SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જી ] છે. શિવાજી ચરિત્ર આવા સંજોગોમાં પણ માલોજી નાસીપાસ થઈ હાથ હેઠા નાખીને બેસી રહે એવા નબળા મનના નહતા; પણ માનસિક નબળાઈએ માલજીને ઝપાટામાં લીધા હતા. એમને થયેલા અપમાનથી લાગી આવ્યું અને ગ્લાનિ પણ થઈ આ બનાવ બન્યા પછી ઘેડે દિવસે માલજી ભેંસલે શ્રીભવાનીના દર્શન માટે અહમદનગરથી તુળજાપુર ગયા અને પિતાના દીકરા સિંહાજીનું વેવિશાળ લખુજી જાધવરાવની દીકરી જોડે કરવાની જે ખટપટ ચાલી રહી હતી તેમાં યશ આપવા માટે શ્રીભવાની દેવીની માલજીએ પ્રાર્થના કરી. જે દિવસે માલજી ભોંસલેએ તુળજાપુરની ભવાનીની પિતાને યશ આપવા માટે પ્રાર્થના કરી તે જ રાત્રે શ્રીભવાની દેવીએ માલજીરાવને સ્વપ્નમાં દર્શન દીધાં અને માલોજીરાવને હિંમત આપી. દેવીએ માજીને આશીર્વાદ આપ્યા, માલેજીની મનકામના સિદ્ધ થશે એવું વચન આપ્યું અને જ્યારે જ્યારે આફત અને સંકટ આવે ત્યારે ત્યારે માલોજીની પત સાચવી તેને મદદ કરવાનું વચન આપ્યું. માલજીરાવને આ બનાવથી ભારે હિંમત આવી અને સિંહાનું લગ્ન જીજાબાઈ જોડે કરવાના પ્રયત્નોમાં એ મક્કમ બન્યા અને એ માટે એમણે ભગીરથ પ્રયત્ન આદર્યા. કહ્યું, કહેવડાવ્યું અને સમજાવ્યા પણ કેમે કરી જાધવરાવ માને નહિ. માલજી હવે તે થાક્યા અને આખરનો એક જ ઉપાય અજમાવવાનો એમણે વિચાર કર્યો. ૫. સિંહાજીનાં લગ્ન, તે જમાનામાં અહમદનગરની બાદશાહતમાં બાદશાહનું ધ્યાન ખેંચવા માટે કંઠયુદ્ધની પ્રથા બહુ પ્રચલિત હતી. જ્યારે જ્યારે કેઈને રાજાનું ધ્યાન ખેંચવું હોય અથવા પોતાના ગૂંચવાડાનો આખરનો ફેંસલ કરી લેવો હોય અથવા જ્યારે જ્યારે કેઈને પિતાની સ્થિતિ અસહ્ય થઈ પડે અને તેમાંથી રસ્તો કાઢવા માટે બાદશાહને વિનવવા હેય ત્યારે ત્યારે કંઠયુદ્ધ જાહેર કરવામાં આવતું. માજીરાવ ભોંસલેએ કંઠયુદ્ધ માટે લખુજી જાધવરાવને પડકાર કર્યો. અહમદનગરના બાદશાહ મુરતુઝા નિઝામશાહ બીજાને આ વાતની ખબર પડી અને તેણે આ બન્ને બાદશાહી અધિકારીઓને પિતાની રૂબરૂમાં બોલાવ્યા અને માજીરાવને પડકારનું કારણ પૂછ્યું. માછરાજા ભોંસલેએ જણાવ્યું કે “મારા પુત્ર સિંહાજી જેડ પિતાની પુત્રી જીજાબાઈને પરણાવવાનું લખo જાધવરાવે કહ્યું હતું છતાં હવે એ ફરી જાય છે.” જાધવરાવે જવાબમાં જણાવ્યું કે એવી મતલબના શબ્દ એમણે ઉચ્ચાર્યા હતા એ વાત ખરી છે પણ તે માત્ર મશ્કરી અને વિનોદમાં એમણે કહ્યું હતું. વધુમાં એમણે કેટલીક બાબતે બાદશાહને જણાવી તે ઉપરથી બાદશાહ ભેદ પામી ગયો અને લગ્નનો સંબંધ ભાંગી પડવાનાં કારણે પણ એણે જાણી લીધાં. માલજી ભોંસલેની બહાદુરી, બાહોશી અને હિંમત ઉપર બાદશાહ આફરીન હતા. એમનું શૌર્ય અનેક વખતે જોઈને અને સાંભળીને તેમના ઉપર બાદશાહ પ્રસન્ન થયો હતો તેથી માલજીરાવ અહમદનગર દરબાર છોડીને કોઈ બીજા રાજ્યમાં જઈને નોકરી કરે એ બાદશાહને ગમતી વાત ન હતી તેથી તેમણે લખુજી જાધવરાવને ખૂબ સમજાવ્યો, મનાવ્યો, અને આખરે માલોજીરાવના છોકરા સિંહાજીને પિતાની દીકરી જીજાબાઈ પરણાવવાનું વચન બાદશાહે જાધવરાવ પાસેથી લીધું. જાધવરાવ તથા તેમની પત્ની મહાળસાબાઈને મનમાં એવું ન આવે અને વેવાઈ પિતાના તેલને નથી એવું છતાં બાદશાહના દબાણથી વેવિશાળ કરવું પડે છે એવું એમને ન લાગે એ હેતુથી બાદશાહે માલજીરાવને અધિકાર અને હોદો વધાર્યો. માલજીરાવને બાદશાહે ૫૦૦૦ ઘોડે સવારનો સ્વામી “પંચહજારી” બનાવ્યો અને લાશ્કરના નિભાવ માટે માલજીને પુના અને સૂપા ગામ આપ્યાં અને ચાકણ કિલ્લાને કિલ્લેદાર બનાવ્યા. મહાદેવની મહેર નજરથી માલજી રાજા ઉપર બાદશાહની કૃપા થઈ અને માજીનું તકદીર ખૂલી ગયું. સગે બદલાયા અને હવે પુના, સૂપા અને જુન્નર પરગણુના માલીક, અહમદનગર દરબારના મંત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy