SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ . શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું મુગલ વાવટા નહિ હોય. શિવાજી મહારાજનું નિશાન ક્રાન્ડાણા ઉપર ફરકશે એની આપ ખાતરી રાખેા. રાજકીય દૃષ્ટિએ પણ આપને કાન્ડાણા ઉપર જવા દેવા એ મુત્સદ્દીપણાની ખામી ગણાય. બધી બાજુએથી વિચાર કરીને મેં કાન્ડાણા ઉપર ચડાઇ કરવાના નિશ્ચય કર્યો છે. હવે મને મારા નિશ્ચયથી કાઈ પણુ માસ ડગાવી શકે એમ નથી. હું આખર સુધી અડગ રહીશ. મહારાજ, મને રજા આપા હું એ ઉદયભાણને મહારાષ્ટ્રની સમશેરનેા સ્વાદ ચખાડું. કાન્ડાણા સબધી જે કંઈ સુચનાઓ કરવી હાય તે કરા. આ તમારા જૂના સાથી, બચપણના દાસ્ત આપની પાસે આજીજીથી આટલી માગણી કરે છે. મહારાજ મારી ઈચ્છાને માન આપો. મને આશીર્વાદ આપો. હું આપને પગે પડીને વિનવું છું.' એમ ખેલી તાનાજી મહારાજને પગે પડવા જાય છે એટલામાં મહારાજે એને પકડી લીધા અને તેને ભેટી પડ્યા. ખન્ને સ્નેહીઓએ એક ખીન્ન સામે ટગર ટગર જોયાં કર્યું. મહારાજ મેલ્યાઃ— તાનાજી કાઈ કાઈ દિવસ નહિ અને આજે તું આટલા બધા જીદ્દી કેમ બન્યા છું? તાનાજી ! વહાલા તાનાજી ! આટલા બધા જક્કી ન બન. સમજી જા. તારી જીદ્દ મૂકી દે. કોન્ડાણા ઉપર ચડાઈ એ કંઈ નાની સુની વાત નથી. એ તા શિરના સટ્ટા છે. હું જાતે જ જઈશ અને જગદંબાની કૃપાથી જય મેળવીશ. ખળતી આગમાં હું તને નાંખું તેના કરતાં હું જ પડું એ વધારે સારૂં છે. તાનાજી, મારાથી તને કેમ જવા દેવાય. તું લવિવિધ આટોપી લે. ન કરે નારાયણ અને જો પરિણામ વિપરીત આવે અને જો હું રણમાં પડું તે। તું બાકીનું કામ પુરું કરી લેજે. તારા ઉપર પૂરેપુરા વિશ્વાસ છે. આપણા ખેમાંથી એકતા પાછળ રહેવું જ જોઇએ, નાંઢે તે હું તને મારી સાથે રાખત. કમનસીબે જો બાજી બદલાય અને અપજશ આવે તા હિંમતથી, ધીરજથો હિંદવી સ્વરાજ્યની સત્તાના વિકાસ કરી તેને વધારે મજબૂત કરવા માટે તારી જરુર છે. આપણે બન્ને જઈએ એ ઠીક નહિ ' મારી ખાતર, દેશની ખાતર, ધર્મની ખાતર, તું મારું માન. પ્રભુની એવી ઈચ્છા હશે તે હું જો રણમાં પડું તે હિંદુ ધર્મના છલ કરનાર મુસલમાની સત્તાને તું જીવતા હાઈશ ત્યાં સુધી સુખેથી સુવા દઈશ નહિ એની મને ખાતરી છે. તારી શક્તિ એવી છે, તારું ધર્માભિમાન એવું છે. તાનાજી મારી પાછળ તારી જરુર છે માટે તારે પાછળ રહેવું જ પડશે. બધું તને કહ્યું છે. તારી ઈચ્છા હાય કે ન હોય, મારે તને નારાજ કરવા પડશે. કોન્ડાણા ઉપર હું જઈશ.' મહારાજને હાલતા અટકાવોને તાનાજી ખેલ્યા:— · આપ એ વાત તા કરતા જ નહિ. આપને હું કોન્ડાણા ઉપર નહિ જવા દઉં, કોટિ કાળે નહિ જવા દઉં, મહારાજ! આપ જાએ અને વિપરીત પરિણામ આવે તેા એ મને શરમભરેલું છે. મારા જેવા તાનાજી મહારાષ્ટ્ર સેકડા મેળવ્યા છે અને હજુ મળશે, પણ શિવાજી રાજા તા મહારાષ્ટ્રને એક જ મળ્યો છે. મારા જેવા સેંકડાના નાશ થશે તે પણ હિંદુત્વ રક્ષણ માટે સ્થાપવામાં આવતી સત્તાનું કામ અટકશે નહં અને ઢીલું પણ પડશે નહિ, પણ આપને વાળ વાંકો થતાં જ આજ સુધીનું કરેલું બધું ધૂળ મળી જશે. મહારાજ! હિંદુત્વનું રક્ષણ કરવા માટે, હિંદુ ધર્મ ઉપરના અત્યાચારા અટકાવવા માટે, હિંદુઓની ઈજ્જત સાચવવા માટે આપને હું નહિ જવા દઉં. હું જાતે જઈશ હવે આ બાબતમાં હું તમને નહિ ખેલવા દઉં. બસ ! મારી હઠ છે. મારી જીદ છે. હું તે પાર ઉતારીશ. હું તે અમલમાં મૂકીશ. હું મારા નિશ્ચય પ્રમાણે વર્તીશ, કોન્ડાણા જીતવા માટે હું મારા લશ્કર સાથે જઈશ. આકાશ પાતાળ એક થાય, સૂર્ય પૂર્વના પશ્ચિમમાં ઉગે તે પણ હું મહારાજને કોન્ડાણા ઉપર લશ્કર લઈ ને નહિ વા દઉં. કૃપા કરી મને રાજી ખુશીથી રક્ત આપે. મહારાજના આશીર્વાદથી મને ઉત્તેજન મળશે. ' બન્ને સ્નેહી વચ્ચે આ સંબધમાં ખૂબ ખેંચતાણુ થઈ. તાનાજીના નિશ્ચય આગળ મહારાજનું સમજાવવું નિરક નીવડયું. બધા પ્રયત્નોમાં મહારાજ નિષ્ફળ નીવડયા એટલે એમણે તાનાજીને રજા આપવાના વિચાર કર્યાં. બહુ દુખી હૃદયે મહારાજે તાનાજીને કોન્ડાણા ઉપર ચડાઈ કરવાની રજા આપી. તાનાજી રાજી રાજી થઈ ગયા. શેલાર મામા પણ ખુશી થયા. માતા જીજાબાઈ એ તાનાજીને અંત:કરણના આશીર્વાદ આપ્યા. તાનાજી પાતાના લશ્કર સાથે રાયગઢ આવ્યા હતા. જીજાબાઈ એ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy