SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૧ લું છતાં જ્યારે ઝગડામાં ઔરંગઝેબ જીત્યો ત્યારે તેને આશીર્વાદ અને મુબારકબાદી આપવા માટે ઈરાનના શાહે પિતાના એલચી બુઢાબેગને મુગલપતિ માટે કીમતી ભેટ આપીને મેક હતો. આ એલચીની સાથે શાહે મુગલપતિને પત્ર મોકલ્યા હતા, તેમાં જણાવ્યું હતું કે ‘ઈરાનને શાહ મુગલપતિને તેમની જીત માટે મુબારકબાદી આપે છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મુગલ બાદશાહને શાહ મદદ કરવા તૈયાર છે.' કંદહારના કિલ્લાના સંબંધમાં પણ આ પત્રમાં ઈસારો કરવામાં આવ્યો હતો. બાદશાહે આ પત્રને જવાબ બહુ વિચારપૂર્વક આપ્યો હતો. તેમાં એણે પોતાના ભાઈઓ ઉપર પોતે મેળવેલી જીત માટે મેટી મેટી વાતે લખી હતી અને જરૂર પડે મદદ આપવા શાહે પિતાના પત્રમાં લખ્યું હતું તે માટે શાહને આભાર માન્યો હતો અને મગરૂરીમાં જણાવ્યું હતું કે દિલ્હીપતિ માણસોની મદદ ઉપર બહુ આધાર નથી રાખતા. દિલ્હીપતિ તે ઈશ્વરની મદદ ઉપર જ ભરોસો રાખે છે. વધારામાં એ પત્રમાં લખ્યું હતું કે “મારી અચંબો પમાડે એવી તે મારા ઉપર માલીકની કેટલી મહેરબાની છે એ સાબિત કરે છે. મારી જિંદગીને દરેક કલાક હું મારી પ્રજાના સુખને માટે અને મારા રાજ્યની આબાદી માટે ગાળું છું, ઈસ્લામ ધર્મને ફેલા કરવા માટે મારી જિંદગીની દરેક પળને હું ઉપયોગ કરી રહ્યો છું. હું ઈસ્લામની સેવામાં જ મારી જિંદગી ગુજારી રહ્યો છું.’ આ પત્રથી ઈરાનના શાહને પોતાનું અપમાન થયું લાગ્યું. આ અપમાનનું વેર વાળવા માટે શાહ અબ્બસ રાહ જોઈને જ બેઠા હતા. શાહના પુત્રને ઉપર પ્રમાણેને જવાબ બાદશાહે બુઢાબેગની સાથે મોકલ્યો ન હતો પરંતુ બટાબેગ પાછો ઈરાન ગયા પછી પાછળથી પિતાના એક અમલદાર સાથે રવાના કર્યો હતો. બાદશાહના પત્રથી શાહ ચિડાઈ ગયો હતો, એટલે એણે ઔરંગઝેબના એ એલચીનું દરબારમાં અપમાન કર્યું હતું. ઉપરની મતલબને પત્ર ઔરંગઝેબે શાહને લખે તેનો જવાબ શાહે વીગતવાર લખે અને તે પત્રને કવિતામાં ગોઠવવાનું કામ પિતાના દરબારના એક નામીચા કવિ મિરઝા તાહેર વાહેદને સોંપ્યું હતું. આ કવિએ આ પત્રને ગદ્યમાંથી પદ્યમાં બહુ સુંદર રીતે ગોઠવ્યો હતો. તેમાં શિયાપંથની પ્રતિષ્ઠા અને વિજયના ડંકા વગાડી ઈરાનના શાહ કુટુંબનાં ખુબ વખાણ ગાયાં હતાં અને ઔરંગઝેબને બધી રીતે વખોડી કાઢો હતો. આ પત્રને અંગ્રેજી તરજુમે સર જદુનાથ સરકારે તેમણે લખેલા ઔરંગઝેબના ૩જા ભાગમાં આપ્યો છે. આ પત્ર પદ્યમાં તૈયાર કરાવી આરંગઝેબના એલચી સાથે શાહે દિલ્હીપતિ ઉપર મોકલાવ્યો. એલચી બાદશાહ પાસે આવ્યા અને પત્ર આપ્યો તથા પિતાની વીતી વીગતવાર વર્ણવી. ઈરાનને શાહ ખુરાસાણ અને અફગાનીસ્થાનને માર્ગે થઈને હિંદુસ્થાન ઉપર ચડાઈ કરવાની તૈયારી કરે છે એ ખબર આજ માણસે બાદશાહને કહી. બાદશાહ આ ખબર સાંભળી અંતરમાં ચમક્યો અને આ સંકટ સામે તૈયારી કરવા માંડી. બાદશાહને શાહના પત્રથી ભારે અપમાન તેને લાગ્યું હતું, પણ શાહ બળીઓ હિતે એટલે બાદશાહ બળતરા કેના ઉપર કાઢે? નબળો ગુસ્સે થાય ત્યારે ઘર ઉપર ગુસ્સો કાઢે. બળવાન શાહને કંઈ કહેવાય એમ હતું નહિ એટલે બાદશાહ આ ખબર લાવનાર પોતાના એલચી ઉપર જ ગુસ્સે થયો અને તેને દરજજો ઉતારી તેને સજા તરીકે એરીસામાં સૂબે બનાવ્યા. શહેનશાહે શાહ સામે થવાની તૈયારી કરવા માંડી. શાહે મારેલાં મેણાં, કરેલી મશ્કરી, ઉડાવેલી ઠેકડી, ઓરંગઝેબ જેવા માનીને અસહ્ય લાગે એ સ્વાભાવિક હતું. બહારથી આવતું સંકટ ભારે હતું એટલે ઔરંગઝેબે અંદરની આફતને ગૌણુ માની શાહની ચડાઈ સામે ઝઝુમવાની તૈયારી કરવા માંડી. આ ઉપરાંત આ વખતે ઔરંગઝેબ સામે બીજી એક અડચણ ઉભી હતી જેણે બાદશાહને શિવાજી મહારાજ ઉપર પિતાનું સઘળું બળ અજમાવતાં અટકાવ્યો. એ અડચણ એ હતી કે ભાગુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy