SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. શિવાજી ચરિત્ર ૩. કટાર અને કલમની સખી કર. શિવાજી મહારાજ સમરાંગણમાં શૂરા હતા, રણે ચડે રજપૂત હતા, એ આપણે એમના જીવનના અનેક પ્રસંગે ઉપરથી જોઈ શકયા છીએ. ધણા શૂરવીર રાજા સમરના શોખીન હેાય છે, મુલકા જીતવાને એમને ખૂબ મેહ હાય છે, કેટલાકને તેા લડાઈ એ વગર ચેન જ પડતું નથી. રાજા શૂરવીર હાય તેથી એની પ્રજા સુખી હોય જ એમ ન કહેવાય. રાજા શૂરવીર હાય, હિંમતખાજ હાય, શત્રુએ એનાથી થરથર કાંપે એવી ખ્યાતિ હાય છતાં એની પ્રજા દુખી હોય. પ્રજાનું સુખ રાજાની હિંમત અને સાહસિકવૃત્તિ ઉપર આધાર રાખે છે એ વાત ખરી પણ એટલા સદ્ગુણેાથી જ પ્રજા સુખી ન થાય. શૌય અને હિંમતની સાથે રાજામાં રાજતંત્ર ચલાવવાની કુનેહ, પ્રજાની લાગણી અને અમલદારાનું વલણુ સમજવાની ઝીણવટ ન હેાય અને પ્રજાને સુખી રાખવાની ચિંતા તથા મુલકને આખાદ કરવાની ધગશ ન હોય તા રાજા શૂરવીર અને હિંમતખાજ હોવા છતાં પ્રશ્ન અનેક પ્રકારની આમાં રીખાવાની. ધણા શૂરવીર રાજાઓની દ્રષ્ટિ મુલકા જીતવા ઉપર જ હાવાથી એના રાજ્યના અમલદારા નીર કુશપણે પ્રજાને પીલે છે અને રાજ્યમાં અંધેર ચાલે છે. રાજ્ય ચલાવનારી અમલદારા પોતાની પ્રજા પ્રત્યે કેવું વર્તન રાખે છે તેની ઝીણવટથી જે રાજા તપાસ નથી રાખતા તેના રાજ્યના નાકરા, અમલદારા, અધિકારીએ પ્રજાને રજાડે છે અને જેની પ્રજા દુખી તેના રાજ્યનેા પાયા પણ નબળાજ સમજવા. ફક્ત મુલકા જીતવાની ધૂન જ જે રાજાને લાગી હાય અને રાજ્યમાં પ્રજા કેટલી સુખી છે, પ્રજાને સુખકર્તા નીવડે એવી જાતનું રાજતત્ર ચલાવવામાં કયેા અમલદાર પાવરધા છે, તેની તપાસ પણ ન કરે તો એવા રાજાની પ્રજા ભાગ્યે જ સુખી હેાય છે. શિવાજી મહારાજ પોતાની સત્તા વધારવાને પ્રયત્ન કરતા અને મુલકા જીતતા પણ જીત્યા પછી જીતેલા મુલકની વાજબી કદર થતી. જે ધંધાની વધારે કદર થાય, ગુણ ગવાય, તેજ ધંધા તરફ્ માસાનું દિલ આકર્ષાય એ સ્વાભાવિક છે. તે જમાનામાં સમરકળાના પાવરધા પુરુષની કદર થતી હાવાથી ધણાઆને ચેહાએ થવાનું મન થતું. એવી સ્થિતિ હાવાથી રાજધુરધર પુરુષ જોઈએ તેટલા પ્રમાણમાં પાકતા નહિ. તે જમાનામાં યાદ્દાઓના કામની જેવી કદર થતી તેવું ઉત્તેજન રાજ્યઢારી મુત્સદ્દીતે, રાજ્યર ધર પુરુષોને, રાજતંત્ર ચલાવનાર કુશળ અને કુનેહબાજ અમલદારાને મળતું ન હતું. રણાંગણુ ઉપરના શૌય અને હિંમત માટે વીર પુરુષને જેટલું ઉત્તેજન ઘટે છે, તેટલું જ ઉત્તેજન પ્રજાને સુખી કરવાના ઉદ્દેશા હૈયે રાખી રાજતંત્ર ચલાવનાર, કારભાર કરનાર જવાબદાર અમલદારને ઘટે છે એ વાત શિવાજી મહારાજને ગળે ઉતરી હતી. » પ્રથ્રુ ૩ જ ] શિવાજી મહારાજ યાદ્દાઓની કદર કરવામાં કાઈથી જરાએ ઉતરે એવા ન હતા પણ એકલા યાદ્દાની કદર કરીને જ એ સંતેષ માનતા નિહ. રાજતંત્ર સુંદર રીતે ચલાવનાર વિશ્વાસપાત્ર અમલદ્દારાના કામની પણ તે તેવીજ રીતે કદર કરતા. શિવાજી મહારાજના રાજ્યમાં કટારની જેટલી કદર થતી તેટલીજ કદર કલમની પણ થતી. ૪૭ શૌય અને કુનેહથી મુલકા જીતી, જીતેલા મુલકાની તરતજ સારી વ્યવસ્થા કરી પ્રજાને સત્વર સુખી કરવાની ખબરદારી રાખનારા રાજા બહુ ઓછા હોય છે અને તેવા આછાની પક્તિમાં આપણે શિવાજી મહારાજને અગ્રસ્થાને મૂકી શકીએ. " મુલા જીતનારના કામની જેટલી અને જેવી કદર મારા રાજ્યમાં થશે તેટલી અને તેવી કદર મારા રાજ્યમાં સુવ્યવસ્થા સ્થાપનાર કુશળ અને પ્રમાણિક અમલદારની થશે. ' એવા વિચાર। શિવાજી મહારાજે દર્શાવેલા છે. આ વિચારા પ્રમાણે એમણે વન પણ કરેલું હતું. એ સબંધમાં બનેલા એક બનાવ નીચે આપીએ છીએ. એક વખતે મહારાજના એક વિશ્વાસપાત્ર અમલદાર નિાપતા મુઝુમદારે મહારાજને કહ્યું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy