી પેાતાનું લશ્કર લઈ સુરત નજીક આવી પડેૉંચ્યા છે. સુરતને મુગલ અમલદાર પોતાનું લશ્કર લઈ અહાર નીકળ્યા. શિવાજીની રાહ જોઈ થાકયા પણ કાઈ આવ્યું નહિ. ઈ. સ. ૧૬૭૦ ના સપ્ટેમ્બર માસમાં સુરતના મુગલ અમલદાર મરણ પામ્યા અને તેની જગ્યાએ નવા સમ્મેદાર નીમાયા. સુરતના મુગલ અમલદારે જંજીરાના સીદ્દીને પોતાની સામે મદદ કરી ત્યારથી જ મહારાજે સુરત ઉપર ચડાઈ કરવાની તૈયારી કરવા માંડી હતી. સુરતની સ્થિતિની ખરી હકીકત મેળવવા માટે મહારાજે પેાતાના વિશ્વાસુ માણસેાતે રવાના કર્યાં હતા, તે માણસે જે ખાર લાવે તે ઉપર ચડાઈના કાર્યક્રમના સધળા આધાર હતા. મહારાજે કલ્યાણુ મુકામે મરાઠા લશ્કર ભેગું કરવા માંડયું હતું તે સાંભળીને લોકા તર્કવિતર્ક કરતા હતા. આ તૈયારી ઉપરથી ઘણા માઝુસાનું માનવું હતું કે મહારાજ ગુજરાત ઉપર ચડાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે. કલ્યાણની તૈયારી ઉપરથી અંગ્રેજો અને ખીજા પરદેશી વહેપારી મહારાજના કાર્યક્રમ કળી ગયા હતા. મરાઠાઓની ચડાઈ સામે બચાવ કરવાના પગલાં, પરદેશી વહેપારીએ સુરતમાં લઈ રહ્યા હતા. પરદેશી ક્રાઠીવાળાઓએ પોતાના માલને વગે કરી દીધા હતા. મહારાજનું નજરબાજખાતું બહુ ચાલાક અને હેાશિયાર હતું. આ ખાતાના માણસા ભરાંસાપાત્ર અને ભાવનાવાળા હતા. એવા ધર્માભિમાની વફાદર સેવાની અનેરી સેવાને લીધે જ શિવાજી મહારાજની કારકિર્દિ ઝળકી ઉઠી અને એમની ધારેલી તેમ પાર પડી હતી. સુરતની સ્થિતિ કેવી છે, લોકા સાવધ છે કે એસાવધ, શહેરના બચાવ માટે લશ્કર કેટલું છે, સુરતની કુમકે આજુબાજુથી આકૃત વખતે કેટલું લશ્કર ભેગુ થઈ શકે એમ છે, પરદેશી કાઠીવાળાઓનું બળ કેટલું છે, વગેરે હકીકત જાણવા માટે મહારાજ પોતાના માણસાની રાહ જોતા હતા. સુરતના જાના સૂબેદાર ગુજરી ગયા હતા અને તેની જગ્યાએ નવા આવી ગયા હતા. નવા અમલદાર સુરતની પરિસ્થિતિથી પૂરેપુરા વાકેક ન હતા. શિવાજીની ચડાઈની વાતેા પાછી સભળાવા લાગી એટલે જૂના અનુભવીએએ આવી અફવાએ વારંવાર સુરતમાં ફેલાય છે એવા પેાતાના અનુભવ મુગલ અમલદારને જણાવ્યા. આવી અફવાએ વારંવાર જાડી નીવડયાનું પણ એમણે જળુાવ્યું એટલે 62 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy